SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ અનુગદારાઇ-(૩૨૮) જે જીવ સમય પૂર્ણ થવાપર યોનિમાંથી બહાર નીકળેલ છે વગેરે ભવ્ય શરીર દ્રવ્યઅક્ષીણનું વર્ણન પૂર્વોકત ભવ્ય શરીર દ્રવ્યાધ્યયન પ્રમાણે જાણવું યાવતુ આ પ્રમાણે ભવ્ય શરીરદ્રવ્યઅક્ષીણનું સ્વરૂપ છે, ભંતે ! જ્ઞાયકશરીર-ભવ્ય શરીર વ્યતિરિકત દ્રવ્યઅક્ષણનું સ્વરૂપ કેવું છે? સવકાશ - લોક અલોકરૂપ આકાશની શ્રેણિ તે જ્ઞાયિકશરીર - ભવ્ય શરીર વ્યતિરિકત દ્રવ્યઅક્ષણ છે. કારણ કે તેમાંથી સમયે સમયે એક એક પ્રદેશનું અપહરણ કરવામાં આવે તો પણ ક્ષીણ થાય તેમ નથી. આ રીતે આગમદ્રવ્યઅક્ષણ અને દ્રવ્યઅક્ષીણનું વર્ણન પૂર્ણ થયું. ભંતે ! ભાવઅક્ષણનું સ્વરૂપ કેવું છે ? ભાવઅક્ષીણના બે પ્રકાર પ્રરૂપ્યા છે. આગમથી અને નોઆગમથી. આગમથી ભાવઅક્ષણ શું છે? જ્ઞાયક જે ઉપયુકત હોય તે આગમની અપેક્ષાએ ભાવઅક્ષીણ છે. તાત્પર્ય એ છે કે ઉપયોગની પયયો અનંત છે. તેઓમાંથી સમયે સમયે એક એકનું અપહરણ કરવામાં આવે તો અનંત ઉત્સર્પિણી - અવસર્પિણી કાળમાં પણ સમાપ્ત થાય નહીં માટે તે ભાવઅક્ષીણ છે. અંતે ! નોઆગમથી ભાવઅક્ષણનું સ્વરૂપ કેવું છે ? જેમ એક દીપકથી સેકડો બીજા દીપકો પ્રજ્વલિત કરવામાં આવે છે અને પ્રજ્વલિત કરનાર તે મૂળ દીપક પણ પ્રજ્વલિતું જ રહે છે તેમ આચાર્ય શિષ્યોને સામાયિક શ્રત આપીને શ્રતશાળી બનાવે છે અને પોતે પણ શ્રુતથી યુક્ત રહે છે. આ પ્રમાણે શ્રુતદાયક આચાર્યનો જે ઉપયોગ છે, તે આગમરૂપ છે અને વાક અને કાયરૂપ જે યોગ તે અનાગમરૂપ છે. તેથી અહીં નોઆગમથી ભાવક્ષીણતા જાણવી. ૩િ૨૯] ભંતે! આયનું સ્વરૂપ કેવું છે? આય-લાભ અથવા પ્રાપ્તિના ૪ પ્રકારો છે. નામય, સ્થાપનાઆય, દ્રવ્યઆય અને ભાવઆય. નામય અને સ્થાપના આવશ્યક પ્રમાણે જાણવું. ભંતે ! દ્રવ્ય આય શું છે? દ્રવ્યઆયના બે પ્રકારો છે આગમથી અને નોઆગમથી. ભંતે ! આગમથી દ્રવ્યઆય શું છે? જેણે “આય” આ પદને શીખી લીધું છે. જિતુ, મિત, પરિમિત કરેલ છે પણ ઉપયોગશૂન્ય છે તે આગમથી દ્રવ્ય આય કહેવાય. તેને દ્રવ્ય શા માટે કહ્યું? કારણ કે ઉપયોગરહિત હોવાથી દ્રવ્ય છે. નૈગમનની અપેક્ષાએ જેટલા ઉપયોગરહિત આત્મા છે તેટલા દ્રવ્યઆય જાણવા યાવતું તે આગમદ્રવ્ય આયને દ્રવ્યાવશ્યક પ્રમાણે જાણવું. ભંતે ! નોઆગમદ્રવ્યઆય શું છે ? નોઆગમદ્રવ્ય આયના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે જ્ઞાયક શરીરદ્રવ્ય આય, ભવ્ય શરીરદ્રવ્ય આય અને જ્ઞાયકશરીર-ભવ્ય શરીર- દ્રવ્યઆય. ભંતે ! જ્ઞાયકશરીરદ્રવ્ય આય શું છે ? “આય’ પદનો જે જ્ઞાતા હતો તે જ્ઞાતાનું શરીર વ્યપગત, ટ્યુત, વિન, ત્યકત હોય તે શરીર જ્ઞાયકશરીર નોઆગમદ્રવ્યઆય છે વગેરે જે દ્રવ્યાધ્યયનમાં કહ્યું છે તેમ જાણવું યાવતુ આ પ્રમાણે જ્ઞાયકશરીરદ્રવ્યઆય છે. ભંતે ! ભવ્યશરીરદ્રવ્યઆય શું છે? સમયપૂર્ણ થવાપર જે જીવ યોનિમાંથી બહાર નીકળ્યો છે વગેરે ભવ્યશરીરદ્રવ્યઆયનું સ્વરૂપ ભવ્ય શરીર દ્રવ્યાધ્યયન પ્રમાણે જાણવું. અંતે ! જ્ઞાયકશરીર-ભવ્ય શરીર વ્યતિરિકત દ્રવ્યઆય શું છે ? ત્રણ પ્રકારે છે. લૌકિક કુપ્રાવચનિક અને લોકોત્તર લૌકિકદ્રવ્યઆય કોને કહે છે? ત્રણ પ્રકારે સચિત્ત, અચિત્ત અને મિશ્ર. ભંતે ! સચિત્ત લૌકિકઆય કોને કહે છે? ત્રણ પ્રકારે છે. દ્વિપદોનો આય. ચતુષ્પદોનો આય અને અપદોનો આય. આ સર્વે સચિત્તપદાર્થોની પ્રાપ્તિ સચિત્ત આય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy