________________
સૂત્ર-૩૨૯
૩૮૭ છે. ભંતે ! અચિત્તનો આય શું છે? અચિત્ત તે સુવર્ણ, રત્ન, મણિ, મોતિ, શંખ, શિલા - રત્નવિશેષ પ્રવાળ, પરવાળ વગેરે અચિત્તવસ્તુઓની પ્રાપ્તિ તે અચિત્તનો આય છે. માયા અને લોભનો આય. આ નોઆગમભાવઆય છે. આ પ્રમાણે ભાવઆય અને આયનું વર્ણન પૂર્ણ થયું. ભંતે ! મિશ્ર આય શું છે? વસ્ત્રાલંકારાદિ થી ભૂષિત દાસ, દાસી, અશ્વ, હસ્તી વગેરેનો લાભ મિશ્રનો આય છે, આ પ્રમાણે લૌકિક આય છે. ભંતે! કુપ્રાચિનક આય શું છે? કુપ્રાચિનકના ત્રણ પ્રકાર છે તે સચિત્ત, અચિત્ત અને મિશ્ર. આ ત્રણેનું વર્ણન લૌકિકઆચની જેમજ જાણવું. ભંતે ! લોકોત્તર આય શું છે ? ત્રણ પ્રકારે છે તે સચિત્ત, અચિત્ત અને મિશ્ર. સચિત્તઆદ્ય શું છે ? શિષ્ય અથવા શિષ્યાનો લાભ થાય તે સચિત્ત આવે છે. અંતે ! અચિત્તઆય શું છે? અચિત્ત તે નિર્દોષ પાત્ર, કંબલ, રજોહરણ વગેરેની સાધુને પ્રાપ્તિ હોય તે અચિત્તઆય છે. ભંતેમિશ્ર શું છે? ભંડોપકરણાદિસહિત શિષ્ય, શિશ્ચાઓનો લાભ થાય તે મિશ્રઆય છે. આ પ્રમાણે મિશ્રઆય અને લોકોત્તર આયનું વર્ણન પૂર્ણ થયું. અંતે! ભાવઆયનું સ્વરૂપ કેવું છે? ભાવઆયના બે પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે આગમથી એને નોઆગમથી. ભંતે ! આગમથી ભાવઆય શું છે? આગમભાવઆય તે આ પ્રમાણે જે જીવ “આય” આ પદનો જ્ઞાયક હોય અને ઉપયોગ યુક્ત હોય તે આગમભાવ આય છે. ભંતે ! નોઆગમભાવઆયના બે પ્રકાર છે. તે આ પ્રમાણે પ્રશસ્ત અને અપ્રશસ્ત. અંતે ! પ્રશસ્તનોઆગમભાવ આય શું છે ? પ્રશસ્ત ભાવઆય ત્રણ પ્રકારના કહ્યા છે તે જ્ઞાયઆય, દર્શનઆય અને ચારિત્રઆય, ભંતે ! અપ્રશસ્તભાવઆય શું છે ? અપ્રશસ્તભાવઆય ૪ પ્રકાર છે. તે આ પ્રમાણે - ક્રોધ, માન, માયા અને લોભનો આય. આ અપ્રશસ્ત ભાવ આય છે. આ નોઆગમ ભાવ આય છે. આ પ્રમાણે ભાવ આય અને આયનું વર્ણન પૂર્ણ થયું. ભંતે ! ક્ષપણા નું સ્વરૂપ કેવું છે? ક્ષપણાના ૪ ભેદ છે. નામક્ષપણા, સ્થાપણાક્ષપણા, દ્રવ્યક્ષપણા અને ભાવક્ષપણા. નામક્ષપણા અને સ્થાપનાક્ષપણાનું સ્વરૂપ પૂર્વવતુ જાણવું. ભંતે! દ્રવ્યક્ષપણાના બે ભેદ પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે આગમથી અને નોઆગમથી. ભતે ! આગમથી દ્રવ્યક્ષપણા શું છે ? “ક્ષપણા’ પદને જેણે શીખી લીધું છે, તિ, મિત, પરિમિત કરી લીધું છે યાવતુ તેમાં ઉપયોગ શૂન્ય છે તે આગમથી દ્રવ્યક્ષપણા કહેવાય. ભંતે ! નોઆગમદ્રવ્યક્ષપણા શું છે ? નોઆગમદ્રવ્યક્ષપણાના ત્રણ ભેદો છે. તે આ પ્રમાણે જ્ઞાયકશીદ્રવ્યક્ષપણા, ભવ્ય શરીરદ્રવ્યક્ષપણા અને જ્ઞાયકશરીરભવ્ય શરીર વ્યતિરિકત-દ્રવ્યક્ષપણા. જ્ઞાયકશરીર દ્રવ્યક્ષપણા શું છે? “ક્ષપણા' પદના જ્ઞાતાનું જે શરીર વ્યપગત, ચુત, ઐવિત વ્યકત હોય ઈત્યાદિ સર્વે દ્રવ્યાધ્યયન પ્રમાણે જાણવું યાવતુ આ પ્રમાણે જ્ઞાયકશરીર દ્રવ્યક્ષપણા છે. અંતે ! ભવ્ય શરીર દ્રવ્યક્ષપણા શું છે? સમય પૂર્ણ થવાપર જે જીવ યોનિમાંથી બહાર નીકળ્યો છે વગેરે સર્વે કથન દ્રવ્યાધ્યયન પ્રમાણે જાણવું. યાવતુ આ પ્રમાણે ભવ્ય શરીરક્ષપણાનું સ્વરૂપ જાણવું. ભંતે ! શશરીર-ભવ્ય શરીર વ્યતિરિકત દ્રવ્યક્ષપણાનું સ્વરૂપ કેવું છે ? જ્ઞશરીર ભવ્ય શરીર વ્યતિરિકત દ્રવ્યક્ષપણાનું સ્વરૂપ દ્રવ્યઆય પ્રમાણે જાણવું યાવતુ આ પ્રમાણે મિશ્રક્ષપણા છે. આ પ્રમાણે લોકોત્તરિક ક્ષપણા, સાથોસાથ જ્ઞશરીર-ભવ્ય શરીર વ્યતિરિકત દ્રવ્યક્ષપણાનું સ્વરૂપ જાણવું. આ પ્રમાણે નોઆગમદ્રવ્યક્ષપણા અને દ્રવ્યક્ષપણાનું વર્ણન પૂર્ણ થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org