SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન- ૧૯ ૨૨૧ બધાં જીવો તરફ સમભાવ રાખવાનો હોય છે. આજીવન પ્રાણાતિપાતથી નિવૃત્ત થવું પણ ઘણું દુષ્કર છે સદા અપ્રમત્તભાવે અસત્યનો ત્યાગ કરવો. પ્રતિક્ષણ સાવધાન રહિને હિતકારી સત્ય બોલવું બહુ અઘરું છે. દાંત સાફ કરવાનું સાધન વગેર પણ આપ્યા વિના ન લેવું. આપેલી વસ્તુ પણ નિર્દોષ અને એષણીય જ લેવી અત્યન્ત દુષ્કર છે. કામભોગના રસથી પરિચિત વ્યક્તિ માટે અબ્રહ્મચર્યથી વિરક્તિ અને ઉગ્ર મહાવ્રત પાળવું ઘણું અઘરું છે. ધન-ધાન્ય, પ્રેષ્ય વર્ગ-દાસ-દાસી વગેરે પરિગ્રહનો ત્યાગ તથા બધી જાતના આરંભ અને મમત્વનો ત્યાગ અત્યન્ત દુષ્કર છે. ભોજન-પાનાદિ આહાર રાત્રે ન કરવો અને કાલ મર્યાદાથી બહાર, ઘી વગેરે સંનિધિનો સંચય ન કરવોઅત્યન્ત દુષ્કર છે. ભૂખ, તરસ, ઠંડી, ગરમી, ડાંસ, મચ્છરનું કષ્ટ, ક્રોધના વચન, દુઃખ શય્યાકષ્ટપ્રદ સ્થળ, તૃણસ્પર્શ તેમ શરીરમેલ- તાડન, તર્જન, વધ અને બન્ધન, ભિક્ષાચર્યા, યાચના અને અલાભ-આ પરીષહો સહન કરવા દુષ્કર છે. આ કાોતી વૃત્તિ-અર્થાત્ દોષ માટે સતત શંકાશીલ રહેલું, દારુણ કેશ-લોચ, અને ઘોર બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવું મહાત્માઓ માટે પણ દુષ્કર છે. [૬૪૮-૬૫૭] પુત્ર ! તું સુખ ભોગવવાલાયક સુકુમાર છે. સુન્દર-સ્વચ્છ રહે છે. તેથી શ્રામણ્યનું પાલન કરવા તું સમર્થ નથી. પુત્ર ! સાધુચર્યમાં આજીવન ક્યાં વિશ્રામ નથી. લોઢાના ભાર જેવો સાધુના ગુણોનો તે એવો ગુરુતર ભાર છે કે જેને જીવન સુધી નભાવવો અત્યન્ત કઠણ છે, જેમ આકાશગંગાનો પ્રવાહ તેમજ પ્રતિસ્રોત દુસ્તર છે. જેમ સાગરને હાથોથી તરવો અઘરો છે. તેવી જ રીતે ગુણોદધિ-સંયમના સાગરને તરવો દુષ્કર છે. સંયમ રેતીના કોળિયાની જેમ નીરસ છે. તપનું આચરણ તલવા૨ની ધાર પર ચાલવા જેવું દુષ્કર છે. સાપની જેમ એકાગ્ર દૃષ્ટિથી ચારિત્ર ધર્મ પર ચાલવું મુશ્કેલ છે. લોઢાના ચણા ચાવવા જેમ દુષ્કર છે, તેમ ચારિત્ર પાળવું દુષ્કર છે. જેમ પ્રજ્વલિત અગ્નિ શિખા-જ્વાળા પીવી દુષ્કર છે. તેવી જ રીતે યુવાવસ્થામાં શ્રમણ ધર્મ પાળવો કઠણ છે. જેમ કપડાંની થેલીને હવાથી ભરવી કઠણ છે. તેવી જ રીતે કાયર માણસ માટે શ્રમણ ધર્મનું પાલન પણ કઠણ છે. જેમ મેરુપર્વતને ત્રાજવે તોળવો અઘરો છે તે જ રીતે નિશ્ચલ અને નિઃશંક ભાવે શ્રમણ ધર્મનું પાલન કરવુ પણ દુષ્કર છે. જેમ હાથથી સમુદ્ર તરવો અઘરો છે તેવી જ રીતે અનુપશાન્ત વ્યક્તિ માટે સંયમનો સાગર પાર કરવો દુષ્કર છે. પુત્ર! પહેલાં તું મનુષ્ય સંબંધી શબ્દ, રૂપ આદિ પાંચ પ્રકારના ભોગ ભોગવ પછી ભુક્તભોગી થઈને ધર્માચરણ કરજે. [૬૫૮-૬૭૬] મૃગાપુત્રે માતાપિતાને કહ્યું : તમે જે કહ્યું તે ઠીક છે. પણ આ સંસારમાં જેની તૃષ્ણા મટી ગઈ તેને માટે કાંઇ પણ દુષ્કર નથી. મેં શારીરિક અને માનસિક ભયંકર વેદના અનેકવાર સહન કરી છે. અનેકવાર ભયંકર દુઃખ અને ભય પણ અનુભવ્યા છે. મેં નરક વગેરે ચાર ગતિરૂપ પરિણામવાળા જરા મરણ રૂપ ભયના સાગર સંસારમાં ભયંકર જન્મ મરણ સહ્યાં છે. જેમ અહીં અગ્નિ ઉષ્ણ છે. તેથી અનન્ત ગણી ઉષ્ણતા ત્યાં છે. એવી દુઃખરૂપ ઉષ્ણ વેદના મેં નરકમાં અનુભવી છે, જેમ અહીં ઠંડક છે. તેથી અનન્ત ગણી ઠંડક ત્યાં છે. એવી દુઃખરૂપ ઠંડીની વેદના મેં નરકમાં અનુભવી છે. હું નરકની કંદુ કુંભિયોમાં રાંધવાના લોઢાના વાસણોમાં નીચે માથું ને ઉપર પગ કરીને પ્રખર અગ્નિમાં આક્રન્દ કરતો અનેક વાર પીડાયો છું. મહાભયંકર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy