________________
૩.
ઓહનિજ્જુત્તિ - (૧૯૯)
તત્પર, ચારિત્રમાં તત્પર. વિહરમાના - બે પ્રકારે. ગચ્છગતા, ગચ્છનિર્ગતા. પ્રત્યેકબુદ્ધજાતિસ્મરણ કે બીજા કોઈ નિમિત્તે બોધ પામીને સાધુ બનેલા જિનકલ્પસ્વીકારેલાપ્રતિમાધારી - સાધુની બાર પ્રતિમાઓને વહન કરનારા. અવધાવમાન- બે પ્રકારે. લિંગથી વિહારથી. લિંગથી-સાધુવેષ રાખવાપૂર્વક ગૃહસ્થ થયેલા. વિહાર- પાર્શ્વસ્થકુશીલ આદિ થઇ ગએલા. આહિંડકા- બે પ્રકારે ઉપદેશ આહિંડકા, અનુપદેશ આહિંડકા. ઉપદેશ આહિંડકા- આજ્ઞા મુજબ વિહાર કરનારા, અનુપદેશ આહિંડકા- કારણ વિના વિચરનારા. સ્તૂપ આદિ જોવા માટે વિહાર કરનારા.
[૨૦૦-૨૧૯] માસકલ્પ કે ચોમાસું પૂર્ણ થયે, બીજા ક્ષેત્રમાં જવાનું હોય ત્યારે ક્ષેત્ર પ્રત્યુપ્રેક્ષકો આવી ગયા પછી આચાર્ય બધા સાધુઓને ભેગા કરે અને પૂછી જૂએ કે ‘કોને કર્યું ક્ષેત્ર ઠીક લાગ્યું ?’ બધાનો મત લઈને સૂત્ર અર્થની હાનિ ન થાય તે રીતે વિહાર કરે. ચારે દિશા શુદ્ધ હોય (અનુકૂળ હોય) તો ચારે દિશામાં, ત્રણ દિશા શુદ્ધ હોય તો ત્રણ દિશામાં, બે દિશા શુદ્ધ હોય તો બે દિશામાં, સાત સાત, પાંચ પાંચ કે ત્રણ ત્રણ સાધુઓને વિહાર કરાવે. જે ક્ષેત્રમાં જવાનું હોય તે ક્ષેત્ર કેવું છે તે પહેલેથી જાણી લેવું જોઇએ. જાણાય પછી વિહાર કરવો. જો તપાસ કર્યા સિવાય તે ક્ષેત્રમાં જાય તો કદાચ. ઉતરવા માટે વસતિ ન મળે. ભિક્ષા દુર્લભ હોય. બાલ, ગ્લાન આદિને યોગ્ય ભિક્ષા ન મળે. માંસ રૂધિર આદિથી અસજ્ઝાય રહેતી હોય. તેથી સ્વાધ્યાય થઈ શકે નહિ. માટે પ્રથમથી તપાસ કર્યા પછી યતના પૂર્વક વિહાર કરવો.
ક્ષેત્રની તપાસ કરવા માટે બધાની સલાહ લેવી અને ગણને પૂછીને જેને મોકલવાનો હોય તેને મોકલવો. ખાસ અભિગ્રહવાળા સાધુ હોય તો તેમને મોકલે. તે ન હોય તો બીજા સમર્થ હોય તેને મોકલે. પણ બાલ, વૃદ્ધ, અગીતાર્થ, યોગી, વૈયાવચ્ચ કરનાર, તપસ્વી આદિને ન મોકલે, કેમકે તેમને મોકલવામાં દોષો રહેલા છે.
બાલસાધુને-મોકલે તો મ્લેચ્છ આદિ સાધુને ઉપાડી જાય. અથવા તો રમતનો સ્વભાવ હોવાથી રસ્તામાં રમવા લાગી જાય. કર્તવ્ય અકર્તવ્ય સમજી શકે નહિ. તથા જે ક્ષેત્રમાં જાય, ત્યાં બાલસાધુ હોવાથી લોકો અનુકંપાથી વધુ આપે. માટે બાલસાધુને ન મોકલે. વૃદ્ધસાધુને- મોકલે તો વૃદ્ધાવસ્થાને લીધે શરીર કંપતુ હોય તેથી લાંબા કાળે યોગ્ય સ્થાને પહોંચે. વળી ઇન્દ્રિયો શિથિલ થઇ ગઇ હોય એટલે રસ્તો બરાબર જોઈ ન શકે, સ્થંડિલભૂમિ પણ બરાબર તપાસી ન શકે. વૃદ્ધ હોય એટલે લોકો અનુકંપાથી વધુ આપે. માટે વૃદ્ધ સાધુને ન મોકલે. અગીતાર્થને - મોકલે તો તે માસ કલ્પ, વર્ષાકલ્પ, આદિ વિધિ જાણતો ન હોય, વસતિની પરીક્ષા કરી ન શકે. શય્યાતર પૂછે કે ‘તમે ક્યારે આવશો ? અગીતાર્થ હોવાથી કહે કે અમુક દિવસમાં આવીશું’ આ પ્રમાણે અવિધિથી બોલવાનો દોષ લાગે. માટે અગીતાર્થ સાધુને ન મોકલે. યોગીને- મોકલે તો તે જલ્દી જલ્દી કામ પુરું કરવાની ઈચ્છાવાળો હોય, એટલે જલ્દી જલ્દી જાય, તેથી માર્ગની બરાબર પ્રત્યુપેક્ષા થઇ શકે નહિ, વળી પાઠ સ્વાધ્યાયનો અર્થી હોય, તેથી ભિક્ષા માટે બહુ ફરે નહિ, દૂધ દહીં આદિ મળતું હોય તો પણ ગ્રહણ કરે નહિ. માટે યોગી-સૂત્રોદેશ આદિનાયોગ કરતા સાધુને ન મોકલે. વૃષભને- મોકલે તો તે વૃષભ સાધુ રોષથી સ્થાપના કુલો કહે નહિ, અથવા કહે ખરો પણ બીજા સાધુને ત્યાં જવા ન દે, અથવા સ્થાપના કુલો તેના જ પરિચિત હોય, તેથી બીજા સાધુને પ્રાયોગ્ય આહારાદિ ન મળે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org