________________
૩૫૨
અનુગદારાઈ -(૨૭) બે પ્રકારથી પ્રરૂપી છે. ભવધારણીયશરીર અવગાહનાનારકાદિ પયયરૂ ભવમાં પોતપોતાના આયુની સમાપ્તિ સુધી રહેનાર. ઉત્તરવૈક્રિયશરીર અવગાહનાસ્વાભાવિક રીતે પ્રાપ્ત શારીરિક અવગાહના પછી કોઈપણ નિમિત્તથી અન્ય શરીરની વિકવણા દ્વારા થતી અવગાહના. તેમાં જે ભવધારણીય-અવગાહના છે તે જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ પ૦૦ ધનુષ્યપ્રમાણ છે, ઉત્તર વૈક્રિય અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગ અને ઉત્કૃષ્ટ હજાર ધનુષ પ્રમાણ છે. આ સામાન્ય કથન થયું. હવે એક-એક પૃથ્વીના નારકોની અવગાહના કહેછે.
રત્નપ્રભાપૃથ્વીમાં નારકોની શરીર વગાહના કેટલી કહી છે? ત્યાં ભવધારણીય અને ઉત્તરવૈક્રિય આ બે પ્રકારે શરીરાવગાહના કહેવામાં આવી છે. તેમાં ભવધારણીય શરીરાવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ સાતધનુષ, ત્રણરનિ અને છ અંગુલપ્રમાણ છે. તેમાં જે ઉત્તરવૈક્રિય અવગાહના તે જઘન્ય અંગુલના અસંખ્યાતમાભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ૧૫ ધનુષ, બે રનિ ૧૨ અંગુલપ્રમાણ છે. શર્કરપ્રભા પૃથ્વીમાં નારકોની શરીરવગાહના કેટલી છે? ભવધારણીય અને ઉત્તરવૈક્રિયઆ બે પ્રકારની અવગાહનામાંથી ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમાભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ૧૫ ધનુષ, ૨ રાત્રિ અને ૧૨ અંગુલ પ્રમાણ છે. ઉત્તરવૈક્રિય અવગાહના જઘન્ય અંગુલના સંખ્યામાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ૩૧૨ ધનુષ, ૧ રત્નિ પ્રમાણ છે. વાલુકપ્રભાપૃથ્વીમાં નારકોની શરીરવગાહના કેટલી છે? ભવધારણીય અને ઉત્તરવૈક્રિય આ બે પ્રકારની અવગાહનામાંથી ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ૩૧ ધનુષ અને ૧ રત્નિપ્રમાણ છે. ઉત્તરવૈક્રિય અવગાહના જઘન્ય અંગુલના સંખ્યામાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ દર ધનુષ, ૨ રત્નિ પ્રમાણ છે. પંકપ્રભાપૃથ્વીમાં ભવધારણીય અવ ગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ક૨ ધનુષ અને ૨ રત્નિપ્રમાણ છે. ઉત્તરક્રિયઅવગાહના જઘન્ય અંગુલના સંખ્યાતભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ૧૨૫ ધનુષપ્રમાણ છે. ધૂમપ્રભાપૃથ્વીમાં ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ૧૨૫ ધનુષપ્રમાણ છે.ઉત્તર-વૈક્રિયઅવગાહના જઘન્ય અંગુલના સંખ્યામાભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ૨૫૦ ધનુષપ્રમાણ છે. તમપ્રભા નામક છઠ્ઠી પૃથ્વીમાં ભવધારણીયઅવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ૨૫૦ ધનુષપ્રમાણ છે. ઉત્તરવૈક્રિય અવગાહના જઘન્ય અંગુલના સંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષપ્રમાણ છે. તમસ્તમઃ પૃથ્વીમાં નારકીઓની અવગાહના કેટલી છે? ભવધારણીય અને ઉત્તર વૈક્રિય આ બે પ્રકારની અવગાહનમાંથી ભવધારણીયઅવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષપ્રમાણ છે. ઉત્તરવૈક્રિય અવગાહના જઘન્ય અંગુલના સંખ્યામાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ૧ હજાર ધનુષ પ્રમાણ છે.
અસુરકુમારદેવોની શરીરાવગાહના કેટલી છે ? અસુર કુમારદેવોની ભવધારણીય અને ઉત્તરવૈક્રિય આ રીતે બે પ્રકારની અવગાહનામાંથી ભવધારણીય શરીરઅવગાહના જઘન્ય અંગુલના અંસખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ૭ રત્નિ પ્રમાણ. છે. ઉત્તરક્રિય અવગાહના જઘન્ય અંગુલના સંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ૧
Jain Education International
· For Private & Personal Use Only
www.jainelibrary.org