________________
૧૦૨
પિંડનિત્તિ (૩૩૩) વખતે વાપરી ન હોય કે અડધી વાપરી હોય તો પણ તે આહાર પરઠવીને પછી તે પાત્ર ત્રણવાર પાણીથી ધોઈ, કોરૂં કર્યા બાદ તેમાં બીજો આહાર લાવવા કહ્યું. કદાચ ધોવું રહી જાય અને એમાં બીજો શુદ્ધ આહાર લાવે તો આ વિશુદ્ધકોટિ હોવાથી બાધ નથી.
* ચૂલો ત્રણ પ્રકારનો હોય. છૂટો ચૂલો. જ્યાં ફેરવવો હોય ત્યાં ફેરવી શકાય તેવો, સાધુને માટે બનાવેલો હોય. સાધુ માટે ઘરની બહાર પ્રકાશવાળા ભાગમાં બનાવેલો ચૂલો હોય. ચૂલો પોતાના માટે બનાવેલો હોય પરંતુ, સાધુનો લાભ મળે એ હેતુથી અંધારામાંથી તે ચૂલો બહાર અજવાળામાં લાવેલો હોય. જો ગૃહસ્થ આ ત્રણ પ્રકારના ચૂલામાંથી ગમે તે ચૂલા ઉપર ભોજન પકાવ્યું હોય તો બે દોષ લાગે. એક પ્રાદુષ્કરણ અને બીજો પૂતિદોષ. ચૂલો પોતાના માટે બનાવેલો હોય અને તે ચૂલો બહાર લાવીને રાંધ્યું હોય તો એક જ પ્રાદુષ્કરણદોષ લાગે. ચૂલો બહાર રાખીને રસોઈ તૈયાર કરી હોય
ત્યાં સાધુ ભિક્ષા માટે જાય અને પૂછે કે બહાર રસોઇ કેમ કરી છે?' સરળ હોય તો કહી દે કે “અંધારામાં તમો ભિક્ષા લો નહિ, એટલે ચૂલો બહાર લાવીને રસોઈ બનાવી છે.” આવો આહાર સાધુને કહ્યું નહિ. જો ગૃહસ્થ પોતાના માટે અંદર ગરમી લાગતી હોય કે ઘણી માખીઓ હોય તેથી ચૂલો બહાર લાવ્યા હોય અને રસોઈ કરી હોય તો કલ્પ.
પ્રકાશ કરવાના પ્રકારો-ભીંતમાં બાકોરું પાડીને. બારણું નાનું હોય તો મોટું કરીને. નવું બારણું કરીને. છાપરામાં બાકોરૂં પાડીને કે પ્રકાશ આવે એવું કરીને એટલે નળીયા ખસેડીને. દીવો કે લાઈટ સળગાવીને રાખે. આ પ્રમાણે ગૃહસ્થે પોતાની સગવડ માટે કર્યું હોય તો ત્યાંથી આહાર લેવો કહ્યું. પણ જો સાધુનો લાભ મળે તે માટે કર્યું હોય તો સાધુને આહાર લેવો કહ્યું નહિ. કેમકે પ્રકાશ આદિ કરવામાં કે અંદરથી બહાર લાવવા વગેરેમાં પૃથ્વીકાયાદિ જીવની વિરાધના સાધુ નિમિત્તે થાય, માટે તેવો પ્રાદુષ્કરણ દોષવાળો આહાર સાધુએ વહોરવો ન જોઇએ.
[૩૩૪-૩૪૩] સાધુ માટે વેચાતું લાવીને આપવું તે કતદોષ કહેવાય છે. કતદોષ બે પ્રકારે છે. ૧ દ્રવ્યથી અને ૨ ભાવથી. દ્રવ્યના અને ભાવના બે બે પ્રકાર. આત્મકીત અને પરકીત. પરદ્રવ્યકત. ત્રણ પ્રકારે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર.
આત્મદ્રવ્યતીત- સાધુ પોતાની પાસેનું નિર્માલ્યતીદિ સ્થાનમાં રહેલ પ્રભાવશાળી પ્રતિમાની ૧ શેષ-ચોખા વગેરે, ૨ ગંધ-સુગંધી દ્રવ્ય વાસક્ષેપ આદિ, ૩ ગુટિકાતે રૂપપરાવર્તનકારી, જડીબુટ્ટી વગેરે, ૪ ચંદન, પ વસ્ત્રનો કકડો આદિ ગૃહસ્થને આપવાથી ગૃહસ્થ ભક્ત બને અને આહારાદિ સારો સારો અને વધારે આપે. તે આત્મદ્રવ્યકત ગણાય. આવો આહાર સાધુને કહ્યું નહિ. કેમકે વસ્તુ આપ્યા પછી કોઈ માંદો પડી જાય તો શાસનનો ઉદ્દાહ થાય. “આ સાધુએ અમને માંદા કર્યા,' કોઈ માંદો હોય અને સારો થઈ જાય તો અનેકને કહેતો ફરે કે અમુક સાધુએ મને અમુક વસ્તુ આપી, તેના પ્રભાવે મને સારું થઈ ગયું.’ તો આથી અધિકરણ થાય.
આત્મભાવીત આહારાદિ સારો મળે તે માટે વ્યાખ્યાન કરે. વાકછટાથી સાંભળવાનારને આકર્ષે, પછી તેમની પાસે માગણી કરે, અથવા સાંભળનારા હર્ષમાં આવી ગયા હોય ત્યારે માગણી કરે. આ આત્મભાવકીત. કોઈ પ્રસિદ્ધ વ્યાખ્યાનકાર હોય તેમના જેવા આકારવાળા સાધુને જોઈને કોઈ પૂછે કે પ્રસિદ્ધ વ્યાખ્યાનકાર કહેવાય છે તે તમો જ છો ?” ત્યારે તે મૌન રહે. અથવા તો કહે કે “સાધુઓ જ વ્યાખ્યાન આપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org