SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ . ૩૨૦ અનુઓગદારાઈ - (૧૧૬) આનુપૂર્વી છે, અનાનુપૂર્વી છે, અવકતવ્યક છે. દ્રવ્યાનુપૂર્વીની જેમ ક્ષેત્રાનુપૂર્વીના પણ ૨૬ ભાંગા કહેવા જોઈએ. આ પ્રમાણે ભંગસમુત્કીર્તનતાનું વર્ણન પૂર્ણ થયું. નૈગમવ્યવહારનયસંમત ભંગસમુત્કીર્તનતાનું પ્રયોજન શું છે ? મૈગમ-વ્યવહારનયસંમત ભંગસમુત્કીર્તનતા દ્વારા ભંગોપદર્શનતા કરાય છે. નૈગમ-વ્યવહારનયસંમત ભંગો પદર્શનતા-નિર્દિષ્ટ ભંગોના અર્થના કથનનું સ્વરૂપ કેવું છે ? ત્રણ આકાશપ્રદેશાવગાહી ઋણુકાદિ સ્કંધ ‘આનુપૂર્વી' આ શબ્દના વાચ્યાર્થ રૂપ છે એટલે ‘આનુપૂર્વી’ કહેવાય છે. એક આકાશપ્રદેશાવાહી પરમાણુ-સંઘાત હોય કે સ્કંધોનો સમૂહ હોય તે ‘અનાનુપૂર્વી” કહેવાય છે. બે આકાશપ્રદેશાવગાહી દ્રયણુકાદિસ્કંધ ક્ષેત્રાપેક્ષયા અવકતવ્યક કહેવાય છે. ત્રણ આકાશપ્રદેશાવગાહી ઘણા સ્કંધો ‘આનુપૂર્વીઓ' આ બહુવચનાન્ત પદના વાચ્યાર્થરૂપ વિવક્ષિત છે. એક આકાશપ્રદેશાવાહી ઘણા પરમાણુ-સંઘાતો ‘અનાનુપૂર્વીઓ' આ પદના વાચ્યાર્થરૂપ છે. દ્વિઆકાશપ્રદેશાવ ગાહી ઘણા સ્કંધો ‘અવકતવ્યકો’ આ પદના વાચ્ય છે. અથવા પ્રિદેશાવગાઢસ્કંધ અને એક પ્રદેશાવગાઢસ્કંધ એક આનુપૂર્વી અને એક અનાનુપૂર્વી છે. દ્રવ્યાનુપૂર્વીના પાઠની જેમ ૨૬ ભંગ અહીં પણ સમજી લેવા જોઇએ. આ પ્રકારનું વૈગમવ્યવહારનયસંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ છે. સમવતારનું સ્વરૂપ કેવું છે ? મૈગમવ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યોનો સમાવેશ ક્યાં થાય છે ? શું આનુપૂર્વીદ્રવ્યોમાં સમાવેશ થાય છે કે અનાનુપૂર્વીદ્રવ્યોમાં કે અવકતવ્યકદ્રવ્યોમાં સમાવેશ થાય છે ? આનુપૂર્વીદ્રવ્યો. આનુપૂર્વીદ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે પરંતુ અનાનુપૂર્વી અને અવકતવ્યકદ્રવ્યોમાં સમાવિષ્ટ થતાં નથી. તે રીતે ત્રણે સ્વ-સ્વસ્થાનમાંજ સમાવિષ્ટ થાય છે. આ પ્રકારનું સમવતારનું સ્વરૂપ છે. અનુગમનું સ્વરૂપ કેવું છે ? અનુગમના નવ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે-સત્પદપ્રરૂપણતા યાવત્ અલ્પ-બહુત્વ. [૧૧૭] નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યો છે કે નહીં ? નિયમથી છે. આ કથન અનાનુપૂર્વી અને અવકતવ્યદ્રવ્યો માટે પણ સમજવું નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યો શું સંખ્યાત છે કે અસંખ્યાત છે કે અનંત છે ? આનુપૂર્વીદ્રવ્યો સંખ્યાત નથી, અનંત નથી પરંતુ અસંખ્યાત છે. આ પ્રકારનું કથન અનાનુપૂર્વી અને અવકતવ્યદ્રવ્યમાટે પણ સમજવું. નૈગમ-વ્યવહારનયસંમત ક્ષેત્રાનુપૂર્વીદ્રવ્યો શું લોકના સંખ્યાતભાગમાં છે કે અસંખ્યાતમાં ભાગમાં છે ? કે યાવત્ સમસ્ત લોકમાં છે ? એક દ્રવ્યની અપેક્ષાએ આનુપૂર્વીદ્રવ્ય લોકના સંખ્યાતમાભાગ, અસંખ્યાતભાગ, સંખ્યાતભાગો, અને અસંખ્યાત બાગોમાં અને અમુક દેશોન લોકમાં પણ રહેછે. વિવિધ દ્રવ્યોની અપેક્ષાએ નિયમથી સર્વવોકવ્યાપી છે, નૈગમ-વ્યવહારનયસંમત અનાનુ- પૂર્વીદ્રવ્યના પ્રશ્નના વિષયમાં સમજવું જોઇએ કે એક દ્રવ્યની અપેક્ષાએ તે લોકના સંખ્યાતમાં ભાગમાં, સંખ્યાતમા ભાગોમાં, અસંખ્યાત ભાગોમાં કે સમસ્ત લોકને અવગાહીને રહેલ નથી પરંતુ લોકના અસંખ્યાતમા ભાગને અવગાહીને રહેલ છે. વિવિધ દ્રવ્યોની અપેક્ષાએ નિયમથી સર્વલોકમાં અવગાહીને રહેલ છે. અવકતવ્યદ્રવ્યમાટે પણ એમજ સમજી લેવું. નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યો શું સંખ્યાતમા ભાગને સ્પર્શે છે કે અસંખ્યાતમા ભાગને સ્પર્શે છે કે સંખ્યાતમા ભાગોને કે અસંખ્યાતમા ભાગોને કે સર્વલોકને સ્પર્શે છે ? એક દ્રવ્યની અપેક્ષાએ લોકના સંખ્યાતમા ભાગને, અસંખ્યાતમા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy