SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૩૫૬ ૧૦૫ કર્મસંયોગો ધનદત્ત દરિદ્ર થઇ ગયો, જ્યારે દેવદત્ત પાસે ઘણું દ્રવ્ય હતું. શ્રી ક્ષેમંકરમુનિ વિચરતા વિચરતા, તે નગરમાં આવ્યા. તેમને બધા સમાચાર મળ્યા એટલે વિચાર કર્યો કે “જો હું ભાઇના ઘેર જઇશ તો મારી બહેનને એમ થશે કે “ગરીબ હોવાથી ભાઇમુનિ મારા ઘેર ન આવ્યા અને ભાઇને ઘેર ગયા. આથી તેના મનને દુઃખ થશે.’ આમ વિચાર કરી અનુકંપાથી ભાઇને ત્યાં નહિ જતાં, બહેનને ત્યાં ગયા. ભિક્ષા વખત થતાં બહેન વિચારવા લાગી કે ‘એક તો ભાઈ, બીજા સાધુ અને ત્રીજા મહેમાન છે. જ્યારે મારા ઘેર તો કોદ્રા રાંધેલા છે, તે ભાઇમુનિને કેમ અપાય ? શાલી ડાંગરના ભાત મારે ત્યાં નથી. માટે મારી ભાભીને ઘેર કોદ્રા આપીને ભાત લઇ આવું અને મુનિને આપું.’ આ પ્રમાણે વિચાર કરીને કોદ્રા બંધુમતી ભાભીના ઘેર ગઈ અને કોદ્રા આપીને ભાત લઇને આવી. તે ભાત ભાઇ મુનિને વહોરાવ્યા. દેવદત્ત જમવા બેઠો ત્યારે બંધુમતીએ કહ્યું કે ‘આજ તો કોદ્રા ખાવાના છે,' દેવદત્તને ખબર નહિ કે મારી બહેન લક્ષ્મી કોદ્રા આપીને ભાત લઈ ગઇ છે.’ આથી દેવદત્ત સમજ્યો કે “આને કૃપણતાથી આજે કોદ્રા રાંધ્યા છે.’ આથી દેવદત્ત ગુસ્સામાં આવીને બંધુમતીને મારવા લાગ્યો અને બોલવા લાગ્યો કે ‘આજ ભાત કેમ રાંધ્યા નહિ.’ બંધુમતીબોલી કે ‘મને મારો છો શાના ? તમારી બહેન કોદ્રા મૂકીને ભાત લઈ ગઇ છે.’ આ તરફ ધનદત્ત જમવા બેઠો ત્યારે સાધુને વહોરાવતા ભાત વધેલા તે ધનદત્તની થાળીમાં પીરસ્યા. ભાત જોતાં ધનદત્તે પૂછ્યું કે “આજે ભાત ક્યાંથી ?' લક્ષ્મીએ કહ્યું કે ‘આજે મારા ભાઇ મુનિ આવેલા છે, તેમને કોદ્રા કેમ અપાય ? આથી મારી ભાભીને કોદ્રા આપીને ભાત લઇ આવી હતી. સાધુને વહોરાવતા વધ્યા તે તમને પીરસ્યા છે.’ આ સાંભળતાં ધનદત્તને ગુસ્સો આવ્યો કે ‘આ પાપિણીએ મારી લઘુતા કરી.’ અને લક્ષ્મીને મારવા લાગ્યો. લોકના મુખથી બન્ને ઘરનો વૃત્તાંત ક્ષેમંકર મુનિના જાણવામાં આવ્યો. એટલે બધાને બોલાવીને પ્રતિબોધ કરતાં કહ્યું કે ‘વસ્તુનો અદલો બદલો કરીનો લાવેલો આહાર સાધુને કહ્યું નહિ. મેં તો અજાણતા ગ્રહણ કર્યું હતું પણ અદલો બદલો કરીને લેવામાં કલહ આદિ દોષો રહેલા હોઇ શ્રી તીર્થંકર ભગવંતોએ તેવો આહાર લેવાનો નિષેધ કરેલો છે.’ લોકોત્તર પરાવર્તિત-સાધુ પરસ્પર વસ્ત્રાદિનું પરિવર્તન કરે તે તવ્ય પરાવર્તન કહેવાય. એનાથી કોઇને એમ થાય કે “મારૂં વસ્ત્ર પ્રમાણસર અને સારૂં હતું, જ્યારે આતો મોટું અને જીર્ણ છે, જાડું છે, કર્કશ છે, વજનદાર છે, ફાટેલું છે, મેલું છે, ઝાંખુ છે, ઠંડી રોકે નહિ એવું છે, આવું જાણીને મને આપી ગયો અને મારૂં સારૂં વસ્ત્ર લઈ ગયો.' આથી પરસ્પર કલહ થાય. એકને લાંબુ હોય અને બીજા ને ટુંકું હોય તો બારોબાર અદલોબદલો નહિ કરતાં આચાર્ય કે ગુરુ પાસે બન્નેએ વાત કરીને પોતપોતાનાં વસ્ત્ર મૂકવાં. એટલે ગુરુ જાતે જ અદલો બદલો કરી આપે, જેથી પાછળથી કલહ વગેરે થાય નહિ. આ રીતે અમુક વસ્ત્ર આપીને તેના બદલે પાત્રાદિનો અદલો-બદલો કરે તે અન્યદ્રવ્ય લોકોત્તર પરાવર્તિત કહેવાય. [૩૫૭-૩૭૫] સાધુને વહોરાવવા માટે સામે લાવેલો આહાર આદિ તે અભ્યાતદોષવાળો કહેવાય. સાધુ રહેલા હોય તે ગામમાંથી કે બીજા ગામથી ગૃહસ્થ સાધુને આપવા માટે ભિક્ષાદિ લાવે તેમાં ઘણા દોષો રહેલા છે. લાવવાનું પ્રગટ, ગુપ્ત વગેરે ઘણા પ્રકારે હોય. મુખ્ય બે ભેદ. ૧. અનાચીર્ણ અને ૨. આચીર્ણ. અનાચીર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy