________________
સૂત્ર-૭૦ કહેવો નય- અનંત ધમત્મિક વસ્તુના એક અંશને મુખ્યરૂપે ગ્રહણ કરનારક બોધ.
[૭૦] ઉપક્રમનું સ્વરૂપ કેવું છે? ઉપક્રમના છ પ્રકાર વર્ણવ્યા છે. તે આ પ્રમાણે - નામઉપક્રમ, સ્થાપના ઉપક્રમ, દ્રવ્યઉપક્રમ, ક્ષેત્રઉપક્રમ, કાળઉપક્રમ અને ભાવઉપક્રમ. નામઉપક્રમ અને સ્થાપનાઉપક્રમનું સ્વરૂપ નામ અને સ્થાપનાઆવશ્યક મુજબ જાણવું. દ્રવ્યઉપક્રમનું સ્વરૂપ કેવું છે ? દ્રવ્યઉપક્રમના બે પ્રકાર વર્ણવ્યા છે. તે આ પ્રમાણેઆગમદ્રવ્યઉપક્રમ અને નોઆગમદ્રવ્યઉપક્રમ ઈત્યાદિ પૂર્વવતુ જાણવું. યાવતું જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યઉપક્રમના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે. (૧) સચિત્તદ્રવ્યઉપક્રમ (૨) અચિત્તદ્રવ્યઉપક્રમ (૩) મિશ્રદ્રવ્યઉપક્રમ.
[૭૧-૭૪] સચિત્તદ્રવ્યઉપક્રમનું સ્વરૂપ કેવું છે? સચિત્તદ્રવ્યઉપક્રમના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે, તે આ પ્રમાણે- દ્વિપદ-મનુષ્યાદિ દ્રવ્યોનો ઉપક્રમ ચતુષ્પદચારપગવાળા પશુઆદિ દ્રવ્યોનો ઉપક્રમ અપદ પગ નથી તેવા એ કેન્દ્રિય વૃક્ષાદિ દ્રવ્યોનો ઉપક્રમ. તે પ્રત્યેક ઉપક્રમના પણ બન્ને પ્રકાર છે, તે આ પ્રમાણે- પરિકર્મ દ્રવ્યઉપક્રવસ્તુવિનાશદ્રવ્યઉપક્રમ- દ્વિપદદ્રવ્યોપક્રમનું સ્વરૂપ કેવું છે ? દ્વિપદદ્રવ્યોપક્રમ તે નટો, નર્તકો, જલ્લો (દોરડા ઉપર ખેલ કરનાર), મલ્લો, મૌષ્ટિકો (મુષ્ટિઓનો પ્રહાર કરનાર મલ્લો), વિદૂષકો, કથાકારો, પ્લવકો (નદીને પાર કરવાની ક્રિયામાં અભ્યસ્ત), ભાંડો(રાસલીલા કરનાર), આખ્યાયકો (શુભાશુભ બતાવનાર), લેખો-(મોટા વાંસપર આરોહણ કરનાર), મંખો-(ચિત્રપટાદિને હાથમાં રાખી ભીખ માંગનારા), તૂણિકો(તંતુવાદ્યો વગાડનાર), તુંબવણિકો-(તુંબડીની વીણા વગાડનારા), કાવડીયાઓ તથા માગધો-મંગળપાઠકો આદિનો શરીરવર્ધક અને વિનાશ કરવારૂપ જે ઉપક્રમઆયોજન છે તે દ્વિપદદ્રવ્યોપક્રમ છે. ચતુષ્પદોક્રમનું સ્વરૂપ કેવું છે ? ચોપગાઅશ્વ, હાથી આદિ પશુઓને સારી ચાલ ચાલવાની શિક્ષા દેવરૂપ તથા તલવારાદિથી વિનાશરૂપ ઉપક્રમને ચતુષ્પદોપક્રમ કહે છે. અપદ્રવ્યોક્રમનું સ્વરૂપ કેવું છે ? આમ્ર, આમ્રતકવૃક્ષ અને તેના ફળની વૃદ્ધિ અને વિનાશ સંબંધી ઉપક્રમને અપદઉપક્રમ કહે છે. આ પ્રમાણે સચિત્તદ્રવ્યોપક્રમનું વર્ણન પૂર્ણ થયું.
[૭૫-૭૬] અચિત્તદ્રવ્યોપક્રમનું સ્વરૂપ કેવું છે ? ખાંડ, ગોળ, રાબાદિ પદાર્થોમાં મધુરતાની વૃદ્ધિ કરવારૂપ અને પદાર્થનો સર્વથા વિનાશ કરવારૂપ જે ઉપક્રમ છે તે અચિત્તદ્રવ્યોપક્રમ છે. મિશ્રદ્રવ્યોપક્રમનું સ્વરૂપ કેવું છે? સ્થાસક-અશ્વને શણગારવાનું આભૂષણ, દર્પણ-બળદને શણગારવાનું આભૂષણ આદિથી આભૂષિત અશ્વાદિને શિક્ષણ આપવારૂપ અથવા નાશ કરવારૂપ જે ઉપક્રમ છે તે મિશ્રદ્રવ્યોપક્રમ છે. આ રીતે જ્ઞાયકશરીર-ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યોપક્રમનું સ્વરૂપ વર્ણવ્યું. આ રીતેનો આગમદ્રવ્યોપક્રમનું નિરૂપણ કર્યું અને દ્રવ્યોપમનું વર્ણન પણ પૂર્ણ થયું.
[૭૭-૭૮] હળ અને કુલિક વડે ખેતરને બી વાવવા યોગ્ય બનાવવા અથવા બીજોત્પાદનને અયોગ્ય બનાવવારૂપ જે ઉપક્રમ- તે ક્ષેત્રોપક્રમ છે. કાલોપક્રમનું સ્વરૂપ કેવું છે? નાલિકા કીલ આદિ સાધનો વડે કાળનું યથાવત્ પરિજ્ઞાન થાય તે પરિકર્મકાલોપક્રમ છે અને નક્ષત્રોની ચાલવડે કાળનો નાશ તે વસ્તુવિનાશરૂપ ક્ષેત્રોપક્રમ છે.
[૭૭] ભાવોપક્રમનું સ્વરૂપ કેવું છે ? ભાવોપક્રમના બે પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણે- આગમભાવપક્રમ નોઆગમભાવીક્રમ. જ્ઞાયક-ઉપક્રમ શબ્દના અર્થનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org