________________
સૂત્ર -૧૫૦
અંગમાં ચ૨ણ-ક૨ણની પ્રરૂપણા કરી છે. વિપાક સૂત્રના વિષયનું વર્ણન થયું.
[૧૫૦] દિશ્ચિવાય સૂત્રમાં કયા વિષયનું વર્ણ છે ? દિવિાય સમસ્ત ભાવોની પ્રરૂપણા કરી છે. તે સંક્ષેપથી પાંચ ભાગોમાં વિભક્ત છે; જેમકે પરિકર્મ, સૂત્ર, પૂર્વગત, અનુયોગ, ચૂલિકા. પરિકર્મના કેટલા પ્રકાર છે ? પરિકર્મના સાત પ્રકાર વર્ણવ્યા છે. જેમકે સિદ્ધશ્રેણિકા પરિકર્મ મનુષ્ય-શ્રેણિકા પરિકર્મ પૃષ્ટ શ્રેણિકા પરિકર્મ અવગાઢ શ્રેણિકા પરિકર્મ ઉપસંપાદન શ્રેણિકા પરિકર્મ, વિપ્રજહશ્રેણિકા પરિકર્મ, ચ્યુતાચ્યુત, શ્રેણિકા પરિકર્મ. સિદ્ધશ્રેણિકા પરિકર્મના કેટલા પ્રકાર છે ? સિદ્ધશ્રેણિકા પરિકર્મના ચૌદ પ્રકાર છે; જેમકે-માતૃકાપદ, એકાર્થકપદ, અર્થપદ, પૃથગાકાશપદ, કેતુભૂત, રાશિબદ્ધ, એકગુણ, દ્વિગુણ, ત્રિગુણ, કેતુભૂત, પ્રતિગ્રહ, સંસાર પ્રતિગ્રહ, નંદાવર્ત, સિદ્ધાવર્ત. આ રીતે સિદ્ધશ્રેણિકા પરિકર્મ છે. મનુષ્યશ્રેણિકા પરિકર્મના કેટલા પ્રકાર છે ? મનુષ્યશ્રેણિકા પરિકર્મના ચૌદ પ્રકાર વર્ણવ્યા છે; જેમકે- માતૃકાપદ, એકાર્થક પદ, અર્થપદ, પૃથગાકાશપદ, કેતુભૂત, રાશિબદ્ધ, એકગુણ, દ્વિગુણ, ત્રિગુણ, કેતુભૂત, પ્રતિગ્રહ, સંસાર પ્રતિગ્રહ, નન્દાવર્ત, મનુષ્યાવર્ત. આ રીતે મનુષ્યશ્રેણિકા પરિકર્મ છે. પૃષ્ઠશ્રેણિકા પરિકર્મના કેટલા પ્રકાર છે ? પૃષ્ટશ્રેણિકા પરિકર્મના ૧૧ ભેદો વર્ણવ્યા છે; જેમકે- પૃથગાકાશ પદ, કેતુભૂત, રાશિબદ્ધ, એકગુણ, દ્વિગું, ત્રિગુણ, કેતુભૂત, પ્રતિગ્રહ, સંસાર પ્રતિગ્રહ, નંદાવર્ત, પૃષ્ટાવત. આ રીતે પૃષ્ટશ્રેણિકા પરિકર્મ છે. અવગાઢ શ્રેણિકા પરિકર્મના કેટલા પ્રકાર છે ? અવગાઢ શ્રેણિકા પરિકર્મના ૧૧ પ્રકા૨ વર્ણવ્યા છે; જેમકે- પૃથગા-કાશ પદ, કેતુભૂત, રાશિબદ્ધ, એકગુણ, દ્વિગુણ, ત્રિગુણ, કેતુભૂત, પ્રતિગ્રહ, સંસાર પ્રતિગ્રહ, નન્દાવર્ત, અવગાઢાવતું. આ અવગાઢ શ્રેણિકા પરિકર્મ છે. ઉપસમ્પાદનશ્રેણિકા પરિકર્મના કેટલા પ્રકાર છે ? ઉપસમ્પાદનશ્રેણિકા પરિકર્મના ૧૧ પ્રકાર વર્ણવ્યા છે; જેમકે- પૃથગાકાશ પદ કેતુભૂત રાશિબદ્ધ એક ગુણ દ્વિગુણ ત્રિગુણ કેતુભૂત પ્રતિગ્રહ સંસાર પ્રતિગ્રહ નન્દાવર્ત ઉપસમ્પાદનાવર્ત. આ ઉપસમ્મદના શ્રેણિકા પરિકર્મ છે. વિપ્રજહત્ શ્રેણિકા પરિકર્મના ૧૧ પ્રકા૨ વર્ણવ્યા છે; જેમકેપૃથગાકાશ પદ, કેતુભૂત, રાશિબદ્ધ, એકગુણ, દ્વિગુણ, ત્રિગુણ, કેતુભૂત, પ્રતિગ્રહ, સંસારપ્રતિગ્રહ, નન્દાવર્ત, વિપ્રજહદાવર્ત. આ વિપ્રજહત શ્રેણિકા પરિકર્મ છે. ચ્યુતાચ્યુત શ્રેણિકા પરિકર્મના કેટલા પ્રકાર છે ? ચ્યુતાચ્યુત શ્રેણિકા પરિકર્મના ૧૧ પ્રકાર વર્ણવ્યા છે, જેમકે- પૃથગાકાશપદ, કેતુભૂત, રાશિબદ્ધ, એકગુણ, દ્વિગુણ,ત્રિગુણ, કેતુભૂત, પ્રતિગ્રહ, સંસારપ્રતિગ્રહ, નન્દાવર્ત, ચ્યુતાચ્યુતાવર્ત. આ ચ્યુતારયુત શ્રેણિકા પરિકર્મ છે. આદિના છ પરિકર્મ ચાર નયોના આશ્રયે કહેવાયા છે અને સાત પરિકર્મમાં ઐરાશિક દર્શનનું દિગ્દર્શન કરાવ્યું છે. આ રીતે પરિકર્મના વિષયનું વર્ણન કર્યું.
સૂત્રરૂપ દષ્ટિવાદના કેટલા પ્રકાર છે ? સૂત્ર’રૂપ દૃષ્ટિવાદના ૨૨ પ્રકાર પ્રતિપાદન કર્યા છે, જેમકે- ૠજુસૂત્ર,પરિણતાપરિણત, બહુભંગિક, વિજયચરિત, અનન્તર, પરંપર, આસાન, સંયૂથ, સમ્મિત્ર, યથાવાદ, સ્વસ્તિકાવર્ત, નન્દાવર્ત, બહુલ, પૃષ્ટાપૃષ્ટ, વ્યાવર્ત એવંભૂત દ્વિકાવર્ત, વર્તમાનપદ, સમભિરુ, સર્વતોભદ્ર, પ્રશિષ્ય, દુષ્પ્રતિગ્રહ. આ ૨૨ સૂત્ર છિત્રચ્છેદ-નયવાળા, સ્વસમય સૂત્ર-પરિપાટી અર્થાત્ સ્વદર્શનની વ્યક્તવ્યતાને. આજ ૨૨ સૂત્ર આજીવક ગોશાલકના દર્શનની દૃષ્ટિથી અછિત્રચ્છેદ નય વાળા છે. આ રીતે આજ સૂત્ર બૈરાશિક સૂત્રપરિપાટીથી ત્રણ નય યુક્ત છે, અને
Jain Education International
For Private & Personal Use Only
૨૯૫
www.jainelibrary.org