SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ Fa અનુઓગદારાઈ - (૨૯૯) પ્રતરક્ષેત્રમાં આવેલી શ્રેણી-રાશિના દ્વિતીય વર્ગમૂળને ધન ક૨વાથી જે શ્રેણીઓ થાય તેની બરાબર બવેક્રિયશરીરો છે. નારકોમાં જે મુક્તવૈક્રિયશરીરોની સંખ્યા મુક્તઔદારિકની જેમજ સમજી લેવી. ના૨કજીવોના આહારક-શરીર કેટલા હોય છે ? બે પ્રકારના છે. બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ આહારકશરીર છે તે નારકોમાં નથી હોતાં. મુક્ત આહારકશરીરોની સંખ્યા મુક્તઔદારિક શરીર પ્રમાણે જ જાણવી. નાકજીવોના બદ્ધ અને મુક્તતૈજસશરીરો તેમજ કાર્મકણશરીરોની સંખ્યા બદ્ધ અને મુક્તવૈક્રિયશરીરોની સંખ્યા સદશ જાણવી. અસુરકુમારોના ઔદાદરકશરીરો કેટલાં છે ? બદ્ધઔદારિકશરીર હોતા નથી અને મુક્ત ઔરિકશરીર અનંત હોય છે. અસુરકુમારોના વૈક્રિય–શરીરો કેટલા હોય છે ? બે પ્રકારના છે. બદ્ધ અને મુક્ત તેમાં જે બદ્ધવૈક્રિયશરીર છે તે અસંખ્યાત છે. ક્ષેત્રની અપેક્ષાએ પ્રતરના અસંખ્યાતમાં ભાગમાં વર્તમાન વિખંભસૂચિરૂપ અસંખ્યાત શ્રેણીઓના જેટલા પ્રદેશો હોય છે તેટલા બદ્ધવૈક્રિયશરીરો હોય છે. વિકભસૂચિ અંકુલના પ્રથમ વર્ગમૂળના અસંખ્યેય ભાગમાં હોયછે. અસુરકુમારોના જે મુક્ત-વૈક્રિયશરીરોની સંખ્યા મુક્તઓદારિકશરીરો જેટલી જ છે. અસુરકુમારોના આહારક શરીરો કેટલા કહેવામાં આવ્યા છે ? બે પ્રકારના છે. બમુક્ત. આ બંને પ્રકારના આહારકશરીરોની સંખ્યા ઔદારિકશરીરની જેમ જાણવી. બદ્ધ અને મુક્ત વૈક્રિયશરીર તેમજ જાણવા જોઈએ. અસુરકુમારોમાં આ પાંચશરીરોની સંખ્યા જે પ્રમાણે કહેવામાં આવી છે તેજ પ્રમાણે યાવત્ સ્તનિતકુમારસુધીના ભવનપતિઓના શરીરોની સંખ્યા જાણવી. પૃથ્વીકાયિક જીવોનાઔદારિકશરીરો કેટલા છે ? બે પ્રકારનાં છે.બદ્ધ અને મુક્ત. પૃથ્વીકાયિકજીવોના આ બંને શરીરોની સંખ્યા બદ્ધ અને મુક્ત સામાન્ય ઐદારિકશરીરો જેટલીજ જાણવી. પૃથ્વીકાયિક જીવોના વૈક્રિયશરીરો કેટલા છે ? બે પ્રકારનાં છે, તે આ પ્રમાણે- બદ્ધ અને મુકત. તેમાં બદ્ધવૈક્રિયશરીર પૃથ્વીકાયિકજીવોને હોતા નથી. મુક્તવૈક્રિયશરીરોની સંખ્યા સામાન્ય મુક્ત. ઔદારિક શરીર પ્રમાણે જાણવી. આહારક શરીરો વિશે પણ આજ પ્રમાણે જાણવું કે બદ્ધ અને મુક્ત તૈજસ અને કાર્મણશરીરોની સંખ્યા બદ્ધ અને મુક્ત ઓદારિકશરીરોની જેમ જ જાણવી. પૃથ્વીકાયિક જીવોના શરીરોની જેમજ અાયિક જીવો અને તેજસ્કાયિક જીવોના શરીરોની સંખ્યા જાણવી. વાયુકાયિક જીવોના ઔદારિકશરીરો કેટલા છે ? બે પ્રકારના છે. બદ્ધ અને મુક્ત. વાયુકાયિક-જીવોના આ બંને પ્રકારના શરીરો પૃથ્વીકાયિક જીવોના ઔદારિક શરીરો પ્રમાણે જાણવા. વાયુકાયિક જીવોમાં વૈક્રિયશરીરો કેટલાં છે ? બે પ્રકારના છે. બદ્ધ અને મુક્ત. તેમાં જે બવૈક્રિયશરીરો છે તે અસંખ્યાત છે. વાયુકાયિક જીવોના મુક્ત વૈયિશરીરો, બજ્ર અને મુક્ત આહારકશરીરો પૃથ્વીકાયિક જીવોના શરીરો પ્રમાણે જાણવા. બદ્ધ અને મુક્ત તૈજસ અને કાર્યણ શરીરો પણ પૃથ્વીકાયિક જીવોના શરીર પ્રમાણે જ જાણવા. વનસ્પતિકાયિક જીવોના ઔદારિક, વૈક્રિય, આહારકશરીરો પૃથ્વીકાયિક જીવોના શરીરોના સદશ જાણવા. વનસ્પતિકાયિક જીવોના તેજસ અને કાર્મણશરીરો કેટલા છે ? સામાન્ય તૈજસ અને કાર્યણશરીરો પ્રમાણે જાણવા. દ્વીન્દ્રિય જીવોના ઔદાકિશરીરો કેટલા કહેવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy