________________
e
પિંડનિજુત્તિ-(૫૮) [૫૮-૬૧]વનસ્પતિકાયપિંડ-સચિત્ત, મિશ્ર, અચિત્ત. સચિત્ત બે પ્રકારેનિશ્ચયથી અને વ્યવહારથી.નિશ્ચયથી સચિત્ત-અનંતકાય વનસ્પતિ. વ્યવહારથી સચિત્તપ્રત્યેક વનસ્પતિ. મિશ્ર ચીમળાએલાં ફળ, પત્ર, પુષ્પ આદિ, ચાળ્યા વગરનો લોટ, ખાંડેલી ડાંગર વગેરે. અચિત્ત-શસ્ત્ર આદિથી પરિણત થયેલ વનસ્પતિ. અચિત્ત વનસ્પતિનો ઉપયોગ સંથારો, કપડાં, ઔષદ આદિમાં ઉપયોગ થાય છે.
[૩-૬૭ બેઈન્દ્રિયપિંડ, તેઈન્દ્રિયપિંડ, ચઉરિદ્રિયપિંડ, પચેન્દ્રિયપિંડ. આ બધા એક સાથે પોતપોતાના સમુહરૂપ હોય ત્યારે પિંડ કહેવાય છે. તે પણ સચિત્ત, મિશ્ર, અને અચિત્ત ત્રણ પ્રકારે હોય છે. અચિત્તનું પ્રયોજન. બેઈન્દ્રિયચંદનક, શંખ, છીપ આદિ સ્થાપના, ઔષધ વગેરે કાર્યોમાં. તે ઈન્દ્રિય-ઉધહીની માટી વગેરે. ચ6રિદ્રિય-શરીર આરોગ્ય માટે, ઉલ્ટી વગેરે કાર્યમાં માખીની આધાર વગેરે. પંચેન્દ્રિય પિંડ-ચાર પ્રકારે, નારકી, તીર્થંચ, મનુષ્ય અને દેવ. નારકીનો વ્યવહાર કોઈ રીતે થઈ શકતો નથી. તીર્થંચ પંચેન્દ્રિયનો ઉપયોગ-ચામડું હાડકાં, વાળ, દાંત, નખ, રોમ, શીંગડાં, વિષ્ટા, મુત્ર આદિનો કારણ પ્રસંગે ઉપયોગ કરાય છે. તથા વસ્ત્ર, દૂધ, દહીં, ધી આદિનો ઉપયોગ કરાય છે. મનુષ્યનો ઉપયોગ-સચિત્ત મનુષ્યનો ઉપયોગ દીક્ષા આપવામાં તથા માર્ગ આદિ પૂછવા માટે મિશ્ર મનુષ્યનો ઉપયોગ રસ્તો આદિ પૂછવા માટે. અચિત્ત મનુષયની ખોપરી વેશ પરિવર્તન આદિ કરવા માટે કામ પડે, તથા ધસીને ઉપદ્રવ શાંત કરવા માટે. દેવનો ઉપયોગ-તપસ્વી કે આચાર્ય પોતાનું મૃત્યુ આદિ પૂછવા માટે, તથા શુભાશુભ પૂછવા માટે કે સંઘ સંબંધી કોઈ કાર્ય માટે કરે.
૬૮-૮૩)ભાવપિંડ બે પ્રકારે છે-૧ પ્રશસ્ત, ૨ અપ્રશસ્ત. પ્રશસ્ત એક પ્રકારથી દશ પ્રકાર સુધીનો છે. પ્રશસ્ત ભાવપિંડ- એક પ્રકાર તે સંયમ. બે પ્રકાર તે જ્ઞાન અને ચારિત્ર. ત્રણ પ્રકાર તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર. ચાર પ્રકાર તે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. પાંચ પ્રકાર તે ૧- પ્રાણાતિપાત વિરમણ, ૨ મૃષાવાદ વિરમણ, ૩ અદત્તાદાન વિરમણ, ૪ મૈથુન વિરમણ, અને ૫ પરિગ્રહ વિરમણ. છ પ્રકાર તે ઉપર મુજબ પાંચ અને ૬ રાત્રિ ભોજન વિરમણ. સાત પ્રકાર તે સાત પિડેષણા, સાત પાણેષણા, સાત અવગ્રહ પ્રતિમા. આમાં સાત પિવૈષણા તે સંસૃષ્ટ, અસંસૃષ્ટ, ઉદ્ધત, અલ્પલેપ, અવગૃહીત, પ્રગૃહીત, સંસૃષ્ટ-હાથ અને પાત્ર ખરડાયેલું, અસંસૃષ્ટ-હાથ અને પાત્ર નહિ ખરડાયેલું, ઉદ્ધત-તપેલી આદિમાં કાઢેલું, અલ્પલેપ સેકેલા ચણા વગેરે અવગૃહીત-ભોજન માટે લીધેલું, પ્રગહિત-હાથમાં કોળીયો લીધેલો, ઉઝિતધર્મ-નાખી દેવા જેવી.
સાત અવગ્રહ પ્રતિમા તે-વસતિ સંબંધી ગ્રહણ કરવામાં જુદા જુદા અભિગ્રહ રાખે છે. જેમકે-૧ “આવા પ્રકારનો ઉપાશ્રય ગ્રહણ કરીશ.” આ પ્રમાણે પહેલાં વિચાર કરીને તેવા પ્રકારનો ઉપાશ્રય વાચીને ઉતરે છે. હું બીજાને માટે વસતિ માગીશ અને બીજાએ ગ્રહણ કરેલી વસતિમાં હું રહીશ. હું બીજાને માટે વસતિ માગીશ. પણ બીજાએ માગેલી વસતિમાં હું રહીશ નહિ. હું બીજાને માટે અવગ્રહ માગીશ નહિ પરંતુ બીજાના અવગ્રહમાં રહીશ. હું મારો અવગ્રહ માગીશ પણ બીજાને માટે નહિ માગું. હું જેની પાસેથી અવગ્રહ માગીશ તેના ત્યાંનું જ સસ્તારક ગ્રહણ કરીશ, નહિતર ઉભા ઉભા અથવા ઉત્કટુક આસને રહીશ. ઉપરની છઠ્ઠી પ્રમાણે જ, વિશેષમાં શિલાદિ જે પ્રમાણે સંસ્તારક હશે તેનો તે જ પ્રમાણે ઉપયોગ કરીશ, બીજો નહિ આઠ પ્રકાર તે આઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org