________________
ગાથા-૮૯
૮૩ પ્રવચન માતા. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ. નવ પ્રકારે તે-નવ બ્રહ્મચર્યની વાડ. દસ પ્રકારે તે ક્ષમા આદિ દશ પ્રકારનો યતિધર્મ. આ દશ પ્રકારનો પ્રશસ્ત ભાવપિંડ શ્રી તીર્થકર ભગવંતોએ કહેલો છે.
અપ્રશસ્ત ભાવપિંડ એક પ્રકાર તે અસંયમ (વિરતિના અભાવરૂ૫) બે પ્રકારે તે-અજ્ઞાન અને અવિરતિ. ત્રણ પ્રકારે તેનમિત્ત્વ, અજ્ઞાન અને અવિરતિ. ચાર પ્રકારે તે-ક્રોધ, માન, માયા અને લોભ. પાંચ પ્રકારે તે-પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તદાન, મૈથુન અને પરિગ્રહ. છ પ્રકારે તે–પૃથ્વીકાય-અપકાય તેઉકાય-વાયુકાય વનસ્પતિકાય અને ત્રસકાયની વિરાધના સાત પ્રકારે તે-આયુષ્ય સિવાય સાત કર્મોનાં બંધના કારણભૂત અધ્યવસાયો. આઠ પ્રકારે તે-આઠે કર્મોના બંધના કારણભૂત. અધ્યવસાયો. નવ પ્રકારે તે બ્રહ્મચર્યની નવ ગુપ્તિનું પાલન ન કરવું તે. દશ પ્રકારે તે ક્ષમા આદિ દશ યતિધર્મનું પાલન ન કરવું તે. અપ્રશસ્ત અને પ્રશસ્ત ભાવપિંડ જે પ્રકારના ભાવપિંડથી જ્ઞાનાવરણાદિ કર્મો બંધાય તે અપ્રશસ્ત ભાવપિંડ કહેવાય અને જે પ્રકારના ભાવપિંડથી જ્ઞાનાવરણાદિ કર્મોને ક્ષય થાય આત્મા કર્મોથી મૂકાય મુક્ત થતો જાય તે પ્રશસ્ત ભાવપિંડ જાણવો. અહીં એકાદિ પ્રકારોને પિંડ શી રીતે કહેવાય ? આ શંકાના સમાધાનામાં સમજવું કે તે તે પ્રકારને આશ્રીને તેના અવિભાગ્ય અંશસમૂહને પિંડ કહેવામાં આવે છે. અથવા આ બધાથી પરિણામભાવે જીવને શુભાશુભ કર્મપિંડ બંધાતો હોવાથી તે ભાવપિંડ કહેવાય છે. અહીં આપણે પ્રશસ્ત ભાવપિંડ અને શુદ્ધ અચિત્ત દ્રવ્યપિંડથી કાર્ય છે, કારણ કે મોક્ષના અર્થી જીવોને આઠ પ્રકારની કર્મરૂપ બેડીઓ તોડવા માટે પ્રશસ્ત ભાવપિંડ જરૂરી છે. તેમાં અચિત્ત. દ્રવ્યપિંડ એને સહાયક બને છે, તેથી એ વિશેષ જરૂરી છે.
[-૧૦૮] મુમુક્ષુઓને જીવનમાં પ્રાપ્ત કરવા યોગ્ય માત્ર મોક્ષ જ છે, તે મોક્ષનું કારણ સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્ર છે અને તે મોક્ષના કારણરૂપ દર્શન જ્ઞાન અને ચારિત્રનું કારણ શુદ્ધ આહાર છે. આહાર વગર ચારિત્રશરીર ટકી શકે નહિ. ઉગમાદિ દોષવાળો આહાર ચારિત્રનો નાશ કરનાર છે. શુદ્ધ આહાર મોક્ષના કારણરૂપ બને છે, જેમ તંતુ (સુતર) વસ્ત્રનું કારણ છે અને તંતુનું કારણ રૂ છે, એટલે રૂમાંથી સુતર બને છે અને સુતરથી વસ્ત્ર વણાય છે, તેમ શુદ્ધ આહારથી દર્શન, જ્ઞાન, ચારિત્રની શુદ્ધિ થાય અને દર્શન, જ્ઞાન, ચારિત્રની શુદ્ધિથી જીવનો મોક્ષ થાય. આ માટે સાધુએ ઉગમ ઉત્પાદનાદિ દોષથી રહિત આહાર ગ્રહણ કરવો જોઇએ.
તેમાં ઉદ્દગમના સોળ દોષો છે. તે આ પ્રમાણે- આઘાકર્મ-સાધુને માટે જ જે આહાર આદિ કરવામાં આવ્યો હોય તે. ઉદેશિ- સાધુ વેગેરે બધા ભિક્ષાચરોને ઉદેશીને આહાર આદિ કરવામાં આવેલ હોય તે. પૂતિકર્મ- શુદ્ધ આહારની સાથે અશુદ્ધ આહાર ભેગો કરવામાં આવ્યો હોય તે. મિશ્ર-શરૂઆતથી ગૃહસ્થ અને સાધુ બન્નેને માટે તૈયાર કરવામાં આવ્યો હોય તે. સ્થાપના-સાધુને માટે આહારાદિ રાખી મૂકવા તે. પ્રાભૃતિકા-સાધુને વહોરાવવાનો લાભ મળે તે હેતુથી લગ્ન વગેરે પ્રસંગ વહેલા કે મોડાં કરવાં તે. પ્રાદુ સ્કરણ-સાધુને વહોરાવવા માટે અંધારું દૂર કરવા બારી, બારણાં ખોલવા અથવા વીજળી, દીવા વગેરેનો પ્રકાશ કરવો તે. કીત-સાધુને વહોરાવવા માટે વેચાતું લેવું તે. પ્રામિય-સાધુને વહોરાવવા માટે ઉધારે લાવવું તે. પરિવર્તિત-સાધુને વહોરાવવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org