SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ દસયાલિય-પ/૧/૧૭૪ દૂર ફેંકે નહિ. કે મોઢેથી ઉછાળીને ફેંકે નહિ. પરંતુ એકાંતમાં જાય અને ત્યાં નિર્જીવ જગ્યા તપાસીને યતનાપૂર્વક તે વસ્તુને ત્યાં મૂકી દે, પાછો ફરી ઈયપથક પ્રતિક્રમે અને જે પોતાના સ્થાને પહોંચ્યા પછી ભિક્ષા વાપરવાની ઈચ્છા રાખે તો ભિક્ષાસહિત આવીને તે પહેલા ભોજન કરવાની જગ્યાનું પ્રતિલેખન કરે અને પછી વિનયપૂર્વક તે સ્થાનમાં પ્રવેશ કરીને ગુરૂની સમીપ આવી ઈયપિથિકી પ્રતિક્રમે. પછી તે ભિક્ષુ આહાર પાણી લેવા જતાં કે ત્યાંથી પાછા ફરતાં જે કઈ અતિચાર કર્યા હોય તે બધાને ક્રમપૂર્વક યાદ કરી લે. સરળ બુદ્ધિવાળો શાંત ચિત્તવાળો તે મુનિ આહાર પાણી કેવી રીતે મેળવ્યા ? ઈત્યાદિ બધુ વ્યાકુળતા રહિત ગુરૂ સમક્ષ સ્પષ્ટ કહે પહેલાં કે પછી થયેલા દોષોની. કદાચિતું તે વખતે બરાબર આલોચના ન થઈ હોય તો ફરીથી તેનું પ્રતિક્રમણ કરે અને તે કાયોત્સર્ગ કરી આવું ચિંતન કરે કે અહો ! શ્રી જિનેશ્વરોએ મોક્ષના સાધન સાધુ પુરૂષના દેહના ધારણ કરવા માટે કેવી નિદૉષવૃત્તિ દેખાડી છે? અર્થાત્ ઉપદેશેલી છે. કાયોત્સર્ગમાં ઉપરનું ચિંતન કરી નમસ્કારનું ઉચ્ચારણ કરી કાયોત્સર્ગથી નિવૃત્ત થઈ તેમજ પછી જિનેશ્વર દેવોની સ્તુતિરૂપ (લોગસ્સનો) પાઠ કરી પછી અલ્પ સ્વાધ્યાય કરીને ભિક્ષ ક્ષણવાર વિશ્રાંતિ લે. અને વિશ્રાંતિ લઈને નિર્જરારૂપ લાભનો અર્થી તે સાધુ પોતાના કલ્યાણ માટે આ પ્રમાણે ચિંતન કરે કે “બીજા મુનિવરો મારા ઉપર અનુગ્રહ કરીને મારા આહારમાંથી થોડું લે તો હું સંસારસમુદ્રથી તરી જાઉં.” આ પ્રમાણે વિચારીને પ્રીતિપૂર્વક ક્રમશઃ બધાને આમંત્રણ કરે, જો કોઈ સાધુ આહાર કરવાની ઈચ્છા કરે તો તેની સાથે જ આહાર કરે જો કોઈ સાધુ આહાર કરવા ન ઇચ્છે તો સંયમી પોતે એકલે જ પહોળા મુખવાળા પ્રકાશિત ભાજનમાં યતનાપૂર્વક નીચે ન વેરાય. તેવી રીતે આહાર કરે ગૃહસ્થ પોતાને માટે બનાવેલું અને વિધિ પૂર્વક મેળવેલું તે ભોજન તીખું, કડવું કસાયેલું ખાટું મધુર કે ખારૂં ગમે તેવું હોય પરંતુ સંયમી ભિક્ષ તેને મધ કે ઘીની માફક પ્રેમપૂર્વક આરોગે. મળેલો આહાર નિરસ કે વિરસ હોય કે ઉત્તમ પ્રકારની શાક વગેરે સામગ્રીથી સહિત હો કે રહિત હો, સ્નિગ્ધ હોયકે શુષ્ક-લુખ્ખો હો બોરટ હો કે અડદના બાકળાનું ભોજન હો, તેમજ અલ્પ હોય કે બહુ હોય પરંતુ મળેલા આહારની કે દાતારની નિંદા ન કરે પરંતુ તે મુધાજીવી ભિક્ષુ અચિત્ત, નિર્દોષ અને સહજ મળેલા આહારને નિઃસ્વાર્થ ભાવે શાંતિ પૂર્વક આરોગે. [૧૭પી મહાપુરૂષો કહે છે કે આ દુનિયામાં કોઈ પણ બદલાની આશા વિના કેવળ નિઃસ્વાર્થ ભાવથી ભિક્ષા આપનાર દાતા અને કેવળ સંયમના નિર્વાહ માટે નિઃસ્વાર્થ ભાવે ભિક્ષા લેનાર ભિક્ષુ, એ બંને મળવા દુર્લભ છે. જે નિઃસ્વાર્થી દાતાર અને નિઃસ્વાર્થી ભિક્ષુ, હોય છે તે બંને ઉત્તમ ગતિને મળવે છે. તે પ્રમાણે હું તમને કહું છું) અધ્યયન-૫, ઉદેસા-૧ની પુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ - અધ્યયન-પ-ઉદેસઃ ૨:-) [૧૭] સંયમી ભિક્ષુ બધો આહાર, પછી તે સુગંધી હોય કે ગંધરહિત તેને પાત્રાને છેલ્લો લેપ લાગ્યો હોય ત્યાં સુધીનું બધું અંગુલીથી સાફ કરીને ખાઈલે. [૧૭૭-૧૮૧] ઉપાશ્રયમાં કે સ્વાધ્યાય કરવાના સ્થાનમાં બેઠેલ સાધુ ગોચરીમાં મેળવેલ ભોજન ભોગવતા અપયપ્તિ થાય તો અથતુ સુધા શાન્ત ન થાય તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy