________________
ગાથા - ૭૮૩ તરૂણ નપુંસક. ૩ભાગ.
૪ ભાગ.
૫ ભાગ, મધ્યમ નપુંસક. ૪ભાગ.
૫ ભાગ.
ભાગ. વૃદ્ધ નપુંસક. પ ભાગ.
૬ ભાગ.
૭ ભાગ. ૭૮૩-૮૧૧] ભાવ- લૌકિક અને લોકોત્તર, બન્નેમાં પ્રશસ્ત અને અપ્રશસ્ત. લૌકિક એટલે સામાન્ય માણસોમાં પ્રચલિત. લોકોત્તર એટલે શ્રીનિજેશ્વર ભગવંતના શાસનમાં પ્રચલિત. પ્રશસ્ત એટલે મોક્ષમાર્ગમાં સહાયક. અપ્રશસ્ત એટલે મોક્ષમાર્ગમાં સહાયક નહિ. લૌકિક દૃષ્ટાંત - કોઈ ગામમાં બે ભાઈઓ જુદા જુદા રહેતા હતા. અને ખેતી કરીને નિર્વાહ કરતાં. એકને સારી સ્ત્રી હતી, બીજાને ખરાબ સ્ત્રી હતી. જે ખરાબ સ્ત્રી હતી, તે સવારમાં વહેલી ઉઠીને હાથ, મોં વગેરે ધોઈ પોતાની કાળજી કરતી, પણ નોકરી વગેરેની કંઈ ખબર આદિ પૂછે નહિ, તેમજ તેમની સાથે કલહ કરતી હતી. આથી નોકરો વગેરે બધા ચાલ્યા ગયા. ઘરમાં રહેલું દ્રવ્ય વગેરે ખલાસ થઈ ગયું. આ લૌકિક અપ્રશસ્ત ભાગ. જ્યારે બીજાની સ્ત્રી હતી, તે નોકરો વગેરેની ખબર રાખતી, સમયે ખાવા વગેરે આપતી. પછી પોતે જમતી.કામકાજ કરવામાં પ્રેરણા કરતી. આથી નોકરી સારી રીતે કામ કરતાં અનાજ ઘણું પાડ્યું અને ઘર ધન ધાન્યથી સમૃદ્ધ બન્યું. આ લૌકિક પ્રશસ્ત ભાવ. લોકોત્તર-દ્મશત-અપ્રશસ્ત- જે સાધુ સંયમના પાલન માટે આહાર આદિ ગ્રહણ કરે છે. પણ પોતાના રૂપ બલ, કે શરીરની પુષ્ટિ માટે આહાર ગ્રહણ કરતો નથી. તેથી જે આહાર વગેરે લાગે તેનાથી આચાર્ય, બાળ, ગ્લાન, વૃદ્ધ આદિને આપીને પછી પોતે વાપરે છે, તે જ્ઞાન દર્શન ચારિત્રનો આરાધક થાય છે. આ લોકોત્તર પ્રશસ્તભાવ. જે સાધુ પોતાના વર્ગ માટે બલ માટે કે શરીરની પુષ્ટિ માટે આહાર ગ્રહણ કરે, આચાર્ય આદિની ભક્તિ ન કરે. તે જ્ઞાન દર્શન ચારિત્રનો આરાધક થઈ શકતો નથી. આ લોકત્તર અપ્રશસ્તભાવ. બેંતાલીસ દોષોથી રહિત શુદ્ધ આહાર ગ્રહણ કર્યા પછી તે આહાર જોઈ તપાસી લેવો. તેમાં કાંટા, સંસક્ત આદિ હોય, તો તે કાઢી નાખી-પરઠવીને ઉપાશ્રયમાં આવે. (નિર્યુક્તિ કમાંક ૭૯૪-૭૯૭ માથામાં ગામકાળ ભાજનનું પર્યાપ્ત પણું આદિ કથન પણ કરેલ છે.) ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં પગ પૂંજીને ત્રણ વાર નિસાહિ કહી, નમો ખમાસમણાણું કહી માથું નમાવીને નમસ્કાર કરવા. પછી જો ઠલ્લા માત્રાની શંકા હોય, તો પાત્રા બીજાને સોંપીને શંકા દૂર કરી આવીને કાઉસ્સગ્ન કરવો. સહપત્તિ રજોહરણ ચોલપહક આદિ કઈ રીતે રાખવા વગેરે વિધાન નિર્યુક્તિ ગાથાકમ ૮૦૩-૮૦૪૮૦૫માં છે) કાઉસ્સગ્નમાં ગોચરીમાં જે કોઈ દોષ લાગ્યા હોય તેનું ચિંતવન કરવું. ઉપાશ્રયમાંથી નીકળ્યા ત્યાંથી માંડી ઉપાશ્રયમાં પ્રવેશ કરે ત્યાં સુધીના દોષો મનમાં વિચારી લે. પછી ગુરુને કહી સંભળાવે. જો ગુરુ સ્વાધ્યાય કરતા હોય, સૂતેલા હોય,
વ્યાક્ષિપ્તચિત્તવાળા હોય, આહાર કે નિહાર કરતા હોય તો આલોચના ન કરે. પણ ગુરુ શાંત હોય વ્યાક્ષિપ્તચિત્તવાળા ન હોય તો ગોચરીના બધા દોષોની આલોચના કરે.
[૮૧૨-૮૨૨]ગોચરીની આલોચના કરતાં નીચેના છ દોષો લગાડવા નહિ. ન - ગોચરી આલોવતાં હાથ, પગ, ભૃકુટી, માથું, આંખ આદિના વિકાર કરવા તે. વલ - હાથ અને શરીરને વાળવા તે, ચલ - આળસ મરડતાં આલોચના કરવી અથવા ગ્રહણ કર્યું હોય તેનાથી વિપરીત આલોચના કરવી તે. ભાસં - ગૃહસ્થની ભાષાથી આલોચના કિરવી તે. મૂક-મુંગા મુગા આલોચના કરવી ઢહર - મોટા અવાજે આલોચના કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org