SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ સુત્ર-૪૪ ૩૦૭ લક, ઘોટકમુખ, શટકભદ્રિકા, કાપસિક, નાગસૂક્ષ્મ, કનકસપ્તતિ, કામશાસ્ત્ર, વૈશેષિકશાસ્ત્ર, ત્રિપિટક નામક બૌદ્ધશાસ્ત્ર, કપિલનું સાંખ્યદર્શન ચાવકદર્શન, ષષ્ઠિતંત્ર, માઠરનિમિત્તશાસ્ત્ર, પુરાણ, વ્યાકરણ, અથવા ૭૨ કળાઓના પ્રતિપાદકશાસ્ત્રો અંગ, ઉપાંગ સહિત ચાર વેદ, આ બધા લૌકિકનોઆગમભાવથુત છે. [૪૬] લોકોરિકનો આગમભાવશ્રુતનું સ્વરૂપ કેવું છે ? લોકોરિકનોઆગમાં ભાવકૃત તે છે જે જ્ઞાનવરણકર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાન અને કેવળદર્શનને ધારણ કરનાર, ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાલિક પદાર્થોને જાણનારા, સર્વજ્ઞ, સર્વદર્શી ત્રણેલોકવર્તી જીવોદ્વારા અવલોકિત, મહિત અથતુ યથાવસ્થિત ગુણોના કિીર્તનરૂપ ભાવસ્તવનથી સંસ્તુત, પૂજિત-અપ્રતિહત જ્ઞાન દર્શનને ધારણ કરનારા, અરિહંતભગવંતો દ્વારા બાર અંગવાળું આ જે ગણિપિટકછે - આચારાંગ સૂત્રકૃતાંગ સ્થાનાંગ સમવાયાંગ વિવાહપ્રજ્ઞપ્તિ જ્ઞાતાધર્મકથા ઉપાસકદશાંગ અંતકતદશાંગ અનુત્તરોપપાતિકદશાંગ દ્રષ્ટિવાદ તે લોકોત્તરિકનોઆગમભાવકૃત છે. આ નોઆગમભાવશ્રતનું સ્વરૂપ છે. આ ભાવથુતનું વર્ણન થયું. ૪િ૭-૪૯] તે શ્રતના ઉદાત્તાદિ વિવિધ સ્વરોથી યુક્ત તથા કકરાદિ અનેક વ્યંજનોથી યુક્ત એકાર્યવાચક નામો આ પ્રમાણે છે- શ્રુત- સૂત્ર-ગ્રંથ-સિદ્ધાંત શાસન આજ્ઞા-વચન-ઉપદેશ-પ્રજ્ઞાપના-આગમ- આરીતે મૃતનું નિરૂપણ સમાપ્ત થાય છે. [૫૦] સ્કન્ધનું સ્વરૂપ કેવું છે? સ્કન્ધના ચાર પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણેનામસ્કન્ધ સ્થાપના સ્કન્ધ દ્રવ્યસ્કન્ધ ભાવસ્કન્ધ. પિ૧] નામસ્કન્ધ અને સ્થાપનાસ્કન્ધનું સ્વરૂપ નામ આવશ્યક અને સ્થાપના આવશ્યકની જેમજ સમજી લેવું જોઈએ. [૫૨] દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ? દ્રવ્યસ્કન્ધના બે પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે- આગમદ્રવ્યસ્કન્ધ નોઆગમદ્રવ્યસ્કન્ધ. આગમદ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ? જે સાધુએ “સ્કન્ધ’ આ પદના અર્થને ગુરુ સમીપે શીખી લીધો છે અને ઉપયોગ સહિત છે તે આગમદ્રવ્યસ્કન્ધ છે. શેષ સર્વ દ્રવ્ય આવશ્યક મુજબ જાણવું. વિશેષતા એટલી છે કે દ્રવ્યસ્કન્ધનું કથન કરીએ ત્યારે દ્રવ્યાવશ્યકના સ્થાને દ્રવ્યસ્કન્ધ કહેવું. જ્ઞાયકશરીર-ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ? જ્ઞાયકશરીરભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યસ્કન્ધના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે સચિત્ત અચિત્ત અને મિશ્ર. [૫૩] સચિત્તદ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ? સચિત્તદ્રવ્યસ્કન્ધના અનેક પ્રકારો પ્રરૂપ્યાં છે. તે આ પ્રમાણે- હયસ્કન્ધ, ગજસ્કન્ધ, કિન્નરસ્કન્ધ, કિંજુરુષસ્કન્ધ, મહોરગસ્કન્ધ, ગંધર્વસ્કન્ધ, વૃષભસ્કન્ધ જીવનો ગૃહીત શરીર સાથે અમુકરૂપે અભેદ છે, છતાં પણ સચિત્તદ્રવ્યસ્કન્ધનો અધિકાર ચાલતો હોવાથી અહીં તે તે પયયમાં રહેલા જીવોમાંજ પરમાર્થતઃ સચેતનતા હોવાથી હયાદિ જીવોજ વિવક્ષિત થયા છે. તદધિષ્ઠિતશરીરની વિવક્ષા થઈ નથી. [૫૪] અચિત્તદ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ? અચિત્તદ્રવ્યસ્કન્ધના અનેક પ્રકાર પ્રરૂપ્યા છે. આ પ્રમાણે દ્વિદેશિક ત્રિપ્રદેશિક યાવતું દસપ્રદેશિક, સંખ્યાતપ્રદેશિક, અસંખ્યાતપ્રદેશિક, અનંતપ્રદેશિક આ અચિત્તદ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy