SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન - ૧૯ ૨૨૭ [૬૮] માતા પિતાએ કહ્યું-પુત્ર ! તું પોતાની ઈચ્છા પ્રમાણે ભલે સંયમનો સ્વીકાર કર. પણ વિશેષ વાત એ છે કે શ્રમણ્ય-જીવનમાં નિષ્પતિકર્મતા અર્થાત્ રોગ થતાં ચિકિત્સા ન કરવી એ વિકટ કષ્ટ છે. [૬૯૦-૬૯૭] માતા પિતા! તમે જે કહ્યું તે સત્ય છે પણ જંગલમાં રહેનાર નિરીહ પશુ-પક્ષીઓની ચિકિત્સા કોણ કરે છે? જેમ જંગલમાં મૃગ એકલું ફરે છે તેમજ હું પણ સંયમ અને તપ કરતો થકો એકાકી ધર્મનું આચરણ કરીશ. જ્યારે મહાવનમાં મૃગના શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે ત્યાર વૃક્ષ નીચે બેઠેલા મૃગની કોણ ચિકિત્સા કરે છે? તેને કોણ ઔષધ આપે છે? તેની કોણ ખબર પૂછે છે? તેને કોણ ખાવા-પીવા આપે છે? જ્યારે તે સ્વસ્થ થાય છે ત્યારે વનમાં જાય છે અને ખાન-પાન માટે લત્તાઓ, વેલાઓ તથા તળાવો શોધે છે. લત્તાઓ, નિકુંજે, જળાશયોમાં ખાઈ-પીને કુદકા મારતું મૃગ પોતાની મૃગચર્યા કરે છે. તેમ) રૂપ આદિમાં અપ્રતિબદ્ધ, સંયમ માટે તૈયાર ભિક્ષ, સ્વતંત્ર વિહાર કરતો થકો, મૃગચયની જેમ આચરણ કરીને મોક્ષગામી બને છે. જેમ મૃગલું એકલું અનેક સ્થાનોમાં હરે છે, ફરે છે અને ગોચયથી જીવન વિતાવે છે તેમ ગોચરી માટે ગયેલ મુનિ પણ કોઈની અવજ્ઞા કેનિંદા કરતો નથી. [૯૮-૬૯૯] “હું મૃગચયનું આચરણ કરીશ.” “પુત્ર ! જેમ તને સુખ ઊપજે તેમ કર !” આમ માતા-પિતાની અનુમતિ મેળવી, તે ઉપાધિ રૂપ પરિગ્રહને છોડે છે. હે માતા ! હું તમારી સમ્મતિથી, બધાં દુખોનો નાશ કરનાર મૃગચયનું આચરણ કરીશ. ૭િ૦૦-૭૦૧] આમ, માતા- પિતાની સમ્મતિમાટે અનેકરીતે તેમને, મહાનાગ કાંચળીને છોડીને ભાગે છે તેમ મમત્વને છોડે છે. કપડાં પરની ધૂળની જેમ, તે દ્ધિ, ધન, સ્ત્રી, પુત્ર, તથા જ્ઞાતિજનોનો છોડીને સંયમયાત્રા માટે નીકળ્યો. ૭૦૨-૭૦૭] પાંચ મહાવ્રતોથી યુક્ત, પાંચ સમિતિઓથી સમિત તથા ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત, આત્યંતર અને બાહ્ય તપમાં રક્ત- મમત્વ રહિત, અહંકાર રહિત, સંગ રહિત, ગૌરવનો ત્યાગી તથા ત્રસ-સ્થાવર જીવો તરફ સમદ્રષ્ટિ- લાભાલાભમાં, સુખ-દુઃખમાં, જીવન-મરણમાં, નિંદા-સ્તુતિમાં તથા માન-અપમાનમાં સમત્વનો સાધક ગૌરવ, કષાય, દંડ, શલ્ય, ભય, હાસ્ય તથા શોકથી નિવૃત્ત, વળી નિદાનથી અને બંધનથી મુક્ત- આ લોક અને પરલોકમાં અનાસક્ત, સૂળો ભોંકતાં કે ચન્દન લગાડતાં તથા આહાર મળે યા ન મળે, તોય સમ, અપ્રશસ્ત હેતુઓથી આવનાર કર્મ પગલનો સર્વભાવથી નિરોધક મૃગાપુત્ર અધ્યાત્મસંબંધી ધ્યાન-યોગથી પ્રશસ્ત સંયમમાં લીન થયા. ૭૦૮-૭૯] આમ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને શુદ્ધ ભાવનાઓ વડે આત્માને સારી રીતે ભાવિત કરીને તથા ઘણા વર્ષો સુધી શ્રમણધર્મ પાળીને અંતે એક માસનું અનશન કરીને અનુત્તર સિદ્ધિને પામ્યા. - [૭૧૦] સંબુદ્ધ પંડિત અને અતિ વિચક્ષણ વ્યક્તિ આમજ કરે. અથતુ. મૃગાપુત્રની જેમ કામભોગોથી નિવૃત્ત થાય છે. [૭૧૧-૭૧૨] મહાપ્રભાવશાળી, મહાયશસ્વી મૃગાપુત્રના તપપ્રધાન, ત્રિલોકવિશ્રુત તથા મોક્ષ-ગતિને પ્રાપ્ત કરનાર ઉત્તમ ચારિત્રની કથાને સાંભળીને- પરિગ્રહને દુખ દેનાર તથા મમત્વ બન્ધનને મહાભયંકર જાણીને નિર્વાણ ગુણોને પ્રાપ્ત કરાવનાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy