SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ અનુઓગદારાઈ - (૩૦૪) કરવું તે ગુણનિષ્પન્નશેષવનુમાન છે. અવવયરૂપલિંગ નિષ્પન્ન શેષવનુમાન શું છે ? શ્રૃંગથી મહિષનું, શિખાથી કુર્કટનું, વિષાણથી હાથીનું દૃષ્ટાથી વાહનું, પીંછાથી મયૂરનું ખરીઓથી ઘોડાનું, નખથી વ્યાઘ્રનું, બાલાગ્રંથી ચમરીનું, પૂછડાથી વાંદરાનું દ્વિપદથી મનુષ્યાદિનું ચતુષ્પદથી ગાયાદિનું ઘણાપગોથી ગોમિકાદિનું, કેશરાળથી સિંહનું, કકુદથી બળદનું, વલયયુકત બાહુથી, સ્ત્રીનું અનુમાન કરવું તે અવયવલિંગજન્ય શેષવત્ અનુમાન છે. [૩૦૪]પરિકરબંધન-યોદ્ધાના વિશેષપ્રકારના પોશાકથી યોદ્ધાનું જ્ઞાન થાય છે. વસ્ત્રવિશેષથી મહિલા જણાય જાય છે. સીઝી-ગયેલ એક દાણથી દ્રોણ-પાક અને એક ગાથા ઉપરથી કવિનું જ્ઞાન થઈ જાય છે. તે અવયવાલિંગજન્ય શેષવત્ અનુમાન છે. [૩૦૫]આશ્રયજન્ય શેષવત્ અનુમાન શું છે ? આશ્રયજન્ય શૈષવત્ અનુ માન આ પ્રમાણે છે ધૂમથી અગ્નિનું, બગલાઓની પંકિતથી પાણીનું, વાદળાના વિકારથી વૃષ્ટિનું, શીલના સદાચારથી કુલ-પુત્રનું અનુમાન થાય છે. આ રીતે આશ્રયથી આશ્રયીનું શેષવત્ અનુમાન છે. દષ્ટસાધસ્કૃવત્ અનુમાન તે શું છે ? બે પ્રકારનું છે. સામાન્યદષ્ટ અને વિશેષદ્દષ્ટ સામાન્યદષ્ટઅનુમાન શું છે ? -કોઈ પદાર્થ સામાન્યરૂપથી દષ્ટ હોય તે સાથે અન્ય અદષ્ટના સાધર્મનું અનુમાન કરવું તે સામાન્યદષ્ટ અનુમાન છે. જેમકે-એક પુરૂષનો આકાર જોઈ અન્ય ઘણા પુરુષોનો પણ આવો હોય છે. તેવું અનુમાન કરવું અથવા સામાન્યરૂપે ઘણાપુરુષોને જોઈ જેવા આ ઘણા પુરુષો છે તેવો એક પુરુષ હશે. જેવો એક કાપિણ-સિક્કો. તેવા અનેક કાર્યાર્પણ, જેવા અનેક કાર્પાપણ તેવો એક કાપિણ. આ સામાન્યદષ્ટઅનુમાન છે. વિશેષદષ્ટ સાધર્મવત્ અનુમાન શું છે ? વિશેષરૂપથી દષ્ટપદાર્થના સાધર્મ્સથી અદષ્ટનું અનુમાન કરવું તે વિશેષદષ્ટસાધર્માંવત્ અનુમાન છે. જેમ કોઈ પુરુષ અનેક પુરુષોની વચમાં રહેલ પૂર્વદષ્ટા પુરુષને ઓળખી લે છે કે ‘આ તેજ માણસ છે' આ અનુમાનપ્રયોગમાં પુરુષવિશેષને વિશેષરુપથી મૂકવામાં આવ્યોછે તેથી આ અનુમાન વિશેષદષ્ટ છે. તેજ રીતે ઘણા સિક્કાઓની વચ્ચમાંથી પૂર્વદષ્ટ સિક્કાને જાણી લેવો કે ‘આ તેજ સિક્કો છે. તે વિશેષદષ્ટઅનુમાનનો વિષય સંક્ષેપમાં ત્રણ પ્રકારનો હોય છે. અતીતકાળનો વર્તમાનકાળનો અને ભવિષ્યકાળનો. અતીતકાળગ્રહણ શું છે ? –વનોમાં ઉગેલઘાસ સસ્યાકુંરોથી હરિતવર્ણી થયેલી પૃથ્વી તથા કુંડ, સરોવર, નદી, દીર્ઘકા-વાવ, પ્રસિદ્ધ જળાશય વગેરેને જળથી સંપૂરિત જોઈ અતીતમાં થયેલ સુવૃષ્ટિનું અનુમાન કરવું. પ્રત્યુત્પન્નકાળથી ગ્રહણ શું છે ? ભિક્ષામાટે બહાર નિકળેલા સાધુને કે જેને ગૃહસ્થોએ પ્રચુર ભક્તપાન આપ્યું છે, તે જોઈને તેણે અનુમાન કર્યું કે ‘અહીં સુભિક્ષ છે.’ [૩૦૬-૩૦૭]અનાગતકાલગ્રહણ શું છે ? આકાશની નિર્મળતા, કૃષ્ણવર્ણવાળા પર્વતો, વિદ્યુત્સહિતમેઘ, મેઘની ગર્જના, વૃષ્ટિને નહિ રોકનાર પવનની ગતિ રક્તવર્ણવાળી સંધ્યા, આર્દ્રા, મૂળ નક્ષત્રોથી ઉત્પન્ન થયેલ અથવા રોહિણી, જ્યેષ્ઠા, આદિ નક્ષત્રોવડે ઉત્પન્ન થયેલ ઉત્પાતને અથવા અન્ય ઉત્પાતોને, દિગ્દાહ, ઉલ્કાપાત વગેરે ઉપદ્રવો કે જે વૃષ્ટિના પ્રશસ્ત નિમિત્તો છે તે જોઈને અનુમાન કરવું ‘સુવૃષ્ટિ થશે.’ આ અનુમાન અનાગતકાળગ્રહણ અનુમાનછે. આ ઉદ્ગતતૃણ, વાદિ પૂર્વોક્ત લિંગની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy