________________
૩૩૪
અનુગદારાઈ-(૧૨) ક્ષીણભોગાંતરાય ક્ષીણઉભોગાન્તરાય, ક્ષથીણવીયન્તરાય, અનંતરાય, નિરન્તરાય, ક્ષીણાન્તરાય (આ નામો અંતરાયકર્મથી વિમુક્ત થવાની અપેક્ષાએ છે). આઠે કર્મના ક્ષયની અપેક્ષાએ સિદ્ધપરિપૂર્ણ સમસ્ત પ્રયોજનોવાળા આત્મા, બુદ્ધ-કેવળજ્ઞાન અને કેવળદર્શનથી યુક્ત આત્મા, મુક્ત-બાહ્ય આભ્યાન્તર બંધનથી મુક્ત આત્મા, પરિનિવૃત્ત-સર્વપ્રકારના પરિતાપથી નિવૃત્ત આત્મા, અન્ત- કત-સમસ્ત સંસારનો અંતકારી આત્મા, સર્વદુઃખ પ્રહીણ-શારીરિક અને માનસિક સર્વદુઃખથી રહિત આત્માપૂર્ણ ક્ષયનિષ્પન્નક્ષાયિકભાવનું સ્વરૂપ ક્ષાયિકભાવનું નિરૂપણ પૂર્ણ.
ક્ષાયોપથમિકભાવનું સ્વરૂપ કેવું છે ? ક્ષાયોપથમિક ભાવ બે પ્રકારના છે. તે આ પ્રમાણે- ક્ષયોપશમ અને ક્ષાયોપશમનિષ્પન્ન. ચાર ઘાતિકમકવળજ્ઞાનને રોકનારા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ ચાર કર્મના ક્ષયોપશમને ક્ષયોપશમભાવ કહે છે. ક્ષયોપશમનિષ્પન્ન ભાવનું સ્વરૂપ કેવું છે? ક્ષયપ શમનિષ્પન્ન ક્ષાયોપથમિકભાવના અનેક પ્રકારો છે. જેમ-ક્ષાયોપથમિકી આભિનિબોધિક જ્ઞાન લબ્ધિ યાવતુ ક્ષાયોપથમિકી મન:પર્યવજ્ઞાનલબ્ધિ, ક્ષાયોપ શમિકી મતિ-અજ્ઞાનલબ્ધિ, ક્ષાયોપથમિકી મૃત-અજ્ઞાનલબ્ધિ, ક્ષાયોપથમિક વિભંગજ્ઞાન લબ્ધિ, ક્ષાયોપથમિકી ચક્ષુદર્શન લબ્ધિ, અચક્ષુદર્શનલબ્ધિ અવધિ દર્શનલબ્ધિ, સમ્ય દર્શન, મિથ્યાદર્શન, અને સમ્યમૈિથ્યાદર્શનલબ્ધિ, ક્ષાયોમિકીસામાયિક ચારિત્રલબ્ધિ, છેદોપસ્થાપનીયલબ્ધિ, પરિહારવિશુદ્ધિલબ્ધિ, સૂક્ષ્મસંપરાયચારિત્રલબ્ધિ, ચારિત્રાચારિત્રલબ્ધિ, ક્ષાયોપથમિકી દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યલબ્ધિ,ફાયોપશમિકી પંડિતવીર્ય,બાલવીર્ય બાલપંડિતવીર્ય-દેશવિરતશ્રાવકની વીર્યલબ્ધિ, ક્ષાયોપશમિકી શ્રોત્રેન્દ્રિયલબ્ધિ યાવતુ સ્પર્શેન્દ્રિયલબ્ધિ, સાયોપથમિક આચારાંગધારી સૂત્રકૃતાંગધારી, સ્થાનાંગધારી, સમવાયાંગધારી, વિવાહપ્રજ્ઞપ્તિધારી; ઉપાસકદશાધારી, અંતકતદશા ધારી, અનુત્તરૌપપાતિકદશાધારી, પ્રશ્નવ્યાકરણધારી, વિપાકધૃતધારી અને દ્રષ્ટિવાદધારી, ક્ષાયોપથમિક નવપૂર્વધારી યાવતું ચૌદપૂર્વધારી, ક્ષાયોપથમિક ગણી, ક્ષાયોપથમિક વાચક. આ બધા ક્ષાયો- પથમિકનિષ્પનભાવી છે. આ પ્રકારનું ક્ષાયોપથમિકભાવનું સ્વરૂપ છે.
આ પરિણામિકભાવ એટલે શું ? દ્રવ્યની પૂર્વઅવસ્થાનો સર્વથા પરિત્યાગ કર્યો વગર અથતુ પોતાના મૂળ સ્વરૂપમાં સ્થિત રહીને એક અવસ્થામાંથી બીજી અવસ્થા થતી રહે તેને પરિણામ કહે છે. તે પરિણામથી નિષ્પન તે પારિણામિક ભાવ. તેના બે પ્રકાર છે. યથા- (૧) સાદિ પારિણામિક અને (૨) અનાદિપારિણામિક.
[૧૬૨-૧૩] સાદિ પારિણામિકનું સ્વરૂપ કેવું છે ? સાદિપારિણામિકભાવના અનેક પ્રકારો હોય છે. જેમકે જીર્ણસુરા, જીગોળ, જીર્ણ ઘી, જીર્ણ તંદુલ અભ્ર-મેઘ, અમ્રવૃક્ષવૃક્ષાકારે પરિણત મેઘ, સંખ્યા, ગંધર્વનગર, ઉલ્કાપાત, દિગ્દાહ- કોઈ એક દિશામાં આકાશની અંદર પ્રજ્વલિત અગ્નિનો આભાસ થવો, મેઘગર્જના, વિજળી, નિઘત-વિજળી પડવી. યૂપક-શુક્લપક્ષના ત્રણદિવસનો બાળચંદ્ર, યક્ષાદિપ્ત-આકાશમાં દેખાતી પિશાચાકૃતિ જેવી અગ્નિ, ધૂમિકા મહિકાજળયુક્ત ધુમસ, રજોદ્યાતદિશાઓમાં ઉડતી ધૂળ, ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, ચંદ્રપરિવેષ સૂર્યપરિવેષ, પ્રતિચંદ્રઉત્પાતસૂચકચંદ્રનું દેખાવું, પ્રતિસૂર્ય, મેઘધનુષ, ઉદકમસ્ય-મેઘધનુષ્યના ખંડ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org