________________
સુત્ર- ૧૧ શરીરસ તૈજસશરીર અને કાર્મણશરીરપણ કહી લેવા જોઈએ. પ્રયોગ પરિણામિતપાંચે શરીરના વ્યાપારથી શરીરમાં વર્ષ આદિ ઉત્પન્ન કરનાર જે દ્રવ્યો નિષ્પાદિત થાય છે તે વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શરૂપ હોય છે. આ પ્રકારનું અજીવોદયનિષ્પન્ન ઔદયિકભાવનું સ્વરૂપ છે. આ પ્રમાણે ઉદયનિષ્પન્ન અને ઔદયિક બંને ઔદયિકભાવોની પ્રરૂપણા થઈ.
ઔપથમિકભાવનું સ્વરૂપ કેવું છે ? મોહનીકર્મના ઉપશમથી થતાં ઔપશમિક ભાવના બે પ્રકાર છે. તે આ પ્રમાણે- ઉપશમ અને ઉપશમનિષ્પન્ન. ઉપશમનું સ્વરૂપ કેવું છે ? ૨૮ પ્રકારના સમસ્ત મોહનીય કર્મનો ઉપશમ જ ઉપશમભાવ કહેવાય છે. ઉપશમનિષ્પન્નનું સ્વરૂપ કેવું છે ? ઉપશમનિષ્પન્નના અનેક પ્રકારો છે. આ પ્રમાણેઉપશાન્તાક્રોધ યાવત્ ઉપશાન્તલોભ, ઉપશાન્તરાગ, ઉપશાન્તદ્વેષ, ઉપશાન્ત દર્શનમોહનીય, ઉપશાન્તચારિત્રમોહનીય, ઔપશમિક સમ્યકત્વલબ્ધિ, ઔપશ મિકચારિત્રલબ્ધિ, ઉપશાંતકષાયછદ્મસ્થવીતરાગ, વગેરે ઉપશમથી નિષ્પન્ન ઔપશમિકભાવ છે. આ ઔપશમિકભાવનું સ્વરૂપ છે.
ક્ષાયિકભાવનું સ્વરૂપ કેવું છે? કર્મના ક્ષયથી થનાર ક્ષાયિકભાવના બે પ્રકારો છે. યથા- ક્ષાયિક અને ક્ષયનિષ્પન. ક્ષાયિકભાવ શું કહેવાય ? આઠ કર્મપ્રકૃતિઓના ક્ષયનું નામ ક્ષાયિક છે. ક્ષયનિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે? ક્ષયનિષ્પન્ન ક્ષાવિકભાવના અનેક પ્રકારો છે. ઉત્પન્નજ્ઞાન-દર્શનધારી, અહંતુ, જિન, કેવળી, ક્ષીણ આભિનિબોધિજ્ઞાનાત્રકાવરણવાળા, કૃતાજ્ઞાનાવરણવાળા, ક્ષીણ અવધિજ્ઞાના વરણવાળા, ક્ષીણમનઃપર્યવ જ્ઞાનાવરણવાળા, ક્ષીણકેવળજ્ઞાનાવરણવાળા, અના વરણ-અવિદ્યમાન આવરણવાળા, નિરાવરણ-ભવિષ્યમાં કોઈપણ પ્રકારનું આવરણ-કર્મ લાગવાનું નથી તેવો આત્મા, ક્ષીણાવરણ-સર્વથા ક્ષયને પ્રાપ્ત આવરણવાળા આત્મા, જ્ઞાનાવરણીયકર્મવિપ્રમુક્ત, કેવળદર્શી, સર્વદર્શી, ક્ષીણનિદ્ર, ક્ષીણનિદ્રાનિદ્ર, ક્ષીણપ્રચલ, ક્ષીણપ્રચલપ્રચલ, ક્ષીણસ્યાનગૃદ્ધિ, ક્ષીણચક્ષુદર્શનાવરણ, ક્ષીણઅચક્ષુદર્શનાવરણ, ક્ષીણ અવધિદર્શનાવરણ, ક્ષીણકેવળદર્શનાવરણ, અના વરણ, નિરાવરણ, ક્ષીણાવરણ (આ નામો દર્શનાવરણીયકર્મના ક્ષયની અપેક્ષાએ પ્રગટ કર્યો છે.) ક્ષીણસાલાવેદનીય, ક્ષીણાસાતાવેદનીય, અવેદન-વેદનીયકર્મના ક્ષયથી વેદના રહિત. આત્મા, નિર્વેદન, ક્ષીણવેદન-ભવિષ્યમાં પણ વેદનાં રહિત આત્મા. (આ નામો શુભાશુભ વેદનીય કર્મના ક્ષયની અપેક્ષાએ જાણવા.) ક્ષીણક્રોધ યાવતુ ક્ષીણલોભ, ક્ષીણરાગ, ક્ષીણદ્વેષ, ક્ષીણદર્શનમોહનીય, ક્ષીણચારિત્રમોહનીય, અમોહ, નિર્મોહક્ષીણમોહ, મોહનીયકર્મવિપ્રમુક્ત (આ નામો મોહનીયકર્મના ક્ષયની અપેક્ષાએ સમજવા). ક્ષીણનરકાયુષ્ક, ક્ષીણતિગ્મોનિકાયુષ્ક, ક્ષીણમનુષ્પાયુષ્ક, ક્ષીણદેવાયુષ્ક, અનાયુષ્ક, નિરાયુષ્ક, ક્ષીણાયુષ્ક, આયુષ્યકર્મવિપ્રમુક્ત, (આ નામો આયુ- કર્મના ક્ષયથી નિષ્પન્ન થાય છે.) ગતિ-જાતિ-શરીર-અંગોપાંગ બંધન-સંઘાત-સંહનન-સંસ્થાનમુક્ત,
અનેક શરીરવૃંદ સંઘાત વિપ્રમુક્ત, ક્ષીણશુભનામા, ક્ષીણા- શુભનામા, અનામસ, નિનામ, અને ક્ષીણનામ, ક્ષીણશુભાશુભનામા (આ નામો નામકર્મના ક્ષયની અપેક્ષાએ છે) ક્ષીણોચ્ચગોત્ર, ક્ષીણનીચગોત્રસ અગોત્ર, નિર્ગોત્ર, ક્ષીણગોત્ર, (આનામો ગોત્રકર્મથી વિપ્રમુક્ત આત્માના સમજવા). ક્ષીણદાનાંત્તરાય, ક્ષીણલાભાન્તરાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org