________________
૩૩૨
અનુગદારા-(૧૫૯), નારીજાતિના “જબૂ' બહુ ઉદાહરણ છે. ધન આ અંકારાન્ત નપુંસકલિંગનું પદ છે. સ્થિ’ (અસ્થિ) ઈકારાન્ત નપુંસકલિંગનું છે. “પીલું “મહું ઉંકારાન્ત નપુંસકલિંગના પદ છે. આ પ્રકારનું ત્રિનામનું સ્વરૂપ છે.
[૧૫ચતુનામનું સ્વરૂપ કેવું છે? ચર્તુનામના ચાર પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણેઆગમનિષ્પનનામ લોપનિષ્પનનામ પ્રકૃતિનિષ્પનનામ અને વિકારનિષ્પન્નનામ. આગમનિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ? આગમરૂપ અનુસ્વારવડે જે જે શબ્દો બને તે આગમનિષ્પન નામ છે. તે આ પ્રમાણે-પદ્મનિ એવીજ રીતે પાંસિ’ અને ‘કુણ્ડનિ’ પણ આમગનિષ્પન્ન નામ છે. લોપનિષ્પન્ન નામનું સ્વરૂપ શું છે ? તે અ = - તેડત્ર, પટો + અત્ર- પટોડત્ર, ઘટો + અત્ર-ઘટોડત્ર, આ પદોમાં “અ” નો લોપ થયો છે, માટે આ પદો લોપનિષ્પન્ન નામ કહેવામાં છે. પ્રકૃતિનિષ્પનનામનું સ્વરૂપ કેવું. અગ્ની-એતૌ, પટૂ-મી, શાલે એતે, માલ-ઈમે, આ પ્રયોગોમાં પ્રતિભાવ હોવાથી કોઈ વિકાર ન થતાં પ્રકૃતિરૂપે રહેતા હોવાથી પ્રકૃતિનિષ્પન્નનામ છે. વિકારનિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે? વિકારનિષ્પનનામ-જે નામમાં કોઈ એક વર્ણને સ્થાને બીજાવર્ણનો પ્રયોગ થાય તે. તે આ પ્રકારનું છે-દંડ + અગ્ર = દંડાઝ, સા+આગતા=સાગતા, દધિ+ઈદ= દધીદે, નદી+હ=નદીહ, મધુ+ઉદક= મધૂદક, વધૂ+ઊહો-વધૂહો. આ બધા નામો વિકારનિષ્પન્ન છે. ચર્તુનામનું સ્વરૂપ છે.
[૧૦] પંચ નામનું સ્વરૂપ કેવું છે? પંચનામના પાંચ પ્રકારો કહ્યા છે, તે આ પ્રમાણે- નામિક-વસ્તુવાચક નૈપાતિક આખ્યાતિક-ક્રિયાપ્રધાન, ઔપસર્ગિક, મિશ્ર. અશ્વ' પદ નામિકનામનું ઉદાહરણ છે. “ખલું' પદ નૈપાતિકનું ઉદાહરણ છે. “ધાવતિ' દોડવું) આખ્યાતિકનું ઉદાહરણ છે. “પરિ’ ઔપસર્ગિક નામ છે. સંયત-સમ' ઉપસર્ગ અને “યત્ ધાતુના સંયોગથી બન્યું હોવાથી મિશ્રનામનું ઉદાહરણ છે. આ પાંચ નામનું સ્વરૂપ છે.
[૧૧] છનામના છ પ્રકારો પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે ઔદયિક ઔપથમિક સાયિક ક્ષાયોપથમિક પરિણામિક અને સાનિપાતિક.
ઔદયિકભાવનું સ્વરૂપ કેવું છે? ઔદયિકભાવ બે પ્રકારનો છે. જેમકે- ઔદયિક અને ઉદયનિષ્પન. ઔદયિકનું સ્વરૂપ કેવું છે ? જ્ઞાનાવરણાદિ આઠ કર્મપ્રકૃતિઓનો ઉદય તે ઔદયિકનામ સમજવું. ઉદયનિષ્પન (કર્મના ઉદયથી ઉત્પન્ન થનાર ભાવ)નું
સ્વરૂપ કેવું છે ? ઉદયનિષ્પન્નના બે પ્રકાર છે. જીવોદયનિષ્પન અને અજીવોદય નિષ્પન. જીવોદયનિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ? કર્મના ઉદયથી જીવમાં જે ભાવ નિષ્પન થાય તે જીવોદનિષ્પનનામ. તેના અનેક પ્રકાર પ્રરૂપ્યા છે. જેમકે-નારક, તિર્યંચયોનિક, મનુષ્ય, દેવ. પૃથ્વીકાયાદિ સ્થાવર, ત્રસકાયિક, ક્રોધકષાયી યાવતુ લોભકષાયી,સ્ત્રીવેદી, પુરુષવેદી, નપુંસકવેદી, કૃષ્ણલેશ્યી યાવતું શુક્લલેશ્યી, મિથ્યાવૃષ્ટિ (૩) અસંશી, અજ્ઞાની, આહારક, છદ્મસ્થ, સંયોગી, સંસારસ્થ, અને
અસિદ્ધ. આ પ્રકારનું જીવોદયનિષ્પનઔદયિકભાવનું સ્વરૂપ છે. અજીવોદય નિષ્પન્ન ઔદયિક ભાવનું સ્વરૂપ કેવું છે ? અજીવોદયનિષ્પન્ન ઔદયિક ભાવના અનેક પ્રકારો પ્રરૂપ્યા છે. જેમકે ઔદારિકશરીર, ઔદારિકશરીરના વ્યાપારથી ગૃહીત દ્રવ્ય, વૈક્રિય શરીર, વૈક્રિય શરીરનું પ્રયોગથી ગૃહીત દ્રવ્ય, તેજ પ્રમાણે આહારક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org