SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન. ૩૦ ૨૫૫ [૧૨૮૬] શબ્દની ઇચ્છાનો અનુગામી અનેકરૂપ ચરાચર જીવોની હિંસા કરે છે. પોતાના પ્રયોજનને મુખ્ય માનનાર ક્લિષ્ટ અજ્ઞાની વિવિધ પ્રકારે તેમને દુઃખ આપે છે, ૧૨૮૭-૧૨૮૯] શબ્દોમાં અનુરાગ અને મમત્વના કારણ શબ્દના. ઉત્પાદનમાં, સંરક્ષણમાં, સનિયોગમાં તથા વ્યય અને વિયોગમાં તેને સુખ ક્યાં ? તેને ઉપભોગને વખતે પણ તૃપ્તિ મળતી નથી. શબ્દમાં અતૃપ્ત અને પરિગ્રહમાં આસક્ત વ્યક્તિ સંતુષ્ટ થતો નથી. અસંતોષને લીધે તે દુઃખી થાય છે. લોભગ્રસ્ત વ્યક્તિ બીજાની વસ્તુ ચોરે છે. શબ્દ અને પરિગ્રહમાં અતૃપ્ત, તૃણાથી પરાજિત વ્યક્તિ બીજાની વસ્તુઓ ચોરે છે. લોભના દોષથી તેનું કપટ અને જૂઠ વધે છે. કપટ અને જૂઠ વધવા છતાં પણ તે દુઃખથી મુક્ત થતો નથી. [૧૨૯૦] જૂઠ બોલતાં પહેલાં, બોલ્યા પછી અને બોલતી વખતે પણ તે દુખી થાય છે. તેનો અન્ત પણ દુઃખમય છે. આમ શબ્દમાં અતૃપ્ત વ્યક્તિ ચોરી કરતો દુઃખી થાય છે. આશ્રયહીન બને છે. [૧૨૯૧] આમ શબ્દમાં અનુરક્ત વ્યક્તિને ક્યાં કેટલું અને ક્યારે સુખ મળશે? જે ઉપભોગ માટે તે દુઃખ સહે છે, તે ઉપભોગમાં પણ કલેશ અને દુઃખ જ થાય છે. [૧૨૯૨-૧૨૯૩] આમ જે અમનોજ્ઞ શબ્દ પ્રત્યે દ્વેષ રાખે છે તે ઉત્તરોત્તર અનેક દુખપરંપરા ભોગવે છે. દ્વેષયુક્ત ચિત્તથી જે કર્મોનું ઉપાર્જન કરે છે તે જ પરિણામે દુઃખનું કારણ બને છે. શબ્દમાં વિરક્ત માણસ શોકરહિત થાય છે. તે સંસારમાં રહેવા છતાં લિપ્ત થતો નથી. જેમ જલાશયમાં કમળનું પાન પાણીથી અલિપ્ત રહે છે. [૧૨૯૪-૧૨૯૫] પ્રાણનો વિષય ગંધ છે. જે ગંધથી રાગ ઉપજે તે મનોજ્ઞ છે. અને જે ગંધથી દ્વેષ થાય તે અમનોજ્ઞ છે. જે મનોજ્ઞ-અમનોજ્ઞ ગંધમાં સમભાવ ધારણ કરે છે તે વીતરાગ છે. ધાણ, ગંધ ગ્રાહક છે. ગંધ ગ્રાહ્ય છે. જે રાગનું કારણ હોય તેને મનોજ્ઞ કહેવાય અને જે દ્વેષનું કારણ હોય તે અમનોજ્ઞ છે. [૧૨૯૬-૧૨૯૮] જે મનોજ્ઞ ગન્ધમાં તીવ્ર રીતે આસક્ત હોય તેનો અકાળે નાશ થાય છે. જેમ ઔષધિની ગંધમાં આસક્ત રામાનુરક્ત સર્ષ દરમાંથી નીકળીને વિનાશ પામે છે. જે અમનોજ્ઞ ગંધ તરફ તીવ્ર રૂપે દ્વેષ કરે છે તે જીવ તે જ ક્ષણે પોતાના દુદન્ત દ્વેષને કારણે દુઃખી થાય છે. એમાં ગંધનો કોઈ દોષ નથી. જે સુગંધમાં થાય છે. આસક્ત. દુર્ગધમાં દ્વેષ રાખે છે, તે અજ્ઞાની દુઃખી થાય છે. વિરક્ત મુનિ તેમાં લિપ્ત થતો નથી. [૧૨૯૯-૧૩૦૨] ગંધની ઈચ્છાનો અનુગામી અનેક રૂપ ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે. પોતાનું કામ સાધવા માટે અજ્ઞાની વિવિધ પ્રકારે તેમને પીડે છે. દુઃખી કરે છે. ગન્ધમાં અનુરાગ અને પરિગ્રહમાં મમત્વને કારણે ગંધ ઉત્પાદનમાં. સંરક્ષણમાં અને સનિયોગમાં તથા વ્યય અને વિયોગમાં તેને સુખ ક્યાંથી ? તેને ઉપભોગ વખતે પણ તૃપ્તિ થતી નથી. ગન્ધમાં અતૃપ્ત અને પરિગ્રહમાં આસક્ત તેમજ અત્યાસક્ત વ્યક્તિ સંતોષ પામતી નથી. તે અસંતોષના દોષથી દુઃખી થાય છે. લોભગ્રસ્ત વ્યક્તિ બીજાની વસ્તુઓ ચોરે છે. ગંધ અને પરિગ્રહમાં અતૃપ્ત તેમજ તૃષ્ણાથી પરાજિત વ્યક્તિ બીજાની વસ્તુઓ ચોરે છે. લોભથી તેનું કપટ અને જૂઠ વધે છે. કપટ અને જૂઠથી પણ તે દુઃખમુક્ત થતો નથી. [૧૩૦૩] જૂઠ બોલતાં પહેલાં, બોલ્યા પછી અને બોલતી વખતે પણ તે દુઃખી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy