SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન - ૩૬ ૨૬૭ કાયસ્થિતિ છે. પૃથ્વીકાયને ન છોડતાં નિરન્તર પૃથ્વીકાયમાં જ ઉત્પન્ન થતાં રહેવું કાયસ્થિતિ છે. પૃથ્વી શરીરને એક વાર છોડીને પાછા પૃથ્વી શરીરમાં ઉત્પન્ન થવાના વચ્ચેનો સમય જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનન્ત કાલ છે. વર્ણ, ગબ્ધ, રસ, સ્પર્શ અને સંસ્થાનના આદેશથી (અપેક્ષાએ) તે પૃથ્વીના હજારો ભેદ છે. [૧૫૪૮-૧પપ૦] અપ્લાય જીવના બે ભેદ છેઃ સૂક્ષ્મ અને ભૂલ. ફરી બન્નેના પર્યાપ્ત અને અપર્યાપ્ત બળે ભેદ છે. પૂલ પર્યાપ્ત અષ્કાય જીવોના પાંચ ભેદ છે. શુદ્ધોદક, ઝાકળ.-ભીની જગામાં ઉત્પન્ન થનાર જલ,મહિકા-ધુમ્મસ સૂક્ષ્મ અપ્લાયના. જીવ એક પ્રકારના છે. તેના ભેદ નથી. સૂક્ષ્મ અપ્લાયના જીવ સંપૂર્ણ લોકમાં અને સ્કૂલ અષ્કાયના જીવ લોકના એક ભાગમાં છે. [૧પપ૧-૧૫૫૪] અખાયિક જીવ પ્રવાહની દ્રષ્ટિએ અનાદિ અનન્ત છે અને સ્થિતિની અપેક્ષાએ આદિ અન્તવાળા છે. તેમની સાત હજાર વર્ષની ઉત્કૃષ્ટ અને અન્તર્મુહૂર્તની જઘન્ય આયુરસ્થિતિ છે. તેમની અસંખ્યાતકાળની ઉત્કૃષ્ટ અને અન્તર્મુહૂર્તની જઘન્ય કાયસ્થિતિ છે. અખાયને નહિ છોડીને નિરન્તર અપ્લાયમાં જ પેદા થવું એ કાયસ્થિતિ છે. અપ્લાય છોડીને ફરી અપ્લાયમાં ઉત્પન્ન થવાનું અત્તર, જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનન્ત કાળનો છે. [૧પપપ વર્ણ, ગબ્ધ, સ્પર્શ, સંસ્થાનની અપેક્ષાએ અપ્લાયના હજારો ભેદ છે. [૧૫૫૬૧૫૩વનસ્પતિ કાયના જીવોના બે ભેદ છે-સૂક્ષ્મ અને ભૂલ. ફરી બંનેના પર્યાપ્ત અને અપર્યાપ્ત બળે ભેદ છે. ભૂલ પર્યાપ્ત વનસ્તપિકાય જીવોના બે ભેદ છે : સાધારણ શરીર અને પ્રત્યેક શરીર. પ્રત્યેક શરીર વનસ્પતિના જીવ અનેક પ્રકારના છે. વૃક્ષ, ગુચ્છ-ગુલ્મ- લતા-વલ્લી-પર્વજ- કુહણ-ભૂમિસ્ફોટ, કુકરમુરા-છત્રી વગેરે. ઔષધિ-ઘાસ અને હરિતકાય આ બધા પ્રત્યેક શરીરી છે, એમ જાણવું. સાધારણ શરીર અનેક પ્રકારના છે-આલુક, મૂળ- છંગવેર-આદુ હિરિલીકંદ, સિરિલીકંદ, સિસ્ટિરિલીકંદ, જાવઈકંદ,-કદલીકંદ,-કાંદો, લસણ, કંદલ, કુસુમ્બક. લોઢી, નિહુ, કુહક, કૃષ્ણ, વજકંદ અને સૂરણકંદ. અશ્વકરણી, સિંહકર્મી, મુસ્ઢી અને હદ્ધિા વગેરે અનેક પ્રકારના જમીનમાં થનાર કંદ છે. [૧૫૬૪-૧૫૬૫] સૂક્ષ્મ વનસ્પતિકાયના જીવ એક જ પ્રકારના છે. તેના ભેદ નથી. સૂક્ષ્મ વનસ્પતિ કાયના જીવ સંપૂર્ણ લોકમાં અને સ્કૂલ વનસ્પતિ કાયના જીવ લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. તેઓ પ્રવાહની દ્રષ્ટિએ અનાદિ અનન્ત છે અને સ્થિતિની દ્રષ્ટિએ સાદિ સાન્ત છે. [૧૫૬૬-૧૫૬૮] તેમની દસ હજાર વર્ષની ઉત્કૃષ્ટ અને અન્તર્મુહૂર્તની જઘન્ય આયુ-સ્થિતિ છે. તેમની અનન્ત કાલની ઉત્કૃષ્ટ અને અન્તર્મુહૂર્તની જઘન્ય કાય-સ્થિતિ છે. વનસ્પતિનું શરીર ન છોડીને નિરન્તર વનસ્પતિના શરીરમાં ઉત્પન્ન થવું કાયસ્થિતિ છે. વનસ્પતિનું કાય છોડી ફરી વનસ્પતિ થવામાં જે ગાળો હોય છે તે જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલનો છે. [૧૫] વર્ણ, ગ, રસ, સ્પર્શ, સંસ્થાનથી વનસ્પતિકાયના હજારો ભેદ છે. ૧૫૭૦ આમ સંક્ષેપમાં ત્રણ પ્રકારના સ્થાવર જીવોનું નિરૂપણ કર્યું. હવે ક્રમશઃ ત્રણ પ્રકારના ત્રસ જીવોનું વર્ણન કરીશ. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy