SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન - ૩૬ ૨૭૧ ત્રણ પલ્યોપમ, જઘન્ય અન્તર્મુહૂર્ત- મનુષ્યોની કાય સ્થિતિ છે. તેમનું અંતર જઘન્ય અન્તર્મુહૂર્ત છે, ઉત્કૃષ્ટ અનન્તકાળનું છે. વર્ણ, ગબ્ધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ તેમના હજારો ભેદ છે. [૧૬૬૭-૧૬૬૮] દેવ ત્રસના ભવનાવાસી, વ્યન્તર જ્યોતિષ્ક અને વૈમાનિક, આ ચાર ભેદ છે. ભવનવાસી દેવના દસ, વ્યન્તરના આઠ, જ્યોતિષ્કના પાંચ અને વૈમાનિક દેવના બે ભેદ છે. [૧૬૯-૧૬૭૧] અસુર, નાગ, સુપર્ણ, વિદ્યુત, અગ્નિ, દ્વીપ, ઉદધિ, દિક, વાયુ, અને સ્વનિતકુમાર એ દસ ભવનવાસી દેવ છે. પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંજુરુશ, મહોરગ, ગન્ધર્વ આ આઠ વ્યન્તર દેવ છે. ચન્દ્ર, સૂર્ય, નક્ષત્ર, ગ્રહ અને તારા, આ પાંચ જ્યોતિષ્ક દેવ છે. આ દિશાવિચારી અર્થાતુ મેરુ પર્વતની પ્રદક્ષિણા કરતાં ભ્રમણ કરનાર જ્યોતિષ્ક દેવ છે. [૧૬૭૨- ૧૭૯] વૈમાનિક દેવના બે ભેદ છે : કલ્પોપગ-અને કલ્પાતીત. કલ્પોપગ દેવના બાર પ્રકાર છે. સૌધર્મ, ઇશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાન્તક- મહાશુક, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ, અને અય્યત-આ કલ્પોપગ દેવ છે. કલ્પાતીત દેવોના બે ભેદ છે- વૈવેયક અને અનુત્તર. રૈવેયકના નવ પ્રકાર છે. અધિસ્તન-અધસ્તન, અધિસ્તન-મધ્યમ, અધસ્તન-ઉપરિતન, મધ્યમ-અધતનમધ્યમ-મધ્યમ, મધ્યમ-ઉપરિતન, ઉપરિતન-અધસ્તન, ઉપરિતન-મધ્યમ. અને ઉપરિતન-ઉપરિતન, આ નવ રૈવેયક છે. વિજય, વૈજયન્ત, જયંતુ, અપરાજિત- અને સવર્થિસિદ્ધ-આ પાંચ અનુત્તર દેવ છે. આ રીતે વૈમાનિક દેવ અનેક પ્રકારના છે. તે બધા લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. હવે ચાર પ્રકારે તેમના કાળવિભાગમનું કથન કરીશ. તેઓ પ્રવાહની દ્રષ્ટિએ અનાદિ અનન્ત છે અને સ્થિતિએ સાદિ સાન્ત છે. [૧૬૮૨-૧૬૮૪] ભવનવાસી દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ કિંચિત્ અધિક એક સાગરોપમ અને જઘન્યસ્થિતિ દસહજાર વર્ષની છે. વ્યન્તર દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ એક પલ્યોપમની અને જઘન્ય દસહજાર વર્ષની છે. જ્યોતિષ્ક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ એક લાખ વર્ષથી અધિક એક પલ્યોપમ ને જઘન્ય પલ્યોપમનો આઠમો ભાગ છે. [૧૬૮૫-૧૬૯૬] સૌધર્મદિવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ બે સાગરોપમ જઘન્ય એકપલ્યોપમ. ઇશાનદેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ સાધિક બે સાગરોપમ, જઘન્ય સાધિક પલ્યોપમ. સનકુમાર દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ, સાગરોપમ જઘન્ય બેસાગરોપમ. માહેન્દ્રકુમાર દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ સાધિક -૭- સાગરોપમ અને જઘન્યસ્થિતી સાધિક બે સાગરોપમ છે. બ્રહ્મલોકદેવોની ઉત્કૃષ્ટઆયુસ્થિતિ દસસાગરોપમ, જઘન્ય ૭ સાગરોપમ છે. લાન્તકદેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૧૪ સાગરોપમ, જઘન્ય ૧૦ સાગરોપમ છે. મહાશુક્ર દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૧૭ સાગરોપમ અને જઘન્ય ૧૪ સાગરોપમ છે. સહસ્ત્રાર દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૧૮ સાગરોપમ અને જઘન્ય ૧૭ સાગરોપમ છે. આનત દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૧૯ સાગરોપમ અને જઘન્ય ૧૮ સાગરોપમ છે. પ્રાણતની દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૨૦ સાગરોપમ અને જઘન્ય ૧૮ સાગરોપમ છે. આરણ દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy