SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ર ઉત્તરજઝયણ- ૩૬૧૬૯૭ સાગરોપમ અને જઘન્ય ૨૦ સાગરોપમ છઠે. અશ્રુત દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૨૨ સાગરોપમ અને જઘન્ય ૨૧ સાગરોપમ છે. [૧૬૯૭-૧૭૦૫ પ્રથમ શૈવેયક દેવોની ઉત્કૃષ્ટ આસ્થિતિ ર૩ સાગરોપમ અને જઘન્ય ૨૨ સાગરોપમ છે. દ્વિતીય સૈવેયક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૨૪ સાગરોપમ અને જઘન્ય ૨૩ સાગરોપમ છે. તૃતીય સૈવેયક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૨૫ સાગરોપમ અને જઘન્ય ૨૪ સાગરોપમ છે. ચતુર્થ રૈવેયક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૨૬ સાગરોપમ અને જઘન્ય ૨૫ સાગરોપમ છે. પંચમ રૈવેયક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૨૭ સાગરોપમ અને જઘન્ય ૨૬ સાગરોપમ છે. છઠ્ઠા રૈવેયક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૨૮ સાગરોપમ અને જઘન્ય ૨૭ સાગરોપમ છે. સાતમા સૈવેયક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૨૯ સાગરોપમ છે. જધન્ય ૨૮ સાગરોપમ.આઠમા સૈવેયક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૩૦ સાગરોપમ અને જઘન્ય ૨૯ સાગરોપમ છે. નવમા ગ્રેવેયક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૩૧ સાગરોપમ અને જઘન્ય ૩૦ સાગરોપમ છે. [૧૩૦૬-૧૭૦૭ વિજય, વૈજયંત, જયંત, અપરાજિતદેવોની ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ ૩૩ સાગરોપમ જઘન્ય સ્થિતિ ૩૧ સાગરોપમ છે. મહાવિમાન સવર્થિસિદ્ધના દેવોની અજઘન્ય અનુષ્કષ્ટ આયુસ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. [૧૭૧૦] દેવોની પૂર્વ કથિત જે આયુસ્થિતિ છે તે જ તેમની જઘન્ય અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ છે. દેવશરીર છોડીને ફરી દેવશરીરમાં ઉત્પન્ન થવાનો ગાળો જઘન્ય અન્તર્મહૂર્ત છે અને ઉત્કૃષ્ટ અનન્ત કાલનો છે. વર્ણ, ગબ્ધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથીદ્રષ્ટિએ તેમના હજારો ભેદ છે. [૧૭૧૧-૧૭૧૨] આમ સંસારી અને સિદ્ધ જીવોની વ્યાખ્યા કરી છે. રૂપી અને અરૂપી એવા બે ભેદથી અજીવનું પણ વર્ણન કર્યું છે. જીવ અને અજીવની વ્યાખ્યા સાંભળીને અને તેમાં શ્રદ્ધા રાખીને જ્ઞાન અને ક્રિયા વગેરે બધા નયોને સમ્મત સંયમમાં મુનિએ રત રહેવું. [૧૭૧૩-૧૭૧૪ ત્યાર પછી અનેક વર્ષો સુધી શ્રામણ્યનું પાલન કરીને મુનિ અનુક્રમે આત્માની સંલેખના કરે-વિકારોને ક્ષીણ કરે. ઉત્કૃષ્ટ સંલેખના બાર વર્ષની છે. મધ્યમ એક વર્ષની અને જઘન્ય છ માસની છે. [૧૭૧૫-૧૭૧૮] પહેલા ચાર વર્ષમાં દૂધ વગેરેનો ત્યાગ કરે, બીજા ચાર વર્ષમાં વિવિધ પ્રકારનું તપ કરે. પછી બે વર્ષ સુધી એકાન્તર તપ કરે. ભોજનને દિવસેઆચાપ્ત કરે. ત્યાર પછી અગિયારમે વર્ષો પહેલા છ મહિના સુધી કોઈ પણ અતિવિષ્ટ તપ ન કરે, ત્યાર પછી છ મહિના સુધી વિકૃષ્ટ તપ કરે. આ આખા વર્ષ પારણાને દિવસે આચાર્મ્સ કરે. બારમે વર્ષે એક વર્ષ સુધી કોટી સાથે આચા કરીને પછી મુનિ પક્ષ અથવા એક માસનું અનશન કરે. [૧૭૧૯] કાદપ, આભિયોગી, કિલ્બિષિક, મોહી અને આસુરી ભાવનાઓ દુર્ગતિ કરનાર છે. આ મૃત્યુ વખતે સંયમની વિરાધના કરે છે. [૧૭૨૦-૧૭૨૧] જે મરતી વખતે મિથ્યાદર્શનમાં અનુરક્ત છે, નિદાનયુક્ત * અને હિંસક છે, તેમને બોધિ બહુ દુર્લભ છે. જે સમ્યગ્દર્શનમાં અનુરક્ત છે, નિદાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy