SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન - ૩૬ ૨૭૩ રહિત છે, શુક્લ લેગ્યામાં અવગાઢ-પ્રવિષ્ટ છે, તેમને બોધિ સુલભ હોય છે. [૧૭૨૨] જે મરતી સમય મિથ્યાદર્શનમાં અનુરક્ત છે, નિદાન સહિત છે, કૃષ્ણ, લેશ્યામાં અવગાઢ છે તેમને બોધિ બહુ દુર્લભ છે. [૧૭૨૩-૧૭૨૪] જે જિન વચનમાં અનુરક્ત છે, જે જિન વચનોનું ભાવપૂર્વક આચરણ કરે છે, તે નિર્મલ અને રાગાદિથી અસંકિસ્જ થઇને પરીત સંસારી થાય છે. જે જીવ જિનવચનથી અપરિચિત છે તે બિચારા અનેક વાર બાલ-મરણ તથા અકાળમરણથી મરતા રહે છે. [૧૭૨પી જે અનેક શાસ્ત્રોના જાણકાર, આલોચના કરનારાને સમાધિ ચિત્તસ્વાચ્ય) ઉત્પન્ન કરનાર અને ગુણગ્રાહી હોય છે તેઓ એ જ કારણે આલોચના. સાંભળવા યોગ્ય બને છે. [૧૭૨૬-૧૭૨૯] જે કન્દર્ય-કામ કથા કરે છે, કૌ૯હાસ્યોત્પાદક કુચેષ્ટાઓ કરે છે તથા શીલ, સ્વભાવ, હાસ્ય અને વિકથાથી બીજાને હસાવે છે, તે કાંદર્પ ભાવનાનું આચરણ કરે છે. જે સુખ, ઘી આદિ રસ અને સમૃદ્ધિ માટે મંત્ર યોગ અને ભૂતિ (ભસ્મ વગેરે) કર્મનો પ્રયોગ કરે છે, તે આભિયોગી ભાવનાનું આચરણ કરે છે. જે જ્ઞાનની, કેવળજ્ઞાનીની, ધર્માચાર્યની, સંઘની તથા સાધુની અવર્ણ-નિન્દા કરે છે, તે માયાવી કિલ્બિષિકી ભાવનાનું આચરણ કરે છે. જે નિરન્તર ક્રોધ વધારે છે, અને નિમિત્તવિદ્યાનો પ્રયોગ કરે છે તે આ કારણોથી આસુરી ભાવનાનું આચરણ કરે છે. [૧૭૩૦] જે શસ્ત્રથી, વિષ ખાવાથી, અથવા અગ્નિમાં બળીને તથા પાણીમાં ડૂબીને આત્મહત્યા કરે છે, જે સાધ્વાચારથી વિરુદ્ધ-ભાસ્ક-ઉપકરણ રાખે છે, તે અનેક જન્મ-મરણનું બંધન કરે છે. [૧૭૩૧] આમ ભવ્યજીવોને અભિપ્રેત છત્રીસ ઉત્તરાધ્યયનોને પ્રકટ કરી બુદ્ધ, જ્ઞાતવંશીય ભગવાન મહાવીર નિવણ પામ્યા. - એમ હું કહું છું. | અધ્યયન-૩૬-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ ૪૩ ઉત્તર×યણ-ગુર્જરછાયાપૂર્ણ ચોથું મૂળસૂત્ર ગુર્જરછાયા પૂર્ણ 18 18 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy