________________
૩૨૮
અનુગદારાઇ-(૧૪) અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? એકથી લઈ એકએકની વૃદ્ધિ કરતાં છ શ્રેણીમાં સ્થાપિત સંખ્યાનો પરસ્પર ગુણાકાર કરતાં જે રાશિ આવે તેટલા ભંગોમાંથી પ્રથમ અને અંતના બે ભંગ બાદ કરતાં જે ભંગો રહે તે બધા અનાનુપૂર્વી છે. આ પ્રકારની ભાવાનુપૂર્વી છે. આ પ્રકારે આનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થાય છે. આ પ્રકારે ઉપક્રમના આનુપૂર્વી નામના પ્રથમ ભેદનું નિરૂપણ સમાપ્ત થયું.
[૧૪-૧૪૯] ઉપક્રમનો બીજો પ્રકાર નામ છે. જીવ, અજીવરૂપ પ્રત્યેક વસ્તુનો અભિધાયક (વાચક) હોય તે નામ. તેનું સ્વરૂપ કેવું છે? નામના દસ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે- (૧) એક નામ (૨) બે નામ (૩) ત્રણનામ (૪) ચારનામ (૫) પાંચનામ () છનામ (૭) સાતનામ (૮) આઠનામ (૯) નવનામ (૧૦) દસનામ. એકનામનું સ્વરૂપ કેવું છે? દ્રવ્યોના, ગુણોના, પર્યાયોના, જેટલા નામો લોકમાં રૂઢ છે તે બધાને નામ' એવી એક સંજ્ઞા આગમરૂપ કષ-કસોટી દ્વારા આપવામાં આવી છે. અર્થાતુ જીવ, જન્તુ, આત્મા, પ્રાણી વગેરે અને નભ, વ્યોમ, આકાશ વગેરે અભિધાનોની “નામ” એવી સામાન્ય સંજ્ઞા કહી છે. તેથી સર્વ અભિધાનોને એક નામત્વ સામાન્યની અપેક્ષાએ એકનામ” શબ્દદ્વારા પ્રગટ કરવામાં આવે છે. આ પ્રકારનો એકનામનું સ્વરૂપ છે.
[૧૫] દ્વિનામનું સ્વરૂપ કેવું છે ? દ્વિનામના બે પ્રકારો છે. એકાક્ષરિક અને અનેકાક્ષરિક. એકાક્ષરિકનું સ્વરૂપ કેવું છે ? એકાક્ષરિક - એક અક્ષરવડે નિષ્પન થયેલ-નામના અનેક પ્રકારો છે. જેમકે- દ્વી', “ધી', સ્ત્રી આદિ એકાક્ષરિક નામ છે. અનેકાક્ષરિક નામનું સ્વરૂપ કેવું છે? અનેકાક્ષરિક નામના પણ અનેક પ્રકારો છે. જેમકેકન્યા, વિણા, લતા, માલા, આદિ અથવા દ્વિનામના બે પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણેજીવનામ અને અજીવનામ. જીવનામનું સ્વરૂપ કેવું છે? જીવનામના અનેક પ્રકારો કહ્યા છે. જેમકે-દેવદત્ત, યજ્ઞદત્ત, વિષ્ણુદત્ત, સોમદત્ત વગેરે.
અજીવનામ એટલે શું? અજીવનામના અનેક પ્રકારો પ્રરૂપ્યા છે. જેમકે-ઘટ, પટ, કટ, રથ વગેરે. આ અજીવનામ છે. અથવા દ્વિનામના બે પ્રકારો પ્રરૂપ્યા છે. જેમકેવિશેષિત અને અવિશેષિત (સામાન્ય). ‘દ્રવ્ય” એ અવિશેષિત નામ છે અને જીવદ્રવ્ય અથવા “અજીવદ્રવ્ય' એ વિશેષિતનામ છે. જ્યારે “જીવદ્રવ્ય' એ નામને અવિશેષિત દ્વિનામ માનવામાં આવે ત્યારે નારક, તિર્યંચયોનિક, મનુષ્ય, અને દેવ આ વિશેષિત દ્વિનામ થઈ જાય છે. જો “નારક' આ નામને અવિશેષિત માનવામાં આવે તો રત્નપ્રભાનો નારક, શર્કરપ્રભાનો નારક, વાલુકાપ્રભાનો નારક આ વિશેષિત દ્વિનામ કહેવાય. જો “રત્નપ્રભાનો નારક' આ નામને અવિશેષિત માનવામાં આવે તો રત્નપ્રભાનો પર્યાપ્ત નારક અને અપર્યાપ્તનારક, આ વિશેષિત કહેવાય. યાવતુ તમસ્તમપ્રભાનો નારક' આ નામને અવિશેષિત માનવામાં આવે તો તેના પર્યાપ્ત અને અપયપ્તિ એ વિશેષિત નામ કહેવાય. જો તિર્યંચયોનિક આ નામને અવિશેષિત માનવામાં આવે તો એકેન્દ્રિય બેઇન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિંદ્રિય, પંચેન્દ્રિય, આ વિશેષિત નામ કહેવાય. જો એકેન્દ્રિયને અવિશેષિત માનવામાં આવે તો પૃથ્વી, અપુ, તેજ, વાયુ અને વનસ્પતિ, આ નામો વિશેષિત કહેવાય. જો પૃથ્વીકાયનામને અવિશેષિત માનવામાં આવે તો “સૂક્ષ્મપૃથ્વીકાય’ અને ‘બાદરપૃથ્વીકાય' આ વિશેષિતનામ કહેવાય. જો સૂક્ષ્મપૃથ્વીકાય” નામને અવિશેષિત માનવામાં આવે તો પર્યાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org