SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ અનુગદારાઈ -(૩૧૨) કોઈ પુરુષને પ્રશ્ન કર્યો કે તમે કયાં રહો છો ?” અવિશદ્ધનૈગમનયના મતાનુસારે તેણે જવાબ આપ્યો- હું લોકમાં રહુ .” પ્રશ્નકર્તાએ કહ્યું- “લોક ત્રણ પ્રકારના છે જેમકેઉર્ધ્વલોક, અધોલોક અને તિર્યશ્લોક. શું તમે આ ત્રણેલોકોમાં વસો છો ?' ત્યારે વિશુદ્ધનયમુજબ તેણે કહ્યું- 'તિર્યશ્લોકમાં વસુ છું.” પ્રશ્રકતએ પ્રશ્ન કર્યો- 'તિર્યશ્લોક જબૂદ્વીપ વગેરે સ્વયંભૂરમણપર્યન્ત અસંખ્યાત દ્વીપ-સમુદ્ર રૂપ છે. તો શું તમે આ સવમાં નિવાસ કરો છો ?' ત્યારે વિશુદ્ધતરનૈગમનયના અભિપ્રાય મુજબ તેણે કહ્યુંજબૂદ્વીપમાં રહું છું.' ત્યારે પ્રશ્નકર્તાએ પૂછયું- “જબૂદ્વીપમાં તો દશ ક્ષેત્ર આવ્યાં છે, જેમકે- ભરત ઐરાવત હેમવત ઐરણ્યવત હરિવર્ષ રમ્યફવર્ષ દેવકુ ઉત્તરકુરુ પૂવવદેહ અને અપરવિદેહ. તો શું તમે આ સર્વ ક્ષેત્રોમાં નિવાસ કરો છો ? ત્યારે વિશુદ્ધતરનૈગમનય મુજમ તેને જવાબ આપ્યો કે ભરતક્ષેત્રમાં રહું છું.” ફરી પ્રશ્નકર્તાએ પ્રશ્ન કર્યો ભરતક્ષેત્ર બે વિભાગોમાં વિભક્ત છે. દક્ષિણાર્ધભરત અને ઉત્તરાર્ધભરત તો શું તમે બંને ભારતમાં રહો છો ?” ત્યારે વિશુદ્ધતર નૈગમનય મુજબ તેણે જવાબ આપ્યો કે- ‘દક્ષિણાર્ધ ભારતમાં રહું છું. ત્યારે પ્રશ્નકતએ પ્રશ્ન કર્યોદક્ષિણાર્ધ- ભરત ક્ષેત્રમાં ઘણા ગ્રામ, આકર, નગર, નિગમ, ખેટ, કર્બટ, મંડબ, દ્રોણમુખ, પટ્ટન, આશ્રમ સત્રિવિશો છે તો શું તમે સર્વમાં નિવાસ કરો છો ? વિશદ્ધતરમૈગમનય મુજબ તેણે જવાબ આપ્યો કે હું પાટલીપુત્રમાં વરુ છું.” પ્રશ્નકર્તાએ ફરી પ્રશ્નકર્યો કે “પાટલીપુત્રમાં ઘણાં ઘરો આવેલા છે. તો શું તમે તે સર્વ ઘરોમાં નિવાસ કરો છો ત્યારે વિશુદ્ધતરનૈગમનય મુજબ તેણે જવાબ આપ્યો કે- બહુ દેવદત્તના ઘરમાં રહું છું” પ્રશ્રકારે પ્રશ્નકર્યો કે “દેવદત્તના ઘરમાં ઘણા પ્રકોષ્ઠો છે તો શું તમે સર્વ પ્રકાષ્ઠોમાંનિવાસ કરો છો?' ત્યારે તેણે કહ્યું- હું મધ્યગૃહમાં નિવાસ કરું છું વિશુદ્ધનૈગમનયના મતથી વસતિ આ રીતે છે. વ્યવહારનયનું મન્તવ્ય પણ નૈગમનય જેવું જ છે. સંગ્રહનયમુજબ તો હું સંસ્મારકમાં જ્યાં બેસું છું, શયન કરું છું, ત્યાં રહું છું એમ કહેવાય.જુસૂત્રનય કહે છે કે- “જેટલા આકાશ પ્રદેશોમાં મેં અવગાહન કર્યું છે તેમાં રહું છું ત્રણ શબ્દનય કહે છે કે હું આત્મસ્વરૂપમાં રહું છું કારણ કે અન્યદ્રવ્યની અન્યદ્રવ્યમાં વૃત્તિ હોય જ નહિ. પ્રદેશદગંતથી નયના સ્વરૂપનું પ્રતિપાદન કેવી રીતે થાય છે ? પ્રદેશદષ્ટાંત આ પ્રમાણે છે.- નૈગમનયના મતે છ દ્રવ્યોના પ્રદેશો હોય છે. જેમકે ધમસ્તિકાયનો પ્રદેશ અધમસ્તિકાયનો પ્રદેશ આકાશાસ્તિકાયનો પ્રદેશ જીવાસ્તિકાયનો પ્રદેશ સ્કંધનો પ્રદેશ અને દેશનો પ્રદેશ નૈગમનયના આવા કથનને સાંભળી સંગ્રહાયે કહ્યું- એમ ન કહો, કારણ કે દેશનો જે પ્રદેશ છે તે દ્રવ્યનો જ છે. તાત્પર્ય એ છે કે છઠાસ્થાનમાં “દેશ પ્રદેશ' કહ્યો છે તેની કોઈ સ્વતંત્ર સત્તા નથી કારણ કે તે ધમસ્તિકાય આદિના દેશોનો જે પ્રદેશ છે તે ખરેખર ધમસ્તિકાય આદિનો જ દેશ છે. અને દ્રવ્યથી અભિન દેશનો પ્રદેશ વસ્તુતઃ તે દ્રવ્યરૂપ જ છે. તેના માટે કોઈ દષ્ટાંત આપે છે- જેમ દાસ મારી આધીનતામાં હોવાથી તેને ખરીદેલ ગર્દભ પણ મારું જ છે. આવી વ્યવહાર પદ્ધતિ લોકમાં છે. તે પ્રમાણે જ ધમસ્તિકાયનો પ્રદેશ પણ દ્રવ્યનો જ છે તે સ્વતંત્ર નથી માટે તમે છના પ્રદેશ” ન કહો પણ “પાંચના પ્રદેશ કહો. ધમસ્તિકાય પ્રદેશ અધમસ્તિકાયપ્રદેશ આકાશાસ્તિકાયપ્રદેશ જીવાસ્તિ કાય પ્રદેશ અને સ્કંધ પ્રદેશ. આ પ્રમાણે કહેતા સંગ્રહનયને વ્યવહારનય કહે છે કે તમે જે પાંચના પ્રદેશ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy