SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૩૧૦ ૩૭૫ સ્થાપનીયચારિત્રગુણપ્રમાણ પરિહારવિશુદ્ધ ચારિત્રગુણપ્રમાણ અને યથાખ્યાતચારિત્રગુણપ્રમાણ તેમાં સામાયિકચારિત્રના બે પ્રકાર કહ્યાં છે. ઈત્વરિક-સ્વલ્પકાલિક કે જે પ્રથમ અને અંતિમ તીર્થંકરના સમયમાં જ્યાં સુધી મહાવ્રતોનું આરોપણ ન કરાય ત્યાં સુધી હોય તે, યાવત્કથિતજીવનપર્યન્તનું સામાયિકચારિત્ર. તે ૨૨ તીર્થંકરો અને મહાવિદેહ ક્ષેત્રના સાધુઓમાં હોય છે. છેદોપસ્થાનચારિત્ર-જેમાં પૂર્વ-પર્યાયનું છેદન કરી ફરી મહાવ્રતોની ઉપસ્થાપના કરવામાં આવે તેના બે ભેદ સાતિચારમૂલગુણના વિરાધક સાધુને પુનઃ વ્રતપ્રદાન કરવું નિરતિચાર- ઈત્વકિસામાયિકચારિત્રનું પાલન કરનાર સાધુને સાત દિવસ, ૪ માસ કે છ માસ પછી જે ચારિત્ર અપાય તે પરિહારવિશુદ્ધચારિત્ર-વિશિષ્ટતપથી ચારિત્રની વિશુદ્ધિ કરવારૂપ તેના બે પ્રકાર છે. નિર્વિશ્યમાનક જે તપશ્ચર્યા કરનારનું નિર્વિષ્ટકાયિક-જે તપશ્ચર્યા કર્યા પછી વૈયાવચ્ચ કરે તે સૂક્ષ્મસંપરાયચારિત્રજેમાં સૂક્ષ્મલોભમાત્ર અવશેષ હોય. તેના બે ભેદ સંકિલશ્યમાન ઉપશમશ્રેણિથી મૂતથના૨ જીવોનું ચારિત્ર. વિશુદ્ધમાનકશ્રેણિઆરોહણ કરનારનું ચારિત્ર. યથાખ્યાતચારિત્ર-જેમાંકષાયોદયનો સદંતર અભાવ રહે છે. તેના બેભેદ છે પ્રતિપાતિ એટલે ૧૧ મા ગુણસ્થાનવાળાનું અને અપ્રતિપાતિ એટલે ૧૨ આદિ ગુણસ્થાનવાળાઓનું અથવા (૧) છાવસ્થિક અને (૨) કેવલિક. આ રીતે ચારિત્રગુણપ્રમાણનું સ્વરૂપ કથન જાણવું કથન સમાપ્ત થયું. [૩૧૦] નયનપ્રમાણનું સ્વરૂપ કેવું છે ?- ગૌતમ ! અનંત ધર્માત્મક વસ્તુના અન્ય ધર્મોને ગૌણ કરીને વિવક્ષિત ધર્મને મુખ્ય કરીને વસ્તુ પ્રતિપાદક વકતાનો જે અભિપ્રાય હોય છે તે નયપ્રમાણ છે. તે નયપ્રમાણનું સ્વરૂપ ત્રણ દૃષ્ટાંતોવડે સ્પષ્ટ કરવામાં આવ્યુંછે. જેમકે-પ્રસ્થાકનાદષ્ટાંતથી, વસતિના દષ્ટાંતથી અને પ્રદેશના દૃષ્ટાંતથી. પ્રસ્થકનું દૃષ્ટાંત કોને કહે છે ? પ્રસ્થ એટલે ધાન્ય માપવાનું કાષ્ઠનું પાત્રવિશેષ.જેમકેકોઈ પુરુષ કુહાડી ગ્રહણ કરી જંગલ તરફ જાય છે, તેને જોઈને કોઈએ પ્રશ્ન કર્યો ‘તમે કાં જઈ રહ્યાં છો ?’ ત્યારે અવિશુદ્ઘનૈગમનયના મુજબ તેને કહ્યું ‘હું પ્રસ્થક લેવા જાઉં છુ કોઈએ તેને વૃક્ષને છેદતા જોઈ પૂછ્યું-· તમે આ શું કાપી રહ્યા છો ?” ત્યારે તેને વિશુદ્ઘનૈગમનય મુજબ જવાબ આપ્યો- હું પ્રસ્થ કાપું છું.’ પછી કોઈએ લાકડા છોલતા જોઈ પૂછ્યું-તમે શું છોલો છો ? ત્યારે વિશુદ્ધતરનૈગમનયના અભિપ્રાયે તે બોલ્યા-હું પ્રસ્થક છોલી રહ્યો છું'. પ્રસ્થથક નિમિત્તે કાષ્ઠના મધ્યભાગને કોરતો જોઈ કોઈએ પૂછ્યું ‘તમે આ શું કરો છો ?’ ત્યારે વિશુદ્ધતરનૈગમનય મુજબ તેને જવાબ આપ્યો - ‘હું પ્રસ્તક ઉત્કીર્ણ કરી રહ્યો છું.’ જ્યારે તે ઉત્કીર્ણ કાષ્ઠ ઉપર લેખની વડે પ્રસ્થકમાટે ચિહ્ન ક૨વા લાગ્યો તેને જોઈને કોઈએ પૂછ્યું- “આ તમે શું કરો છો ?' ત્યારે તેને વિશુદ્ધતરનૈગમનયથી કહ્યું- ‘હું પ્રસ્થકના આકારને અંકિત કરુ છું.’ પ્રસ્થક સંબંધી આ પ્રશ્નોત્તર સંપૂર્ણ પ્રસ્થક તૈયાર ન થઈ જાય ત્યાં સુધી કરતાં રહેવું આ પ્રમાણે વ્યવહારનયને આશ્રિત કરીને પણ જાણવું. સંગ્રહનયના મતમુજબ ધાન્યપૂરિત પ્રસ્થક તે જ પ્રસ્થક કહી શકાય છે. ઋજુસૂત્રનયમુજબ ધાન્યાદિક પણ પ્રસ્તક છે, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત આ ત્રણ નયના મતાનુસાર જે પ્રસ્થકના સ્વરૂપના પરિ જ્ઞાનમાં ઉપયુક્ત છે તેજ પ્રસ્થક છે. જેનાવડે નયસ્વરૂપનું ગ્રહણ થાય છે તે વસતિનું દૃષ્ટાંત કેવું છે ? કોઈ પુરુષે બીજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy