SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ સુત્ર- ૧૧૭ ૨૮૫ માર્ગણતા- અન્વય-વ્યતિરેકરૂપ ધર્મનું અન્વેષણ કરવું. વ્યતિરેક-અસભૂત ધર્મના ત્યાગ પૂર્વક અન્યધર્મનું અન્વેષણ કરવું. ચિંતા-સભૂત પદાર્થનું વારંવાર ચિંતન કરવું. વિમર્શ-કંઈક સ્પષ્ટ વિચાર કરવો. [૧૧૭અપાયમતિજ્ઞાન કેટલા પ્રકારે છે ? અવાય છ પ્રકારનું પ્રરૂપ્યું છે, જેમકેશ્રોત્રેન્દ્રિયઅવાય. ચક્ષુરિન્દ્રિયઅવાય, ધ્રાણેન્દ્રિય અવાય, જિન્દ્રિયઅવાય સ્પર્શેન્દ્રિયઅવાય અને નોઈન્દ્રિય અવાય. તેના એકાઈક નાનાઘોષ અને નાના વ્યંજનવાળા પાંચનામ છે, જેમકે- આવર્તનતા-ઈહા પછી નિશ્ચય બોધરૂપ પરિણામથી પદાર્થનું વિશિષ્ટ જ્ઞાન કરવું પ્રત્યાવર્તનતા-ઈહાદ્વારા અથનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરવું. અવાય-સર્વરીતે પદાર્થનો નિશ્ચય બુદ્ધિ-નિશ્ચયાત્મકજ્ઞાન વિજ્ઞાન- વિશિષ્ટતર નિશ્ચય અવસ્થાને પામેલ જ્ઞાનને વિજ્ઞાન કહે છે. [૧૧૮]ધારણા કેટલા પ્રકારની છે? ધારણાના છ પ્રકાર છે, જેમકે- શ્રોત્રેન્દ્રિય ધારણા, ચક્ષુરિન્દ્રિયધારણા. ધ્રાણેન્દ્રિયધારણા. રસનેન્દ્રિયધારણાં. સ્પર્શેન્દ્રિય ધારણા. નોઈદ્રિય ધારણા. તેના પણ નાનાઘોષ અને નાના વ્યંજન- વાળા એકાWક પાંચ નામ છે, -ધારણા-જધન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ વ્યતીત થવા છતાં પણ યોગ્ય નિમિત્ત મળવાપર જે સ્મૃતિ જાગી ઉઠે તે ધારણા. સાધારણા-જાણેલ અર્થને અવિસ્મૃતિપૂર્વક અંતમુહૂર્તસુધી ધારણ કરી રાખવું સ્થાપના-નિશ્ચય કરેલ અર્થનું હૃદયમાં સ્થાપન કરવું. પ્રતિષ્ઠા અવાય દ્વારા નિર્મીત અર્થોને ભેદ-પ્રભેદ સહિત હૃદયમાં સ્થાપન કરવું. કોષ્ઠ-જેમ કોષ્ઠમાં રાખેલ ધાન્ય નષ્ટ ન થાય પણ સુરક્ષિત રહે છે તેવી રીતે હૃદયમાં સૂત્ર અને અર્થને ધારણ કરી રાખવું. [૧૧૮]અવગ્રહ [અથવગ્રહ જ્ઞાનનો કાળ–પ્રમાણ એક સમય છે, ઈહાનો અંતર્મુહૂર્ત પ્રમાણ એક સમય છે, અવાયનો પણ અંતર્મુહૂર્ત પ્રમાણ કાળ છે, ધારણાનો કાળ સંખ્યાત-કાળ અથવા યુગલિયાઓની અપેક્ષાથી અસંખ્યાત કાળ પણ છે. [૧૨]આ રીતે-ચાર પ્રકારનો વ્યંજનાવગ્રહ, છ પ્રકારે અથવગ્રહ, છ પ્રકારની ઈહા, છપ્રકારતા અવાય, છપ્રકારની ધારણા, આ અઠ્ઠાવીસ પ્રકારના મતિજ્ઞાનમાં જે વ્યંજનાવગ્રહ છે તેનું પ્રતિબોધક અને મલ્લક ના દષ્ટાંતથી પ્રરૂપણા કરીશ. પ્રતિબોધકના દષ્ટાંતથી વ્યંજનાવગ્રહનું નિરૂપણ કેવી રીતે હોય છે ? પ્રતિબોધકના દષ્ટાંતથી આ પ્રમાણે છે, જેમકે- કોઈ પુરૂષ કોઈ સૂતેલા માનવને “હે અમુક! હે અમુક!” એવી રીતે અવાજ કરી જગાડે, ત્યારે વચ્ચેજ શિષ્ય પ્રશ્ન કર્યો. ભગવન્! આમ કહેવા પર શું તે પુરૂષના કાનોમાં એક સમયમાં પ્રવિષ્ટ પુદ્ગલ ગ્રહણ કરવામાં આવે છે કે, બે સમયોમાં પ્રવિણ પુદ્ગલ ગ્રહણ કરવામાં આવે છે? યાવતુ દશ સમયમાં યા સંખ્યાત. સમયમાં કે અસંખ્યાત સમયમાં પ્રવિષ્ટ પુદ્ગલો ગ્રહણ કરવામાં આવે છે ? આમ પૂછવા પર ગુરુએ કહ્યું કે -- વત્સ ! એક સમયમાં પ્રવિષ્ટ પ્રદૂગલો ગ્રહણ કરવામાં આવતા નથી, બે સમયમાં પ્રવિણ પુગલો પણ ગ્રહણ કરવામાં આવતા નથી, પરંતુ અસંખ્યાત સમયમાં પ્રવિષ્ટ પદ્ગલો ગ્રહણ કરવામાં આવે છે. આ રીતે પ્રતિબોધકના દાંતથી વ્યંજન નાવગ્રહનું સ્વરૂપ થયું. મલકના દષ્ટાંતથી વ્યંજનાવગ્રહનું સ્વરૂપ કેવું છે ? મલ્લકનું દાંત જેવી રીતે કોઈ પુરુષ કુંભારના નિંભાડામાંથી મલ્લક લાવે, તેમાં પાણીનું એક ટીપું નાખે, તે નષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy