________________
૨૮૪
નંદીસુનં-(૧૦૧) કૂપ, વન-ખંડ, ખીર અતિગ, પત્ર, ઢેઢગરોળી પાંચપિતા. આ સર્વે ઓત્પાતિકી બુદ્ધિના ઉદાહરણો છે.
[૧૦૧-૧૦૩] વિનયથી ઉત્પન્ન થયેલી બદ્ધિ કાર્ય-ભાર વહન કરવામાં સમર્થ હોય છે. ત્રિવર્ગ-ધર્મ,અર્થ, કામનું પ્રતિપાદન કરનાર સૂત્ર તથા અર્થના પ્રમાણ-સારને ગ્રહણ કરનારી તથા આ લોક અને પરલોકમાં ફળ દેનારી હોય છે. વૈયિકી બુદ્ધિના ઉદાહરણો-નિમિત્ત, અર્થશાસ્ત્ર, લેખ, ગણિત, કૂપ, અશ્વ, ગર્દભ, લક્ષણ, ગ્રન્યિ, ઔષધ, રથિક, વેશ્યા, ભીંજાયેલી, શાટિકા, લાંબુતૃણ, વિપરીત, ઠોંચાદિ, નવોદક, બળદની ચોરી, ઘોડાનું મરણ, વૃક્ષનું પડવું.
[૧૦૪-૧૦૫]ઉપયોગ પૂર્વક-મનનથી કાર્યોના પરિણામને જોવાવાળી, અભ્યાસ અને વિચારવાથી વિશાળ બનેલી, તેમજ વિદ્વજ્જનોથી સાધુવાદરૂપ ફળ આપનારી, આ રીતે કાર્યના અભ્યાસથી સત્પન્ન બુદ્ધિ કર્મના બુદ્ધિ છે. કર્મકાબુદ્ધિના ઉદાહરણો- સુવર્ણકાર, ખેડૂત, વણકર, રસોઈઓ, મણિકાર, ઘી વેચનાર, નટ, દરજી, કડીયો, કંદોઈ, ઘટ, ચિત્રકાર.
[૧૦૬-૧૧૦]અનુમાન, હેતુ, અને દષ્ટાંતથી કાર્યસિદ્ધ કરનારી અવસ્થાના પરિપાકથી પુષ્ટ થનારી. લોકહિત કરનારી. મોક્ષરૂપ ફળ દેનારી બદ્ધિ પારિણામિકી કહેવાય છે. પારિણામિકી બુદ્ધિના ઉદાહરણ અભયકુમાર શ્રેષ્ઠિકુમાર દેવી ઉદિતોદય, રાજા, સાધુ, નંદિષેણ, ધનદત્ત, શ્રાવક, અમાત્ય, ક્ષપક, અમાત્યપુત્ર, ચાણકય, સ્થૂલભદ્ર, નાસિકપુરનાસુંદરીનંદ, વજસ્વામી, ચરણાહત, આમલક, મણિ, સર્પ, ગેંડો, સૂપ-ભેદન ઈત્યાદિ. આ તે અશ્રુતનિશ્રિતા નું વર્ણન સમાપ્ત થયું.
[૧૧૧]ઋતનિશ્રિત મતિજ્ઞાન કેટલા પ્રકારનું છે. તે ચાર પ્રકારનું છે, જેમકે–અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા.
[૧૧૨-૧૧૫]અવગ્રહ કેટલા પ્રકારે છે ? અવગ્રહ બે પ્રકારે છે. તે આ પ્રમાણે અથવગ્રહ વ્યંજનાવગ્રહ. વ્યંજનાવગ્રહના કેટલા પ્રકારે છે? વ્યંજનાવગ્રહ ચાર પ્રકારે – શ્રોત્રેન્દ્રિય-વ્યંજનાવગ્રહ ધ્રાણેન્દ્રિયવ્યંજનાગ્રહ ક્વેિદ્રિયવ્યંજનાવગ્રહ સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ. અથવિગ્રહ કેટલા પ્રકારે છે ? અથવગ્રહ છ પ્રકારે છે, જેમકે-શ્રોત્રેન્દ્રિય અર્થાવગ્રહ ચક્ષુરિન્દ્રિયઅથવગ્રહ ધ્રાણેન્દ્રિઅથવગ્રહ જિહુવેન્દ્રિય અર્થાવગ્રહ સ્પર્શેન્દ્રિય અથવિગ્રહ નોઈન્દ્રિયઅથવગ્રહ. અથવગ્રહના નાના ઘોષ અને નાના વ્યંજનોવાળા પાંચ નામ છે, - અવગ્રહણતા-જેના દ્વારા શબ્દાદિ પુદ્ગલો ગ્રહણ કરાય તેને અવગ્રહ કહેવાય છે. ઉપધારણતા- વ્યંજનાવગ્રહના શેષ સમયમાં નવીન નવીન પગલોને સમયે-સમયે ગ્રહણ કરવા અને પહેલા-ગ્રહણ કરેલાને ધારણ કરવા તે, શ્રવણતા-જે અવગ્રહ શ્રોત્રેન્દ્રિય દ્વારા થાય તે શ્રવણતા કહેવાય છે અવલંબનતા-અર્થનું ગ્રહણ કરવું તે, મેઘા-આ સામાન્ય અને વિશેષ બન્નેને ગ્રહણ કરે છે.
[૧૧]ઈન્દ્રિયના વિષય અને હર્ષ વિષાદ આદિ માનસિક ભાવોના સંબંધમાં નિર્ણય કરવાને માટે વિચારરૂપ ઈહા કેટલા પ્રકારની છે ? ઈહા છ પ્રકારની છેશ્રોત્રેન્દ્રિય ઈહા, ચક્ષુરિન્દ્રિય ઈહા, ધ્રાણેન્દ્રિય ઈહા, જિહુવેન્દ્રિય ઈહા, સ્પર્શેન્દ્રિય ઈહા, નોઈન્દ્રિયઈહા. તેના એકાર્થક, નાનાઘોષ, અને નાના વ્યંજનવાળા પાંચ નામ છે, તે આ પ્રમાણે આભોગનતા–અર્થાવગ્રહ પછી સભૂત અર્થની વિશેષ વિચારણા કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org