SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન - ૧૭. ૨૧૭ [પપપ જે પોતાના આચાર્યનો ત્યાગ કરીને, અન્ય મત પરંપરાને સ્વીકારે છે, જે ગાણંગણિક-અર્થાત એક ગણમાંથી. બીજા ગણમાં જાય છે તે પાપશ્રમણ છે. [૫૫] જે પોતાનું ઘર છોડીને બીજાના ઘર ગૃહસ્થીના ધંધામાં જોડાય છે, જે શુભાશુભ દેખાડીને ધન મેળવે છે તે પાપશ્રમણ છે. [પપ૭] જે પોતાની જાતભાઈઓ-પૂર્વ-પરિચિતો પાસેથી આહાર લે છે, બધાં ઘરોમાંથી સામુદાયિક નથી લેતો, ગૃહસ્થની પથારી પર બેસે છે તે પાપભ્રમણ છે. [૫૮] જે આવું આચરણ કરે છે, તે પાર્થસ્થ આદિ પાંચ કુશીલ ભિક્ષુઓ જેવો અસંવૃત છે. કેવળ મુનિવેશ ધારણ કરેલ નિકૃષ્ટ મુનિ છે. તે આ લોકમાં વિષની જેમ નિન્દનીય છે. તેથી તે ન તો આ લોકનો રહે છે, ન તો પરલોકનો. પિપ૯] જે સાધુ આ દોષોથી સદા દૂર રહે છે તે મુનિઓમાં સવતી છે. તે આ લોકમાં અમૃતની જેમ પૂજાય છે. તેથી તે આ લોક તથા પરલોક બંને લોકોની આરાધના કરે છે. -એમ હું કહું છું. અધ્યયન-૧૭ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ | (અધ્યયન-૧૮-સંજયીય). [પ૬૦-૫૬૨] કામ્પિલ્ય નગરમાં ઋદ્ધિ-સિદ્ધિ, સૈન્ય-સંપન્ન, સંજય નામનો રાજા હતો. એક દિવસ તે મૃગયા માટે નીકળ્યો. તે રાજા વિશાળ અશ્વસેના, ગજસેના. રથસેના તેમજ પાયદળસેનાથી ઘેરાયેલો હતો. ઘોડેસવાર રાજા. રસમાં મશગૂલ બની. કામ્પિત્ય ગરના કેશરબાગ તરફ દોડતાં થાકેલાં ભયભીત હરણોને મારતો હતો. [૫૩-૫૬૫] કેશરબાગમાં એક અનગાર તપોધન સ્વાધ્યાય તેમજ ધ્યાનમાં લીન હતા. ધર્મધ્યાનની એકાગ્રતા સાધતા હતા. કર્મબંધના રાગાદિ કારણોને ક્ષય કરનાર અનગાર લતામંડપમાં ધ્યાન કરતા હતા. તેમની નજદિક આવેલાં હરણો રાજાએ માય, ઘોડેસવાર રાજા જલદી જ ધ્યાનસ્થ મુનિ પાસે પહોંચ્યો, ત્યારે મરેલાં હરણનો જોયાં. બીજી બાજુ અનગાર તપસ્વીને જોયા. fપ૬૬-૫૬૭] રાજા મુનિને જોઈ એકાએક ભયભીત થયો. તેણે વિચાર્યું-હું કેટલો ભાગ્યહીન છું. રસલોલુપ તેમજ હિંસક વૃત્તિનો છું. મેં વ્યર્થ મુનિને દુઃખી કર્યા. ઘોડા પરથી ઊતરી તે રાજાએ અનગારને વિનયપૂર્વક ચરણોમાં વંદન કર્યા અને કહ્યું ભગવન્! આ અપરાધ માટે મને માફ કરો. [૫૬૮-૫૯] તે અનગાર ભગવાન મૌનપૂર્વક ધ્યાનમાં લીન હતા. તેમણે રાજાને કાંઈ જવાબ ન આપ્યો. તેથી રાજા વધુ ભયભીત થયો. રાજાએ કહ્યું: “ભગવન હું સંજય છું. આપ મારી સાથે કાંઈક તો બોલો. હું જાણું છું કે કુદ્ધ અનગાર પોતાના તેજથી કરોડો માણસોનો બાળી નાંખે છે.” [પ૭૦-૫૭૧] અનગારે કહ્યું- “રાજનું ! તું અભય છે. અને વિશેષમાં તું અભયદાતા બન ! આ અનિત્ય જીવલોકમાં તું શા માટે હિંસા કરે છે? બધું મૂકીને તારે લાચાર બની અહીંથી જરૂર જવાનું જ છે તો આ અનિત્ય જીવલોકમાં-તું રાજ્યમાં શા માટે આસક્ત થયો છે! [પ૭૨-૫૭] રાજન ! તું જેમાં મોહ મુગ્ધ છે તે જીવન વીજળીની જેમ ચંચળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy