________________
૧૬૪
દસયાલિય- -J૨૭૪ કરે. નિયાગ એટલે હંમેશાં એકજ ઘેરથી આમંત્રિત, ભિક્ષને માટેજ ખરીદીને લવાયેલો સાધુને ઉદ્દેશીને બનાવેલો, દૂરથી સાધુમાટે તેની પાસે લાવી આહાર આપે તે લેવોઆવા દૂષિત આહાર જીવ હિંસાને અનુમોદન આપે છે, એમ ભગવાન મહાવીરે કહ્યું છે. તેથી સંયમમાં સ્થિર ચિત્ત વાળા ધર્મજીવી નિર્ગસ્થ પુરુષો કીત, ઔદેશિક કે આત દોષવાળા આહાર પાણીને ગ્રહણ કરતા નથી.
[૨૭૫-૨૭૭] ગૃહસ્થનાં કાસુ (ઇત્યાદિ ધાતુના) પ્યાલાં, બીજાં વાસણો તથા માટીના લોટો કુંડા વગેરેમાં આહાર કરવાવાળો ભિક્ષ પોતાના સંયમથી ભ્રષ્ટ થાય છે. તે વાસણો ધોવાં પડે તો સચિત્ત અને તે પાણીને ફેંકવાથી બીજા પણ ઘણાં પ્રાણીઓનો નાશ થાય. માટેજ તીર્થંકરાદિ દેવોએ તેમાં અસંયમ કહ્યો છે. ગૃહસ્થના વાસણમાં જમવાથી પશ્ચાતુ કર્મ અને પુરાકર્મ એ બન્ને પ્રકારના દોષો થવાનો સંભવ પણ છે તેથી સંયમીઓએ તે પાત્રોમાં ભોજન કરવું યોગ્ય નથી.
[૨૮૭-૨૮૦] શણનો ખાટલો, પાટીનો પલંગ, શણની દોરીથી બનાવેલી માચી તથા આરામ ખુરસી વગેરે આસન પર બેસવું કે સૂવું તે આર્ય ભિક્ષુઓને માટે યોગ્ય નથી અનાચણે છે. માટે તીર્થંકરની આજ્ઞાની આરાધક નિગ્રંથો પલંગ, ખાટલો, માચી કે તેવી નેતરની ખુરસી કે ગાદી પર બેસતા નથી કારણ કે ત્યાં સૂક્ષ્મ જીવોનું પ્રતિલેખન થઈ શકતું નથી તેવાં આસનોના ખુણામાં નીચે કે આજુબાજુમાં અંધારું હોય છે, તેથી તે અપ્રકાશમાં રહેલા પ્રાણીઓ બરાબર ન દેખાવાથી તે પર બેસતાં હિંસા થવાનો સંભવ છે. માટે તેવા પ્રકારના માચ, ખાટલા વગેરેનો ત્યાગ કરવાનું કહ્યું છે.
[૨૮૧-૨૮૪] ગોચરી માટે જઈ ગૃહસ્થને ઘેર બેસવું યોગ્ય નથી, તેનાથી આ પ્રમાણે અબોધિકારક-અનાચાર થવાનો સંભવ રહે છે. બ્રહ્મચર્ય પાળવામાં વિપત્તિ ઉભી થાય છે. પ્રાણીઓનો વધ થવાથી સંયમ પણ નાશ પામે છે. ભિક્ષાચરોને વિઘ્ન થાય છે તથા ગૃહસ્થોના ક્રોધનું કારણ બની જવાય છે. ગૃહસ્થને ઘેર બેસવાથી બ્રહ્મચર્યનું રક્ષણ થઈ શકતું નથી અને ગૃહસ્થ સ્ત્રી સાથેના પરિચયથી અન્ય જનોને સાધુના ચારિત્રપ્રત્યે શંકા થાય છે, માટે આવા દુરાચારને વધારનાર સ્થાનને સંયમી દૂરથીજ છોડીદે તેમ છતાં જો જરાવસ્થાથી પીડિત, રોગી કે તપસ્વી હોય. આ ત્રણ પૈકી કોઈને પણ ગૃહસ્થને ઘરે કારણસર બેસવું પડે તો કહ્યું છે.
[૨૮૫-૨૮૭] રોગી કે અરોગી કોઈ પણ ભિક્ષુ જ્ઞાનની પ્રાર્થના કરે અર્થાત ઇચ્છે તો પોતાના આચારનું ઉલ્લંઘન થાય છે અને તેથી સંયમને હાનિ પહોંચે છે. કારણ કે ક્ષાર ભૂમિ અથવા તિરાડવાળી ભૂમિમાં ઘણા સૂક્ષ્મ પ્રાણિઓ રહેલાં હોય છે. માટે જો ભિક્ષુ અચિત પાણીથી પણ સ્નાન કરે તો તે જીવોને પીડા પહોંચાડે છે. તે માટે શીતલ. કે ઉષ્ણ કોઈપણ પાણીથી સંયમી પુરુષો સ્નાન કરતા નથી, અને જીવનપર્યત તેવા કઠિન અસ્નાન વ્રતને ધારણ કરે છે.
[૨૮૮-૨૯૧] સંયમી પુરુષ સ્નાન, સુગંધી ચંદન, લોઘ કુંકુમ, પ કેસર વગેરે દ્રવ્યોથી કદી પણ શરીરને વિલેપન કે મર્દન વગેરે કરે નહિ. નગ્ન જીર્ણપ્રાયા વસ્ત્રવાળા, મુંડિત કિશલ્ચન કરનારા), દીર્ઘરોમ તથા નખવાળા અને મૈથુનથી સર્વથા વિરક્ત થયેલ સંયમીને વિભૂષાનું પ્રયોજન શું હોય ? વિભૂષાને નિમિત્તે ભિક્ષુ એવાં ચિકણાં કમોં બાંધે છે કે જે કર્મોથી દુઃખ કરીને મુક્ત થઈ શકાય એવો ભિક્ષુ ભયંકર સંસાર રૂપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org