________________
અધ્યયન- ૨૦.
૨૨૫ વિદ્યા જાણનારા, ઔષધિનો ઉપચાર કરનારા, અજોડ કુશળ આયુર્વેદાચાર્યો મારી ચિકિત્સા માટે આવ્યા. તેમણે મારી વૈદ્ય, રોગી, ઔષધ, સેવક એમ ચતુષ્પાદ ચિકિત્સા-કરી પણ તેઓ મને દુઃખમુક્ત ન કરી શક્યા. આ મારી અનાથતા હતી.
[૭૩૬-૭૪૨] મારા પિતાએ ચિકિત્સકોને મારા માટે સર્વોત્તમ વસ્તુઓ આપી પણ તેઓ મને દુઃખ મુક્ત ન કરી શક્યા. આ મારી અનાથતા હતી. મહારાજ ! મારી માતા પુત્રશોકના દુખે ઘણી દુખી રહેતી. પણ તે મને દુઃખમુક્ત કરી શકી નહિ, એ મારી અનાથતા હતી. મહારાજ ! મારા નાના-મોટા બધા જ સગા ભાઈઓ મને દુઃખ મુક્ત ન કરી શક્યા, એ જ મારી અનાથતા હતી. મહારાજ ! મારી નાની-મોટી સગી બહેનો પણ મને દુઃખ-મુક્ત ન કરી શકી, એ જ મારી અનાથતા હતી. મહારાજ ! મને ચાહનાર મારામાં અનુરક્તા અને અનુવ્રતા મારી પત્ની છાતી પર માથું મૂકી નિરન્તર આંસુ સારતી. તે બાળા મારી સમક્ષ કે પરોક્ષમાં કોઈ પ્રકારનો શણગાર, અન્ન-પાન, સ્નાન, ગન્ધ-માળા, કે સુગન્ધી પદાર્થનો ઉપભોગ કરતી નહીં. તે એક ક્ષણ પણ મારાથી દૂર થતી નહીં. છતાં તે મને દુઃખમુક્ત ન કરી શકી. મહારાજ ! એ જ મારી અનાથતાં હતી.
[૭૪૩-૭૪૭] ત્યારે મેં આમ કહ્યું- વિચાર કર્યો કે પ્રાણીને આ અનન્ત સંસારમાં વારે વારે અસહ્ય વેદના અનુભવવી પડે છે. આ વિપુલ વેદનામાંથી એક વાર પણ જો છુટકારો થાય તો હું ક્ષાન્ત, દાત્ત અને નિરારમ્ભ અનગારવૃત્તિમાં દીક્ષિત થઈશ. નરાધિપ ! આમ વિચારીને હું સૂઈ ગયો. રાત્રિની સાથે મારું દર્દ પણ ક્ષીણ થઈ ગયું. ત્યાર પછી સવારે નિરોગ થતાં જ હું સ્વજનોને પૂછીને ક્ષાન્ત-દાન્ત-અને નિર-આરંભ થઈ અનગાર વૃત્તિમાં પ્રવ્રજિત થયો. ત્યારે હું પોતાનો અને બીજા-સ્થાવર-જંગમ બધા જીવોનો નાથ થયો.
[૭૪૮-૭પ૧] મારો પોતાનો આત્મા જ વૈતરણી નદી છે. કૂટ શાલ્મલી વૃક્ષ છે અને મારો આત્મા જ કામદૂધા ધેનું છે અને નંદનવન છે. આત્મા જ પોતાના. સુખદુઃખનો કર્યા છે. વિકત-ભોક્તા છે. સતુ પ્રવૃત્તિમાં સ્થિત આત્મા જ પોતાનો મિત્ર છે. અને દુષ્પવૃત્તિમાં સ્થિત આત્મા જ પોતાનો શત્રુ છે. રાજનું! આ એક બીજી પણ અનાથતા છે, તે શાન્ત ચિત્તે એકાગ્ર થઈ સાંભળો. ઘણા એવા કાયર માણસો હોય છે, જે નિર્ઝન્ય ધર્મ જાણીને-પણ દુઃખી થાય છે. સ્વીકત અનાગારધર્મનું પાલન ઉત્સાહથી કરી શકતા નથી. જેઓ મહાવ્રતોને સ્વીકારી પ્રમાદવશ તેને પાળે, આત્માને નિગ્રહમાં ન રાખે, રસોમાં આસક્ત રહે, તેઓ રાગ-દ્વેષ રૂપ બંધનોનો મૂળથી નાશ ન કરી શકે.
[૭પ૦-૭૫૮] જેનાં ગમનાગમન, ભાષા, એષણા, અને આદાન નિક્ષેપણમાં તેમજ મલ-મૂત્રના પરિપ્પાપનમાં સજાગતા નથી; તે વીરપુરુષોને માર્ગે જઈ શકતો નથી. તેમને અનુસરી શકતો નથી. જે અહિંસાદિ વ્રતોમાં અસ્થિર છે. તપ અને નિયમમાં શિથિલ છે. તે લાંબા વખત સુધી માત્ર મુંડાયેલો સાધુ રહે છે. આત્માને કષ્ટ આપીને પણ તે સંસારથી પાર થઈ શકતો નથી. તે ખાલી મુટ્ટીની જેમ નિરર્થક છે. ખોટા સિક્કાની જેમ અપ્રમાણિત છે. વૈડૂર્યની જેમ ચમકનાર ખોટો કાચનો મણિ છે. તે જાણકાર પરીક્ષકોની નજરે મૂલ્યહીન છે. જે કુશીલ-આચારહીન અને માત્ર ઋષિધ્વજ (રજોહરણ વગેરે મુનિ ચિલ) ધારણ કરીને આજીવિકા ચલાવે છે. અસંયત હોવા છતાં [15]
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org