SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ સુત્ર- ૨૮૨ ૩૫૯ થોડો પણ સંશ્લેષ ન રહે, તેવી રીતે ખાલી થઈ જાય તેટલા સમયને વ્યવહારિક બાદર ઉદ્ધારપલ્યોપમ કહે છે. આ પલ્યોપમની કોટિ કોટિ દશગુણિત થઈ જાય.દશકોટિ વ્યવહાર પલ્યમનોએક વ્યાવહારિક ઉદ્ધાર સાગરોપમ થાય છે. સાગરસાથે તુલના કરવામાં આવતી હોવાથી તેને સાગરોપમ કહે છે. [૨૮૨-૨૮૩ વ્યવહારિક ઉદ્ધાર પલ્યોપમ અને વ્યવહારિક ઉદ્ધાર સાગરોપમથી કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે? વ્યવહારિક ઉદ્ધર પલ્યોપમ અને વ્યવહારિક ઉદ્ધાર સાગરોપમથી કોઈ પ્રયોજનની સિદ્ધિ થતી નથી. સૂક્ષ્મ ઉદ્ધારપલ્યોપમનું સ્વરૂપ કેવું છે? સૂક્ષ્મ ઉદ્ધારપલ્યોપમનું સ્વરૂપ આ પ્રમાણે કોઈ પુરૂષ એક યોજન લાંબો, એક યોજન પહોળો અને એક યોજન ઉંડો અને કંઈક ઓછો ષષ્ઠભાગ અધિક ત્રણ યોજનની. પરિઘવાળો પલ્ય હોય, આ પલ્યને એકબે-ત્રણ યાવતું સાત દિવસ સુધીના બાલાગ્રોથી ઠાંસી-ઠાંસીને ભરી દેવામાં આવે. તેમાં રહેલા એક-એક બાલાઝનો અસંખ્યાતઅસંખ્યાત ભાગ કરવામાં આવે. આ બાલાઝના દ્રષ્ટિવિષયીભૂત થનાર એટલે નિર્મળ ચક્ષુથી જોવા યોગ્ય પદાર્થની અપેક્ષાએ અસંખ્યાતમાં ભાગ હોય છે અને સૂક્ષ્મપનક જીવની શરીરરાવગાહનાથી અસંખ્યાતગણા હોય છે. આવા બાલાઝખંડોને ઠાંસી ઠાંસીને ભરવાથી તે અગ્નિથી બળતા નથી, પવનથી ઉડતા નથી, કોહવાતા નથી, વિધ્વંસને પામતા નથી કે તેમાં દુર્ગધ ઉત્પન્ન થતી નથી. સમયે સમયે તે બાલાગખંડોને બહાર કાઢતાં-કાઢતાં જેટલા કાળમાં તે પલ્ય બાલાઝની રજ રહિત, બાલાઝના સંશ્લેષ થી રહિત, વિશુદ્ધ રૂપે ખાલી થઈ જાય તેટલા કાળને સૂક્ષ્મ-ઉદ્ધાપલ્યોપમ કહે છે. આ પલ્યોપમની ૧૦ ગુણિત કોટિ-કોટિ તે સૂક્ષ્મ ઉદ્ધારમાગરોપમ છે અર્થાત્ દશ કોટાકોટી સૂક્ષ્મ ઉદ્ધારપલ્યોપમનો એક સૂક્ષ્મઉદ્ધારસાગરોપમ કહેવાય. [૨૮૪-૨૮૫ સૂક્ષ્મઉદ્ધારપત્યોમ અને સાગરોપમથી ક્યા પ્રયોજનની સિદ્ધિ થાયછે? દ્વીપ-સમુદ્રોની ગણત્રી સૂક્ષ્મઉદ્ધારપલ્યોપમ અને સૂક્ષ્મ ઉદ્ધારસાગરોપમથી કરવામાં આવે છે. ઉદ્ધારપલ્યોપમ અને સાગરોપમ કેટલા દ્વીપ-સમૂહોને બતાવે છે ? ઉદ્ધારસાગરોપના જેટલા ઉદ્ધાર સમયો એટલે બાલાઝ નીકળવાના સમયો છે તેટલાજ દ્વિપ-સમુદ્રો છે અને તે એક બીજાથી બમણા બમણા વિસ્તારવાળા છે. અદ્ધાપલ્યોપમ એટલે અદશ્તાપલ્યોપમના બે ભેદો છે. સૂક્ષ્મ અદ્વપાલ્યોપમ અને વ્યાવહારિક અદ્ધાપલ્યોપમ વ્યાવહારિક અદ્ધાપલ્યોપમ. સ્વરૂપ જણાવે છે કે એક યોજન લાંબો, એક યોજન પહોળો, એક યોજનઊંડો અને કંઈક ઓછા ષષ્ઠભાગ અધિક ત્રણ યોજનની પરિધિવાળો એવો કોઈ એક પલ્ય હોય. તેવા તે પલ્યને એક-બે-ત્રણ દિવસ યાવતું સાત દિવસ પર્યંતના મોટા થયેલા બાલાગ્રખંડોથી ઠાંસી-ઠાંસીને પૂરિત કરવાથી તે બાલા. ગ્રખંડો અગ્નિથી બળતા નથી, વાયુથી ઉડતા નથી, કોહવાતા નથી, વિધ્વંસને પામતા નથી કે તેમાં દુર્ગધ ઉત્પન્ન થતી નથી. સો-સો વર્ષે તેબાલાસ્ત્રોમાંથી એક-એક બાલાષ્ટ્રને બહાર કાઢતાં-કાઢતાં જેટલા સમયમાં તે બધા બાલાગ્ર રજ રહિત, સંશ્લેષરહિત, વિશુદ્ધરૂપે ખાલી થઈ જાય તેટલા સમયને અદ્ધાવ્યવહારિક પલ્યોપમ કહે છે. ૧૦ કોટાકોટી વ્યવહારિક અદ્ધાપલ્યોપમોને એક વ્યવહારિક અદ્ધાસાગરોપમ થાય છે. -૨૮૭] આ વ્યવવહારિક અદ્ધાપલ્યોપમથી અને વ્યવહારિક અદ્ધાસાગ રોપમથી કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે ? આ વ્યવહારિક અદ્ધાપલ્યોપમથી અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy