SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૩૬ ૨૮૯ આદિ અને અંત રહિત છે. ક્ષેત્રથી સમ્યક્ શ્રુત-પાંચ ભરત, પાંચ ઐરવતની દૃષ્ટિથી સાદિ સાંત છે અને મહાવિદેહની અપેક્ષાએ અનાદિ અનંત છે, કાલથી સભ્યશ્રુતઉત્સર્પિણી અને અવસર્પિણીની અપેક્ષાએ સાદિ-સાંત છે, ને નોઉત્સર્પિણી નોઅર્પિણીની અપેક્ષાએ અનાદિ અનંત છે. ભાવથી સર્વજ્ઞ-સર્વદર્શી તીર્થંકરોદ્વારા જે પદાર્થ જે સમયે સામાન્યરુપથી કહેવાય છે, નામાદિ ભેદ બતાવીને કથન કરાતા હોય છે, હેતુદષ્ટાંતના ઉપદર્શનથી જે સ્પષ્ટતર કરાતા હોય છે, ઉપનય અને નિગમનથી જે સ્થાપિત કરાતા હોય છે ત્યારે તે ભાવો-પદાર્થોની અપેક્ષાથી સભ્યશ્રુત સાદિ સાંત છે. અને ક્ષયોપશમ ભાવની અપેક્ષાએ સમ્યશ્રુત અનાદિ અનંત છે. અથવા ભવસિદ્ધિક પ્રાણીનું શ્રુત સાદિ સાંત છે, અભવસિદ્ધિક જીવનું મિથ્યાશ્રુત અાદિ અનંત છે. સમસ્ત આકાશના પ્રદેશોને સર્વ આકાશ પ્રદેશોથી અનંતવાર ગુણિત કરવાથી પર્યાય અક્ષર નિષ્પન્ન થાય છે. સર્વ જીવોને અક્ષર-શ્રુતજ્ઞાનનો અનંતમો ભાગ સદૈવ ઉદ્ઘાટિત-ખુલ્લો રહે છે. જો તેના પર પણ આવરણ આવી જાય તો જીવ અજીવ ભાવને પ્રાપ્ત થઈ જાય. કારણ કે ચેતના જીવનું લક્ષણ છે. વાદળોનું ગાઢ આવરણ આવવા છતાં પણસૂર્ય, ચંદ્રની પ્રભા કાંઈક જણાયજ છે. આ રીતે સાદિ, સાંત અને અનાદિ અનંત શ્રુતનું વર્ણન કર્યું. [૧૩૭] ગમિક શું છે ? આદિ, મધ્ય અથવા અંતમાં કંઈક વિશેષતાથી તેજ સૂત્રને વારંવાર કહેવું તે ગમિકશ્રુત છે. દૃષ્ટિવાદ ગમિકશ્રુત છે, અગમિક શ્રુતનું સ્વરૂપ કેવું છે ? ગમિકથી વિસર્દશ-આચારાંગ આદિ અગમિકશ્રુત છે, અથવા તે સંક્ષેપથી બે પ્રકારનું વર્ણવ્યું છે- એગપ્રવિષ્ટ અને અંગબાહ્ય. અંગબાહ્યશ્રુત ના કેટલા પ્રકાર છે ? અબાહ્ય શ્રુત બે પ્રકારનું કહ્યું છે, જેમકે- આવશ્યક અને આવશ્યક ભિન્ન આવશ્યક શ્રુતનું સ્વરૂપ કેવું છે ? આવશ્યક શ્રુત છ વિભાગોમાં વિભક્ત છે, જેમકે– સામાયિક, ચતુર્વિશતિસ્તવ વંદના, પ્રતિક્રમણ, કાર્યોત્સર્ગ અને પ્રત્યાખ્યાન. આ આવશ્યકશ્રુતનું વર્ણન છે. આવશ્યકવ્યતરિક્ત શ્રુત કેટલા પ્રકારે છે ? આવશ્યકભિન્ન શ્રુતની પ્રરૂપણા બે પ્રકારે છે, જેમકે- કાલિક-જે શ્રુત દિવસ રાત્રિના પહેલા ને ચોથા પહોરમાં ભણાય છે. ઉત્કાલિક-જેનું અધ્યયન કાલિકથી ભિન્ન કાલમાં થઈ શકે છે. ઉત્કાલિક શ્રુતના કેટલા પ્રકાર છે ? ઉત્કાલિકશ્રુત અનેક પ્રકારે પ્રરૂપ્યું છે, જેમકે—દશવૈકાલિક, કલ્પાકલ્પ, ચૂલકપશ્રુત, મહાકલ્પશ્રુત, ઔપપાતિક, રાજપ્રીય, જીવાભિગમ, પ્રજ્ઞાપના, મહાપ્રજ્ઞાપના, પ્રમાદાપ્રમાદ, નંદી, અનુયોગદ્વાર, દેવેન્દ્રસ્તવ, તંદુલવૈચારિક, ચન્દ્રવેધ્ય, સૂર્યપ્રજ્ઞપ્તિ, પૌરુષીમંડલ, મંડલપ્રવેશ, વિદ્યાચરણ, વિનિશ્ચય, ગણિવિદ્યા, ધ્યાનવિભક્તિ, મરણવિભક્તિ, આત્મવિશોધિ, વીતરાગશ્રુત, સંલેખનાશ્રુત, વિહારકલ્પ, ચરણવિધિ, આતુર-પ્રત્યાખ્યાન, મહાપ્રત્યાખ્યાન, ઈત્યાદિ. આવી રીતે ઉત્કાલિક શ્રુત છે. કાલીક શ્રુતના કેટલા પ્રકાર છે ? કાલિક શ્રુતના અનેક પ્રકાર છે, જેમકેઉત્તરાધ્યયન દશાશ્રુતસ્કન્ધ કલ્પબૃહ્કલ્પ વ્યવહાર નિશીથ મહાનિશીથ ઋષિભાષિત જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ ચંદ્રપ્રજ્ઞપ્તિ ક્ષુદ્રિકાવિમાન પ્રવિભક્તિ મહલ્લિકા વિમાન પ્રવિભક્તિ અગચૂલિકા વર્ગચૂલિકા વિવાહ ચૂલિકા અરૂણોપપાત 19 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy