SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ અનુઓગદારાઈ - (૨૪૯) દ્વિગુસમાસ એટલે શું ? જે સમાસમાં પ્રથમપદ સંખ્યાવાચક હોય અને સમાહારસમૂહનો બોધ થતો હોય તેને દ્વિગુસમાસ કહેવામાં આવે છે. જેમકે-ત્રણ કટુક વસ્તુઓનો સમૂહ તે ત્રિકટુક’, ત્રણ મધુરોનો સમૂહ તે “ત્રિમધુર’, ત્રણ ગુણોનો સમૂહ તે ત્રિગુણ’, ત્રણ પુરો-નગરોનો સમૂહ તે ત્રિપુર’, ત્રણ સ્વરોનો સમૂહ તે ત્રિસ્વર’ ત્રણ પુષ્કરોકમળોનો સમૂહ તે ‘ત્રિપુષ્કર” ત્રણ બિંદુઓનો સમૂહ ત્રિબિંદુક', ત્રણ-પથરસ્તાનો સમૂહ ‘ત્રિપથં’, પાંચ નદીઓનો સમૂહ પંચનદ’ સાત હાથીઓનો સમૂહ ‘સપ્ત ગજમ્' નવ તુરંગોનો સમૂહ ‘નવતુરંગ’ દસગામનો સમૂહ “દસગ્રામં’, દસ પુરોનો સમૂહ ‘દસંપુર’ આ દ્વિગુ સમાસ છે. તત્પુરુષસમાસ શું છે ? જે સમાસમાં અંતિમપદ પ્રધાન હોય અને પ્રથમપદ પ્રથમા વર્જિત વિભક્તિમાં હોય અને બીજું પદ પ્રથમાન્ત હોય તેને તત્પુરુષસમાસ કહે છે. જેમકે-તીર્થમાં કાક તે તીથિકાક', વનમાં હાથી તે ‘વનહાથી' વનમાં વરાહ તે ‘વનવરાહ’, વનમાં મહિષ તે ‘વનમહિષ’ વનમાં મયૂર તે ‘વનમયૂર', આ તત્પુરુષ સમાસ છે. અવ્યયીભાવસમાસ કોને કહે છે ? જેમાં પૂર્વપદ અવ્યય અને ઉત્તરપદ નામ હોય, જેના અંતમાં સદા નપુંસકલિંગ અને પ્રથમા એકવચન રહે છે તે અવ્યયીભાવસમાસ કહેવાય છે. જેમકે-ગામનીસમીપ તે અનુગામ’, તેજ પ્રમાણે ‘અનુદિકમ્’ ‘અનુસ્પર્શમ્’ ‘અનુચિરતમ્′ આદિ આ અવ્યયીભાવસમાસ છે. એકશેષસમાસ કોને કહે છે ? સમાન રૂપવાળા બે અથવા વધારે પદોના સમાસથી એક બાકી રહે અને બીજા પદોનો લોપ થઇ જાય છે તેને એકશેષસમાસ કહે છે. તે આ પ્રમાણે- જેમ એક પુરુષ તેમ ઘણા પુરુષ, જેમ ઘણા પુરુષ તેમ એક પુરુષ, જેમ એક સુવર્ણમુદ્રા છે તેમ ઘણી સુવર્ણમુદ્રા છે, જેમ ઘણી સુવર્ણમુદ્રા છે તેમ એક સુવર્ણમુદ્રા છે, જેમ એક શાલી તેમ ઘણા શાલી છે, જેમ ઘણા શાલી તેમ એક શાલી છે. આ પ્રમાણે સામાસિક ભાવપ્રમાણ જાણવું જોઇએ. [૨૫૦] હે ભદંત ! તદ્વિતથી જે નામ નિષ્પન્ન છે તે કેવા હોય છે ? કર્મ શિલ્પ શ્લોક સંયોગ સમીપ સંયૂથ ઐશ્વર્ય અપત્ય આ આઠ પ્રકારે તદ્ધિતનિષ્પન્ન નામ હોય છે. [૨૫૧] કર્મનામનું સ્વરૂપ કેવુંછે ? તાર્ણભારિકતૃણ વેચનાર, પાત્રભારિક-પાત્ર વેચનારસ દૌષ્ટિક-વસ્ત્ર વેચનાર, સૌત્રિક-સુતર વેચનાર, કાસિક-કપાસ વેચનાર ભાંડવૈચારિક-વાસણ વેચનાર, કૌલાલિક-માટીના પાત્ર વેચનાર. આ સર્વ કર્મનામો છે. શિલ્પનામનું સ્વરૂપ કેવું છે ? તુન્ન જેનું શિલ્પ છે તે તૌનિક-દર્જી છે. તંતુઓનું વાયસૂતર ફેલાવવું એ જેનું શિલ્પ છે તે તત્ત્તવાયિક-વણકર, પટ્ટ તૈયાર કરવું એ જેનું શિલ્પ છે તે પાટ્ટકારિક-વણકર, પિષ્ટ-પીંઠી વગેરેથી શરીરના મલને દૂર કરવો એ જેનું શિલ્પ છે તે ઔદવૃત્તિકહજામ, આ પ્રમાણે વારૂણિક, મૌજકારિક, કાષ્ઠાકારિક, છત્રકારિક, બાહ્યકારિક, પૌસ્તકારિક, ચૈત્રકારિક, દંતકારિક, લેપ્યકારિક, શૈલકારિક, કૌટ્ટિમકારિક વગેરે જાણવા. આ પ્રમાણે શિલ્પનામ છે. હે ભદંત ! શ્લોકનામ શું છે ? તપશ્ચર્યાદિ શ્રમ જેની પાસે છે તે ‘શ્રમણ’ અને પ્રશસ્ત બ્રહ્મ છે તે બ્રાહ્મણ’ અહીં સર્વ વર્ષોના અતિથિ માનવામાં આવે છે. તે શ્ર્લોકનામ છે. હે ભદંત ! સંયોગનામ એટલે શું? રાજાનો શ્વસુર-રાજકીય શ્વસુર, રાજકીય જામાતા- રાજકીયશાળો રાજકીયબનેવી વગેરે સંયોગનામ છે. સમીપનામ એટલે શું ? ગિરિની પાસેનું નગર ગૈર, ગિરિનગર; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy