SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૫૫ ૨૯૭ દેવ, મનુષ્ય, તિર્યંચ, નરકતિ, તેમાં ગમન, અને વિવિધ સંસારમાં પર્યટન ઈત્યાદિ ગંડિકાઓ કહી છે. પ્રજ્ઞાપના કરી છે. આ રીતે ગંડિકાઅનુયોગનું વર્ણન પૂર્ણ . પ્રશ્ન-ચૂલિકા શું છે ? આદિના ચાર પૂર્વેમાં ચૂલિકાઓ છે. શેષ પૂર્વેમાં ચૂલિકાઓ નથી. આ ચૂલિકા રૂપ દૃષ્ટિવાદનું વર્ણન છે. દૃષ્ટિવાદનં વર્ણન છે.દષ્ટિવાદની પરિમિત વાચના, સંખ્યાત અનુયોગદ્વારો, સંખ્યાત વેઢો સંખ્યાત શ્લોકો, સંખ્યાત પ્રતિપત્તિઓ સંખ્યાત નિર્યુક્િતઓ, સંખ્યાત સંગ્રહણીઓ છે. તે અોમાં બારમું અજ્ઞ છે. એમાં એક શ્રુતસ્કન્ધ છે. ૧૪ પૂર્વ, સંખ્યાત વસ્તુ, વિશેષ, સંખ્યાત ચૂલિકાવસ્તુ, સંખ્યાત પ્રાકૃતિકાઓ; સંખ્યાત પ્રાકૃતિકાપ્રાકૃતિકાઓ છે. પદપરિમાણથી સંખ્યાત સહસ્ત્ર પદો છે. સંખ્યાત અક્ષર, અનંત ગમ, અનંત પર્યાય છે. પરિમિત ત્રસ, અનંત સ્થાવર, શાશ્વત, કૃત નિબદ્ધ નિકાચિત; જિન પ્રરૂપિત ભાવો કહ્યા છે. પ્રજ્ઞાપન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન, ઉપદર્શનથી સ્પષ્ટતર કરેલ છે. દૃષ્ટિવાદના અધ્યેતા તરૂપ આત્મા, જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે, આવી રીતે ઉક્ત અંગમાં ચરણ-કરણની પ્રરૂપણા કરી છે. દૃષ્ટિવાદા સૂત્રનું વિવરણ સંપૂર્ણ થયું. આ દ્વાદશાઙ્ગ ગિપિટકમાં અનંત જીવાદિ ભાવપદાર્થ, અનંત અભાવ, અનંત હેતુ, અનંત અહેતુ, અનંત કારણ; અનંત અકારણ અનન્ત જીવ; અનંત અજીવ; અનંત ભવસિદ્ધિક; અનંત અભવસિદ્ધિક; અનંત સિદ્ધ; અનંત અસિદ્ધ કહેવામાં આવ્યા છે. [૧૫]ભાવ, અભાવ, હેતુ-અહેતુ; કારણ-અકારણ અનંતજીવ, અજીવ, ભવ્યઅભવ્ય, સિદ્ધ-અસિદ્ધ, આ રીતે સંગ્રહણી ગાથામાં ઉક્ત વિષય સંક્ષેપમાં કહ્યા છે. [૧૫૭]આ દ્વાદશાઙ્ગ ગણિપિટકની ભૂતકાળમાં અનંત જીવોએ વિરાધના કરીને ચાર ગતિરૂપ સંસાર-કાંતારમાં પરિભ્રમણ કર્યુ છે. આવી રીતે વર્તમાન કાળમાં પરિમિત જીવો ગણિપિટકની વિરાધના કરી ચાર ગતિ રૂપ સંસાર-કાંતારમાં પરિભ્રમણ કરી રહ્યા છે. આવી રીતે અનંતજીવો આગામી કાળમાં દ્વાદશાંગ ગણિપિટકની આજ્ઞાની વિરાધના કરીને ચર્તુતિરૂપ સંસાર-કાંતારમાં પરિભ્રમણ ક૨શે. ભૂતકાળમાં અનંત જીવો આ ગણિપિટકની આજ્ઞાની આરાધના સંસારરૂપ કાંતારને પાર કરી ગયા છે. વર્તમાનકાળમાં અનંતજીવો ગણિપિટકની આજ્ઞાની આરાધના કરીને સંસાર-કાંતારને પાર કરી રહ્યા છે. આગામી કાળમાં અનંતજીવો આ ગણિપિટકની આજ્ઞાની આરાધના કરીને સંસાર-કાંતારને પા૨ ક૨શે. આ દ્વાદશાંગ ગણિપિટક કયારેય ન હતું, એમ નથી વર્તમાન કાળમાં નથી, એમ નહી. ભવિષ્યમાં નહી હોય, એમ નહી, તે દ્વાદશાંગ ગણિપિટક ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે, ભવિષ્યમાં પણ રહેશે. મેરુવત ધ્રુવ, જીવાદિવત્ નિયત ; ગંગાદિના પ્રવાહવત્ શાશ્વત, અક્ષય, માનુષોત્તરપર્વતની બહારના સમુદ્રવત્ અવ્યય, જંબુદ્વીપના પરિમાણાવત્ અવસ્થિત અને આકાશવત્ નિત્ય છે. જેમ પંચાસ્તિકાય કયારેય ન હતા એમ નહી. કયારેય નથી. એમ નહી, કયારેય નહી હોય; એમ નથી અર્થાિત્ ભૂતકાળમાં સર્વદા હતા, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે. તે ધ્રુવ, નિયત; શાશ્વત; અક્ષય; અવ્યય અવસ્થિત અને નિત્ય છે. તેવી જ રીતે આ દ્વાદશાંગ ગણિપિટક કયારેય ન હતું, વર્તમાનમાં નથી, ભવિષ્યમાં નહિ હોય તેમ નથી. ભૂતમાં હતું વર્તમાનમાં છે. અને ભવિષ્યમાં પણ રહેશે. તે ધ્રુવ, નિયત; શાશ્વત; અક્ષય; અવસ્થિત અને નિત્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy