SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ પિંડનિજજુત્તિ-(૨૪૦) પાત્રને છાણ આદિથી ઘસીને પછી ત્રણ વાર પાણીથી ધોઇને કોરું કર્યા પછી, તેમાં બીજો શુદ્ધ આહાર લેવો કલ્પ. સાધુએ અસંયમનો ત્યાગ કરેલો છે, જ્યારે આધાકર્મી આહાર અસંયમકારી છે, તેથી વસેલું ગમે તેવું સુંદર હોય છતાં ન ખવાય. વળી તલનો લોટ, નાળીએર (શ્રીફળ) આદિ ફળ વિશ્વમાં કે અશુચિમાં પડી જાય કે તેમાં વિશ્વ કે અશુચિ પડે તો તે વસ્તુ ખાવા લાયક રહેતી નથી, તેમ શુદ્ધ આહારમાં આધાકર્મી આહાર પડી જાય કે તેના ભેગો થાય તો તે શુદ્ધ આહાર પણ વાપરવા યોગ્ય રહેતો નથી અને તે પાત્રને પણ છાણ આદિ ઘસીને સાફ કરી ત્રણવાર ધોયા પછી તે પાત્રમાં બીજો આહાર લાવવા કહ્યું છે. આધાકર્મ વાપરવામાં કયા ક્યા દોષો છે? આધાકર્મી આહાર ગ્રહણ કરવામાં ૧ અતિક્રમ, ૨ વ્યતિક્રમ, ૩ અતિચાર, ૪ અનાચાર, ૫ આજ્ઞાભંગ, ૬ અનવસ્થા, ૭ મિથ્યાત્ત્વ અને ૮ વિરાધના દોષો લાગે છે. અતિક્રમ- આધાકર્મી આહાર માટેનું નિમંત્રણ સાંભળે, ગ્રહણ કરવાની ઇચ્છા જણાવે અથવા નિષેધ કરે નહિ અને લેવા જવા માટે પગ ન ઉપાડે ત્યાં સુધી અતિક્રમ નામનો દોષ લાગે છે. વ્યતિક્રમ- આધાકર્મી આહાર લેવા માટે વસતિ ઉપાશ્રયમાંથી નીકળી ગૃહસ્થને ત્યાં જાય અને જ્યાં સુધી આહાર ગ્રહણ ન કરે ત્યાં સુધી વ્યતિક્રમ નામનો દોષ લાગે છે. અતિચાર- આધાકર્મી આહાર ગ્રહણ કરીને વસતિમાં આવે, વાપરવા બેસે અને જ્યાં સુધી કોળીઓ કરી મોંઢામાં ન નાખે ત્યાં સુધી અતિચાર નામનો દોષ લાગે છે. અનાચાર- આધાકર્મી આહારનો કોળીઓ મોંઢામાં નાખીને ગળી જાય ત્યારે અનાચાર નામનો દોષ લાગે છે. અતિક્રમાદિ દોષો ઉત્તરોત્તર વધારે વધારે ચારિત્રધર્મનું ઉલ્લંઘન કરનાર ઉગ્રદોષો છે. આજ્ઞાભંગ- વિના કારણે, સ્વાદની ખાતર આધાકર્મી વાપરવાથી આજ્ઞાભંગ દોષ લાગે છે. શ્રી તીર્થકર ભગવંતોએ કારણ વગર આધાકર્મી આહાર વાપરવાનો નિષેધ કરેલો છે. અનવસ્થા- એક સાધુ બીજા સાધુને આધાકર્મી આહાર વાપરતા જૂએ એટલે તેને પણ આધાકર્મી આહાર વાપરવાની ઈચ્છા થાય, તેને જોઈને ત્રીજા સાધુને ઇચ્છા થાય એમ પરંપરા વધે. એમ પરંપરા વધવાથી સંયમનો સર્વથા ઉચ્છેદ થવાનો પ્રસંગ આવે. આથી અનવસ્થા નામનો દોષ લાગે છે. મિથ્યાત્વ- દીક્ષા ગ્રહણ કરે ત્યારે સાધુએ સઘળાં સાવદ્ય યોગોની પ્રતિજ્ઞા ત્રિવિધે ત્રિવિધે કરી હોય છે, આધાકમ આહાર વાપરવામાં પ્રાણીવધની અનુમતિ આવી જાય છે. માટે આધાકર્મી આહારવાપરવો ન જોઈએ. જ્યારે તે સાધુ બીજા સાધુને આધાકમ આહાર વાપરતા જૂએ તેથી તેના મનમાં એમ થાય કે “આ સાધુઓ અસત્યવાદી છે, બોલે છે જુદું અને આચરે છે જુદું. આથી તે સાધુની શ્રદ્ધા ચલાયમાન થાય અને મિથ્યાત્વ પામે. વિરાધના- વિરાધના ત્રણ પ્રકારે. આત્મવિરાધના, સંયમ વિરાધના, પ્રવચન વિરાધના. મહેમાનની જેમ સાધુ માટે આધાકર્મી આહાર, ગૃહસ્થ ગૌરવપૂર્વક બનાવે તેથી સ્વાદિષ્ટ અને સ્નિગ્ધ હોય અને તેથી તેવો આહાર સાધુ વધારે વાપરે. વધારે વાપરવાથી બીમારી આવે, સ્વાધ્યાય થાય નહિ, સૂત્ર-અર્થનું વિસ્મરણ થાય-ભૂલી જવાય. શરીર વિહ્વળ થવાથી ચારિત્રની શ્રદ્ધા ઓછી થાય, દર્શનનો નાશ થાય. પ્રત્યુપ્રેક્ષણાનો અભાવ એટલે ચારિત્રનો નાશ. આમ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ સંયમી આત્માની વિરાધના થઈ. બીમારીમાં સારવાર કરવામાં છકાય જીવની વિરાધના અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy