________________
સુત્ર- ૧૫
૩૦૩ જુદા સ્થાનપર લખવામાં આવેલા એકાર્થ સૂત્રોનો એકજ સ્થાનમાં પાઠ કરવો અથવા સૂત્રોનું પઠન કરતાં વચ્ચે વચ્ચે પોતાની બુદ્ધિથી રચેલા તેના જેવા સૂત્રોનું ઉચ્ચારણ કરવું અથવા બોલતી વખતે વિરામ લેવાનો હોય ત્યાં ન લેવો અને વિરામ લેવાનો ન હોય ત્યાં વિરામ લેવો ઈત્યાદિ દોષોથી રહિત ઉચ્ચારણ કર્યું છે. ગુરુ સમક્ષ આવશ્યક શાસ્ત્રની વાચના કરી છે. તેથી તે સાધુ આવશ્યક શાસ્ત્રમાં વાચના, પૃચ્છના, પરિવર્તન અને ધર્મકથાથી યુક્ત છે. પરંતુ અર્થનું અનુચિંતન કરવારૂપ અનુપ્રેક્ષાથી રહિત હોય છે તે આગમ દ્રવ્યાવશ્યક કહેવાય છે.
[૧૫] નૈગમનયની અપેક્ષાએ એક અનુપયુક્ત આત્મા એક આગમદ્રવ્યાવશ્યક છે. બે અનુપયુક્ત આત્મા બે આગમદ્રવ્યાવશ્યક છે. ત્રણ અનુપયુક્ત આત્મા ત્રણ આગમદ્રવ્યાવશ્યક છે. આ પ્રમાણે જેટલા અનુપયુક્ત આત્માઓ હોય તેટલાજ આગમ દ્રવ્યાવશ્યક સમજવા. વ્યવહારનય પણ નૈગમનની જેમજ આગમદ્ર- વ્યાવશ્યકના ભેદોને સ્વીકારે છે. સામાન્ય માત્રને ગ્રહણ કરનાર સંગ્રહનય તે એક અનુપયુક્ત આત્મા એકદ્રવ્યાવશ્યક અને અનેક અનુપયુક્ત આત્માઓ અનેક આગમદ્રવ્યાવશ્યક તેમ સ્વીકાર કરતો નથી પણ બધા આત્માઓને એકજ આગમદ્રવ્યાવશ્યક માને છે. ઋજુસૂત્રનયની અપેક્ષાએ એક અનુપયુક્ત આત્મા એક આગમદ્રવ્યાવશ્યક છે. તે ભેદોની સ્વીકારતો નથી. ત્રણે શબ્દનય અર્થાત્ શબ્દનય સમભિરુઢનય અને એવંભૂતનય જ્ઞાયક જો. અનુપયુક્ત હોય તો તેને અવસ્તુઅસત્ માને છે. કારણ કે જ્ઞાયક અનુપયુક્ત સંભવીજ ન શકે. જો તે અનુપયુક્ત હોય તો તે જ્ઞાયક ન કહેવાય. જ્ઞાયક હોય તો ઉપયોગ રહિત ન હોય માટે આગમદ્રવ્યાવશ્યકનો સંભવ નથી. આ આગમદ્રવ્યાવશ્યકનું સ્વરૂપ છે.
[૧૬] હે ભગવન્ ! નોઆગમદ્રવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે ? નોઆગમદ્રવ્યાવશ્યકના ત્રણ ભેદ છે જ્ઞાયકશીદ્ધવ્યાવશ્યક ભવ્યશરીરદ્રવ્યાવશ્યક જ્ઞાયકશરીર-ભવ્યશરીરવ્યતિરિક્ત દ્રવ્યાવશ્યક.
[૧૭] જ્ઞાયકશરીરદ્રવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે ? આવશ્યકસૂત્રના અર્થને જાણનાર સાધુ આદિનું એવું શરીર કે જે વ્યગિત ચૈતન્યથી રહિત થઈ ગયું હોય, શ્કતથ્યાવિત આયુકર્મના ક્ષય થવાથી દશ પ્રકારના પ્રાણોથી રહિત હોય, ત્યક્ત દેહઆહારના કારણે થનાર વૃદ્ધિ જેમાં ન હોય તેવા પ્રાણરહિત શરીરને, શય્યાગત, સંસ્મારકગત, સ્વાધ્યાય ભૂમિ કે રમશાનગત અથવા સિદ્ધશિલા-જે સ્થાનમાં અનશન અંગીકાર કરવામાં આવે છે તે સ્થાનગત જોઈને કોઈ કહેકે અહો ! આ શરીર રૂપ પુદ્ગલ સંઘાતે તીર્થકરને માન્ય ભાવ અર્થાતુ તદાવરણના ક્ષય કે ક્ષયોપશમ રૂપ ભાવથી આવશ્યકસૂત્રનું ગુરુ પાસેથી વિશેષરૂપે પ્રજ્ઞાપિત અને વિશેષરૂપે પ્રરૂપિત કર્યું હતું. તે જ્ઞાનને પોતાના આચરણમાં શિષ્યોને દશવ્યુિં હતું, નિદર્શિતઅક્ષમ શિષ્યો પ્રત્યે કરૂણા રાખી વારંવાર આવશ્યક ગ્રહણ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો ઉપદર્શિતનય અને યુક્તિઓ દ્વારા શિષ્યોના ર્દયમાં અવધારણ કરાવ્યું હતું તેથી તેનું આ શરીર જ્ઞાયકશરીરદ્રવ્યાવશ્યક છે. શિષ્ય પૂછે છે કે તેનું કોઈ દ્રષ્ટાંત છે? દ્રષ્ટાંત આ છે- જેમ કોઈ વ્યક્તિ ઘડામાંથી મધ અને ઘી કાઢી નાખ્યાં પછી કહે કે “આ મધનો ઘડો છે” અથવા આ “ઘીનો ઘડો છે તેવી રીતે નિર્જીવ શરીર ભૂતકાલીન આવશ્યક પયયના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org