________________
અનુઓગદારાઈ - (૧૫૦)
સંમૂર્ચ્છિમમનુષ્ય નામને અવિશેષિત નામ કહેવામાં આવે તો પર્યાપ્તસંમૂર્છિમ મનુષ્ય અને અપર્યાપ્તસંમૂર્ચ્છિમમનુષ્ય, આ બે નામો વિશેષિત નામ થઇ જાય. જો ગર્ભવ્યુત્ક્રાન્તિકમનુષ્ય આ નામને અવિશેષિત માનવામાં આવે તો કર્મભૂમિના, અકર્મભૂમિના, અંતરદ્વીપના, સંખ્યાતવર્ષની આયુવાળા, અસંખ્યાત વર્ષની આયુવાળા, પર્યાપ્તક અને અપર્યાપ્તકમનુષ્ય એવા નામો વિશેષિત થઇ જાય છે.
જો દેવ આ નામને અવિશેષિત માનવામાં આવે તો ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક આ દેવોના નામો વિશેષિત નામ કહેવાય. જો ભવનવાસીનામને અવિશેષિત નામ કહેવામાં આવે તો અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમા૨, વિદ્યુતકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિક્કુમાર, વાયુકુમાર અને સ્તનિતકુમાર, આ નામો વિશેષિત નામ બની જાય છે. આ સર્વ નામોને પણ જો અવિશેષિતનામ માનવામાં આવે તો સર્વના પર્યાપ્ત અને અપપ્તિ વિશેષિત નામ કહેવાય. જેમકે પર્યાપ્ત અસુકુમાર અને અપર્યાપ્ત અસુરકુમાર આદિ. જો વાણવ્યંતરને અવિશેષિત નામ માનવામાં આવે તો પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંપુરુષ, મહોરગ, ગાંધર્વ, આ નામો વિશેષિત નામ કહેવાય. આ સર્વને પણ જો અવિશેષિત નામ માનવામાં આવે તો તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત વિશેષિત કહેવાય. જેમકે-પર્યાપ્તપિશાચ, અપર્યાપ્તપિશાચ આદિ. જો વૈમાનિક આ નામને અવિશેષિત માનવામાં આવે તો કલ્પોપપન્ન અને કલ્પાતીત આ નામો વિશેષિત નામ કહેવાય. જો કલ્પોપપત્નને અવિશેષિત નામ કહેવામાં આવે તો સૌધર્મવિમાનના દેવો, ઇશાન,સાનત્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસ્રાર, આનત, પ્રાણત, આરણ અને અચ્યુતવિમાનના દેવો, એવા નામો વિશેષિત કહેવાય. જો તે સર્વને અવિશેષિત નામ કહેવામાં આવે તો તેઓના પર્યાપ્ત અને અપર્યાપ્ત એ વિશેષિત નામ થઇ જાય. જો કલ્યાતીત આ નામને અવિશેષિત માનવામાં આવે તો ત્રૈવેયકવાસી અને અનુત્તર વિમાનવાસી, એ વિશેષિત નામો કહેવાય. જો ત્રૈવેયકવાસીને અવિશેષિત માનવામાં આવે તો અધસ્તન, મધ્યમ અને ઉપરિતન, આ નામો વિશેષિત થઈ જાય છે. જો અધસ્તનગ્રેવૈયકને અવિશેષિત નામ માનવામાં આવે તો અધસ્તનાધસ્તનગૈવેયક, અધસ્તન-મધ્યમત્રૈવેયક, અધસ્તનઉપરિતનચૈવેયક, આ નામો વિશેષિત કહેવાય. જો મધ્યમત્રૈવેયકને અવિશેષિત માનવામાં આવે તો મધ્યમાધસ્તનગ્રેવેયક, મધ્યમમધ્યમત્રૈવેયક, મધ્યમોપરિતનગૈવેયક, આ ત્રણ નામો વિશેષિત કહેવાય. જે ઉપરિતનચૈવેયકને અવિશેષિત નામ માનવામાં આવે તો ઉપરિતનાધસ્તનશૈવેયક, ઉપરિતનમધ્યમત્રૈવેયક, ઉપરિતન-ઉપરિતનચૈવેયક, નામો વિશેષિત નામ કહેવાય. જો આ સર્વને પણ અવિશેષિતનામ માનવામાં આવે તો તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત, એ વિશેષિત નામો કહેવાય. જો અનુત્તરોપપાતિકદેવ, આ નામને અવિશેષિતનામ કહેવામાં આવે તો વિજય, વૈજયન્ત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ વિમાનના દેવ વિશેષિત નામ કહેવાય. આ સર્વને પણ અવિશેષિત નામ માનવામાં આવે તો તેઓની સાથે પર્યાપ્ત અને અપયપ્તિ વિશેષણ લગાડવાથી તે વિશેષિત નામો થઈ જાય છે.
૩૪૦
જો ‘અજીવદ્રવ્ય’ આ નામને અવિશેષિત નામ માનવામાં આવે તો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અદ્ઘાસમય,
આ નામો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org