________________
[૧૮]
આ વિનદનસૂરિ સ્મારકગ્રંથ સુરિસમ્રાટે નરોત્તમને બધી વિગત પૂછી, તે કહી. પછી સૂરિસમ્રાટે પોતાના સ્વભાવ અને નિયમ મુજબ શેઠ પ્રતાપશી મહોલાલ, શેઠ જેસિંગભાઈ કાળીદાસ વગેરે પાંચ આગેવાન ગૃહસ્થાને બોલાવ્યા. વાત કરી કે “આ છોકરે આ રીતે ભાગી આવ્યો છે વારંવાર ભાગી આવે છે. ભાવના પ્રબળ છે. શું કરવું?”
પ્રતાપશી શેઠે સલાહ આપી કે “સાહેબ! ખરેખરી ભાવના જણાતી હોય તો દીક્ષા આપી દે ને! પાછળ બધું થઈ પડશે.”
સૂરિસમ્રાટ કહેઃ “ના, એ વિચાર મને નથી બેસતો. દીક્ષા તે ન આપું. હા, સાથે રાખું ખરે; પણ એય મારી પાસે અહીં–અમદાવાદમાં તો નહીં જ.”
આમ બધી વાતોને વિચાર કરી લીધો. પછી બધાની હાજરીમાં જ તમને બોલાવ્યા. નત્તમ સમજતા હતા કે “ભલે આપણને કઈ કાંઈ કહે નહિ, પણ આ બધાને આપણે માટે જ ભેગાં કર્યો છે.” અને એ મને મન મલકાય.
બધા વચ્ચે જઈને એ બેઠા કે સૂરિસમ્રાટે પૂછ્યું: “કેમ, શું ભાવના છે તારી?” નરોત્તમે બેધડક કહ્યું : “મારે દીક્ષા લેવી છે.” આથી વધુ કાંઈ સવાલ-જવાબ ન થયા. બધા વીખરાયા.
આ પછી સૂરિસમ્રાટે શ્રી પ્રભાવવિજયજી ને શ્રી જીતવિજયજી, એમ બે મુનિઓ સાથે નત્તમને ગોધરા તરફ વિહાર કરાવ્યો. કહ્યું: “હમણાં એ તરફ રહેજે, હું બોલાવું ત્યારે આવી જજો.” મુનિઓને ખાસ સૂચના આપી કે “આને હમણાં દીક્ષા ન આપશે.”
સારું” કહી, આશીર્વાદ લઈને, ત્રણે નીકળ્યા. સાથે પ્રભુદાસ કડિયા નામના કાબેલ માણસને રાખ્યા. પહેલે દિવસે માહ શુદિ એકમે પાંજરાપોળથી બાર માઈલ દૂર રાયપુર પહોંચ્યા. મહા શુદિ બીજે વળાદ ગયા.
વળાદ પહોંચીને તરત નત્તમ ઝળકયા. એમને ને પ્રભાવવિજયજીને બોટાદને જૂને મેળ. નરોત્તમે કહ્યું: “આજે મને દીક્ષા આપ.” મહારાજે ના કહી, તે હઠ પકડી.
મહારાજ કહેઃ “પણ મોટા મહારાજની ચોખી આજ્ઞા છે કે દીક્ષા મારી આજ્ઞા સિવાય ન આપવી. કેમ કે પાછળ તેફાન થાય એમ છે. જે આમ હોય, તે હું શી રીતે તને દીક્ષા આપું?”
નરોત્તમ કહેઃ “મોટા મહારાજને કહેજો કે આ છોકરાએ ખૂબ જક કરી, માટે આપવી પડી. અને તેફાન કરવા જે આવશે, એમને હું સંભાળી લઈશ. બધાને હું જવાબ આપીશ. એ જવાબદારી ને ચિન્તા મારા માથે. તમે મને હવે દીક્ષા આપે—જે તમારામાં હિંમત હોય તો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org