________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૯] મહારાજ પણ જુવાન અને તરવરિયા હતા; નત્તમની ભાવના અચ્છી તરહથી જાણતા હતા. એમણે હિંમત કરી, ને હા ભણી.
ગામમાં ખીમચંદભાઈ નામે વૃદ્ધ શ્રાવક રહે. અત્યારે અમદાવાદમાં શા. ભૂરાલાલ ફૂલચંદ નામે વિધિકારક છે, એમના એ દાદા થાય. એમને બોલાવ્યા. વાત કરી. એમને લાંબી શી ખબર? એમણે તે ઉપાશ્રયમાં ત્રણ બાજોઠ માંડીને ભગવાન પધરાવ્યા, ને ક્રિયા જેવા બેઠા.
નરોત્તમ પાસે કાંઈક સાંકળી જેવું ઘરેણું હતું, તે તથા કપડાં ખીમચંદભાઈને સોંપીને ક્રિયાની શરૂઆત કરે છે, ત્યાં જ અમદાવાદથી સૂરિસમ્રાટે ખબર કાઢવા મોકલેલે. માણસ આવ્યો. એ ચિઠ્ઠી પણ લાવેલો. એમાં સુખશાતાદિ સમાચાર સાથે છેલ્લે સૂચના હતી કે “દીક્ષાની વાત કરશે નહિ.”
ભલું થજો એ માણસનું, કે એણે એ ચિઠ્ઠી સીધી નરોત્તમના હાથમાં જ આપી! નત્તમે વાંચીને એ સંતાડી દીધી. તરત ક્રિયા શરૂ કરી દીધી.
દીક્ષાની ક્રિયા પૂરી થઈ, એટલે નરોત્તમમાંથી મુનિ નન્દનવિજયજી બનેલા એમણે પિતાના હાથે મોટા મહારાજ પર ચિઠ્ઠી લખી કે “મેં દીક્ષા લઈ લીધી છે, ને હવે બીજા મહારાજને મોકલે.” એ લઈને માણસને રવાના કર્યો.
ચિઠ્ઠી અમદાવાદ પહોંચી. સૂરીસમ્રાટે જાણ્યું. હવે શું કરાય? એમણે બીજે જ દિવસે પન્યાસ પ્રતાપવિજયજીને એ તરફ વિહાર કરાવ્યું. એ ચાલુ વિહારમાં ભળી ગયા, ને બધા આગળ વધ્યા.
નરેમમાંથી નજનવિજયજીરૂપે પરિવર્તન પામેલા નર-ઉત્તમના હૈયે ત્યારે આનંદનો દરિયે હિલોળા લેતે હતે.
किमसाध्यं महात्मनाम् કર્તવ્યનું શિસ્તપૂર્વક પાલન કરવું, ને જવાબદારી પ્રત્યે સભાન રહેવું : સફળતા મેળવનારના આ બે મુખ્ય કાર્યો છે. નવદીક્ષિત મુનિ નન્દનવિજયજી આ બન્ને કાર્યો દક્ષતાથી કરવા તત્પર હતા.
હવે એમનું લક્ષ્ય હતું માળવા પહોંચવાનું. આ માટે ત્વરિત વિહાર આવશ્યક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org