________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૭] થયું. રજા મળી ગઈ. તે દિવસે મોટાભાઈ સુખલાલ મહેસાણા મૂકી પણ ગયા.
મહેસાણું પાઠશાળામાં એક ત્રિભોવનદાસ માસ્તર હતા. એ મૂળ બોટાદના. એ ભણવાનું અને ભણાવવાનું, બેય કામ કરતા. પાછળથી એમણે પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરિજી મહારાજ પાસે દીક્ષા લીધેલી. તેઓ સ્વભાવે ભેળાભલા હતા. સુખલાલે નરેમની દેખભાળ કરવાનું એમને ભળાવ્યું. નરોત્તમને જોઈતા પૈસા ને એમનો સામાન પણ એમને જ સંપ્યા. ક્યાંય ભાગી ન જાય, તેનું ધ્યાન રાખવા સૂચના કરી.
પાઠશાળાના મેનેજર વલ્લભદાસ હાવા નામે હતા. એ નત્તમની બાના મામાના દીકરા ભાઈ થતા હતા. એમને પણ ભલામણ કરી. પછી સુખલાલ ઘરે પાછા ગયા.
હવે નત્તમને નિરાંત થઈ. થયું: “હવે કાંક રસ્તો નીકળશે. આ વખતે તો આખરી ફેંસલો લાવે છે. કાં આ પાર ને કાં પેલે પાર !” આમ વિચાર કરીને એ ત્યાં રહ્યા.
રહ્યા તો ખરા, પણ મનને ચેન નહોતું. જ્યારે કેવું છટકું ગોઠવવું, એના જ વિચારે ચાલુ હતા. એમાં ને એમાં અગિયાર દહાડા પસાર કર્યા. અગિયારમે દહાડે અમદાવાદ વાડીભાઈ પર કાગળ લખ્યો કે “હું અમુક દિવસે ત્યાં આવું છું.”
પછી ત્રિભવનદાસને કહેઃ “મારે અમદાવાદ જવું છે, પિસા આપે.” એમનાથી ડરવા જેવું હતું નહિ.
ત્રિભૂવનદાસે ત્રણ આના આપ્યા; વધુ આપવાની ના પાડી.
એ વખતે મહેસાણાથી અમદાવાદની ટિકિટનું ભાડું પિણા આઠ આના થાય. ત્રણેક આના પાસે હતા. ત્રણ આના ત્રિભોવનદાસ પાસેથી લીધા. બાકીનું થઈ રહેશે, એમ વિચારીને ત્રિભવનદાસ પાસેથી સામાનને ડબ્બા માંગીને લઈ લીધો.
ત્રિભોવનદાસે મેનેજરને ચેતવ્યા કે “આ ભાગી જાય છે.” પણ નરોત્તમના સદ્દભાગ્યે મેનેજરે કાંઈ લક્ષ્ય ન આપ્યું.
નત્તમ છટક્યા, સ્ટેશને ગયા; પાસે થોડી ટપાલની ટિકિટો હતી, તે કઈકને આપીને તેના પિતા મેળવી લીધા. આમ ટિકિટ જેટલા પિસા થઈ ગયા, એટલે ટિકિટ લઈને અમદાવાદ જતી ટ્રેનમાં બેઠા, તે સીધાં અમદાવાદ સ્ટેશને ઊતર્યા. ત્યાં વાડીભાઈએ મોકલેલ માણસ સાથે જોડાગાડીમાં બેસી પાંજરાપોળ ઉપાશ્રયે પહોંચ્યા.
આ વખતે સૂરિસમ્રાટ અહીં બિરાજતા હતા. તેમણે શરૂ કરેલી સંસ્કૃત પાઠશાળા અહી ચાલતી હતી. હીરાલાલ બાપુલાલ કાપડિયા (ધી ન્યુ હાઈસ્કૂલવાળા) સંસ્કૃત ભણાવે, ને ઉમેદચંદ રાયચંદ માસ્તર ધાર્મિક ભણાવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org