________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૫] નરોત્તમ કંઈક આવા જ બંધનમાં ફસાયા હતા, પણ એ બંધન મૂંગું હતું, એ બંધનમાંથી છૂટવા નરોત્તમ જેમ તલપતા હતા, એમ એ વધુ દૃઢ થયે જતું હતું.
જેમ નરોત્તમ એમ બીજા ત્રણ દીક્ષાર્થી તરુણો-અમૃતભાઈ, લવજીભાઈ ને ઝવેરભાઈ-પણ એવા જ બંધનમાં હતા.
એ બધા વારંવાર ભાગી જતા હેઈ બોટાદ આખામાં લોકો ચેતી ગયેલા. આજુબાજુનાં ગામડાંઓમાં પણ લોકોને ચેતવી દેવામાં આવેલાં, એટલે છોકરાઓ જે તરફ ભાગે, ત્યાં પકડાઈ જતાં વાર ન લાગતી.
ત્રીજી વાર નરોત્તમ ભાગ્યા, ત્યારે સ્ટેશને જ ઝડપાઈ ગયા !
પણ “જોનારની બે, તો લેનારની ચાર,” એમ નાની ઉંમરના નરોત્તમ પણ નિવડેલ નીકળ્યા. એમણે ને ઝવેરભાઈએ એક દહાડો સંતલસ કરી લીધી, ને બંને ખરે બપોરે જ નાઠા; નાસીને સ્ટેશને ન ગયા, પણ ચાલતાં ચાલતાં બોટાદ નજીક કુંડલી ગામના સ્ટેશને પહોંચ્યા. ત્યાં ગાડી આવવાની વાટ જોતાં બાંકડા પર બેઠા હતા, એટલામાં એમને જોઈને ત્યાંના સ્ટેશન માસ્તરે પૂછ્યું: “છોકરાઓ! તમે ભાગી છૂટનારા છોકરા તો નથી ને?”
બંનેએ ના પાડી, તે સ્ટેશન માસ્તરે પૂછ્યું : “ક્યાંના છો?”
નરોત્તમ પણ પાછા ન પડ્યા. એમણે જવાબ આપ્યોઃ “અમે અળાઉના અમુક ભાઈના છોકરાઓ છીએ.”
આ જવાબ આપીને સ્ટેશન માસ્તરની બલા તો ટાળી; પણ એમને લાગ્યું કે હવે અહીં બેસવું આપણે માટે કામનું નથી; અહીં પકડાઈ જ જઈશું, માટે ભાગે !
ભાગ્યા રાણપુર તરફ. રસ્તે રામપરા ગામ આવ્યું. ભૂખ કકડીને લાગેલી એટલે ગામમાં તપાસ કરી. એક વાણિયાનું ઘર મળી ગયું. એને કહ્યું: “જમવું છે, જમાડશે?” પેલાએ પેટ ભરીને જમાડ્યા. જમ્યા પછી એને એક રૂપિયે રેકડો આપ્યો. પેલો તો ખુશ ખુશ થઈ ગયો. બીજે એક રૂપિયા આપીને સાંજ માટે પંડા-ગાંઠિયા લઈ લીધા. પછી ચાલ્યા.
સાંજ પડવા આવી, ત્યારે બોટાદથી ચૌદ માઈલ દૂર રાણપુરના પાદરે પહોંચ્યા. ત્યાં બંનેએ પંડા-ગાંઠિયા ખાઈ લીધા. ગાડી આવવાને હજી વાર હતી એટલે ગામમાં ગયા. ત્યાં દેરાસરે દર્શન કરીને ઉપાશ્રયે ગયા, ને સામાયિક લઈને બેઠા.
સામાયિક પૂરું થયે સ્ટેશન પર પહોંચ્યા; બાંકડા પર બેઠા હતા ત્યાં સટેશન માસ્તરે આવીને પૂછ્યું : “તમે ભાગીને આવ્યા છો ?”
નરેમે જોયું કે બધે ખબર પડી ગઈ છે, હવે જૂઠું બેલ્ય ફાયદો નથી. એમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org