________________
[૧૬]
આ. વિ.નંદનસૂરિ સ્મારગ્રંથ હા કહી. સ્ટેશન માસ્તરે ફરી પૂછયું : “અલ્યા વારંવાર કેમ ભાગી જાવ છો?” ત્યારે કહેઃ “અમારે દીક્ષા લેવી છે, એટલે ભાગીએ છીએ.”
સ્ટેશન માસ્તરે ત્યાં બેસવાનું કહ્યું અને એમના પર ધ્યાન રાખવા સાંધાવાળાને ત્યાં ઉભે રાખીને એ ગયા.
ડી વાર થઈ એટલે નત્તમ ઊભા થયા. કહેઃ “હું ટિકિટ લઈ આવું.” સાંધાવાળાએ જવા દેવાની ના પાડી, ત્યારે એને વિશ્વાસ પડે માટે એક ધોતિયું ખાનારૂપે આપીને ટિકિટ લેવા ગયા. ઝવેરભાઈને ત્યાં જ બેસાડ્યા.
ટિકિટબારીએ ગયા ને બે ટિકિટ માંગી; અંદર પેલા સ્ટેશન માસ્તર જ બેઠા હતા. છતાં એમણે બે ટિકિટ આપી; આનાકાની ન કરી. આથી નરોત્તમને આશ્ચર્ય થયું.
પણ, એમને તો ટિકિટનું કામ હતું. એ મળી ગઈ એટલે હરખાયા. થોડી વારે ગાડી આવી, એટલે નરોત્તમ સીધા એક ડબ્બામાં ઘૂસી ગયા. ઝવેરભાઈને ઈશારામાં સમજાવી દીધેલા, તે પ્રમાણે તેઓ પણ સાંધાવાળાની સાથે થોડીક રકઝક કરીને, એની નજર ચૂકવીને, બીજા ડબ્બામાં પેસી ગયા.
પણ નસીબ બે ડગલાં આગળ નીકળ્યું? થોડીક વારમાં જ ઝવેરભાઈના કાકા વગેરે બોટાદથી આવી ગયા, ને બંનેને પકડીને બોટાદ લઈ ગયા.
ડરના માર્યા નરોત્તમ પોતાના ઘેર ન જતાં જોડે કાકાના ઘેર સૂઈ રહ્યા. સવારે ઘેર ગયા. પણ, બીજા દીક્ષાથીઓની જેમ, એમને કેઈએ ન માર માર્યો કે ન ઠપકેય આપે, એટલે રાહતનો દમ લીધે.
આખરી ફેંસલો “એલા નરોત્તમ, આ વખતે બાપુજીએ પૂછયું : “તું ઘડી ઘડી કેમ ભાગી જાય છે? શું કરવું છે તારે ?”
સાચું કહેવાની હામ નહોતી, ને વિચાર કરવાનો અવસર નહોતો. એટલે નરોત્તમે ગપું માર્યું: “મારે મહેસાણું ભણવા જવું છે.”
બાપુજી કહેઃ “ઓહ ! એમાં શું છે? કહેતો કેમ નથી? આમ ભાગાભાગ શા સારુ કરે છે? જરૂર મહેસાણે જા.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org