________________
વાત્સલ્યનિધિ સ‘ઘનાયક
[૧૩]
થાડા દિવસ। ગયા અને ચામાસુ શરૂ થયું, ત્યાં તરાત્તમે ફરી એકવાર સાહસ કર્યું, ભાગીને કપડવ′જ પહેાંચ્યા. આ વખતે ઉપાશ્રયમાં પેસતાં સૌપહેલાં શ્રી વિજ્ઞાનવિજયજી ( પૂ. આ. શ્રી. વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજ ) મળ્યા. એમણે હસીને કહ્યું: “ આવી ગયા ? ”
સૂરિસમ્રાટ પાસે પહોંચ્યા. એમણે કહ્યુ : “ તારા ઘેર ટપાલ લખી નાખ કે હું અહી આવ્યો છું. ચિંતા કરશે નહિ.”
તરત ટપાલ લખી નાખી. ઘેરથી બાપુજીના જવાબ પણ આવી ગયા. ચામાસું હતુ, એટલે દીક્ષા લઈ લેશે કે આપી દેશે, એવી કાઈ બીક ન હતી. પર્યુષણ પહેલાં કપડવંજ ગયા, તે દિવાળી સુધી ત્યાં રહ્યા.
સૂરિસમ્રાટના સ`સારી બે ભાણેજ હતા. એકનું નામ હેમચંદ, બીજાનુ જેશી’ગભાઈ. અને ભાઈઆ ગારિયાધારના. દીક્ષાની ભાવનાથી મહારાજજી પાસે રહે. હેમચંદ નાત્તમથી ઘેાડાક મેટા ને જેશીંગભાઈ સરખી ઉંમરના હતા. એ ત્રણે સાથે એક મકાનમાં રહે. એ મકાનમાં સૂરિસમ્રાટ સાથેના ત્રણ વિદ્વાન શાસ્ત્રીજી પણ રહે. એક પં. શ્રી શિશનાથ ઝા, બીજા પં. શ્રી મુકુન્દ આ ને ત્રીજા પ. શ્રી વિક્રમ ઠક્કર. સૂરિસમ્રાટ સાથે રહેતા નારાયણ સુંદરજી નામે ભાઈ પણ એમની સાથે જ રહે, ત્રણેની રસાઈ એ બનાવી આપે. કથારેક કોઈ શ્રાવકને ઘેર પણ જમવા જાય. પૂ. શ્રી ઉદ્દયવિજયજી મહારાજના એક શિષ્ય થયેલા, મુનિ કીતિવિજયજી. એ અહી રહેતા. એમના ઘેર પણ જમવા જવાનું થાય. આ ઉપરાંત એક ભક્તિવ‘ત મહેન હતાં. એ એમના ઘેર કાંઈ સારી વસ્તુ અનાવે, તે આ તરુણા માટે આપી જાય.
ભણવામાં ભાંડારકરની સસ્કૃત માર્ગાપદેશિકાના થોડાક પાઠા કર્યા, ઘેાડુક પરમલઘુહેમપ્રભા વ્યાકરણ કર્યું..
નાત્તમ સ્વભાવે મૂળથી જ ક્રોધી. એમના બાપુજી શાન્ત, પણ મોટાભાઈ સુખલાલ ખૂબ ક્રોધી, એમ નાત્તમ પણ ક્રોધી. ખાસ કરીને સચ્ચાઈની વાત હાયતા તરત ગુસ્સા આવી જાય. એકવાર જેશીગભાઈ સાથે કાંઈક પ્રસ`ગ બન્યા. એમણે એમાં નરોત્તમને વાંક દેખાડવો, એટલે નરાત્તમ ચિડાયા. હાથમાં લોખડના ખાંડણીને દસ્તા લઈ ને જેશીગભાઈ ને મારવા દોડયા. એ જોઈ ને જેશીંગભાઈ નાઠા. સૂરિસમ્રાટ એ વખતે ગામ બહાર વાડીમાં હતા, ત્યાં પહેાંચ્યા. એમને જોતાં જ સૂરિસમ્રાટે પૂછ્યું : ** અલ્યા, શું છે ? આમ બેબાકળા કેમ છે ? ” એમણે બધી વાત કરી.
નાત્તમ તે વચ્ચેથી જ પાછા ફરી ગયેલા. મનમાં ફડક પેડી કે હવે આવી બન્યુ, ને થાડી વારમાં જ તેડુ આવ્યુ : · મહારાજજી બેાલાવે છે.’ ગયા. મહારાજજીએ ખૂબ ઠપકા આપ્યા, એ વખતે રડી પડયા.
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org