________________
ઉપદેશપદ : ભાગ-૨
આ જ વિષયનું સમર્થન કરતા ગ્રંથકાર કહે છે- ગાથાર્થ–આથી જ વીર પુરુષો કોઇપણ રીતે અશુભાનુબંધના કારણે અલના થવા છતાં અલના દૂર થતાં પૂર્વની જેમ શુદ્ધાજ્ઞાયોગથી જ સ્વકાર્યમાં પ્રવૃત્ત બન્યા હતા.
ટીકાર્થ–આથી જ=શુદ્ધાશાયોગનો અભ્યાસ અભિલષિત અશુભાનુબંધના વિચ્છેદનું કારણ હોવાથી જ.
વીર=મોક્ષસુખની સ્પૃહાવાળા દ્રશુલ્લક વગેરે વીરપુરુષો. કોઈપણ રીતે તેવા પ્રકારના ભવ્યત્વનો પરિપાક ન થયો હોવાથી. અલના થવા છતાં=મોક્ષનગરને પ્રાપ્ત કરાવનાર આચારનું ખંડન થવા છતાં. સ્વકાર્ય=મોક્ષનગરના માર્ગમાં પ્રવૃત્તિ કરવી એ સ્વીકાર્ય છે.
તેવા પ્રકારના ભવ્યત્વનો પરિપાક ન થવાના કારણે મોક્ષસુખની સ્પૃહાવાળા રુદ્રક્ષુલ્લક વગેરે વીરપુરુષોના મોક્ષનગરને પ્રાપ્ત કરાવનાર આચારનો સર્વથા ભંગ થયો. સમય જતાં ફરી તેવા આચારની પ્રાપ્તિ થઈ. શુદ્ધાજ્ઞાયોગથી જ ફરી પૂર્વની જેમ મોક્ષનગરના માર્ગે ચાલનારા થયા. શુદ્ધાજ્ઞાયોગનો અભ્યાસ અભિલષિત અશુભાનુબંધના વિચ્છેદનું કારણ હોવાથી જ આ ઘટી શકે છે. (૩૯૩)
तानेव दर्शयतिसाहुपदोसी खुद्दो, चेतियदव्वोवओगि संकासो । सीयलविहारिदेवो, एमाई एत्युदाहरणा ॥३९४॥
साधुप्रद्वेषी 'क्षुल्लको' लघुसाधुरूपः चैत्यद्रव्योपयोगी संकाशः शीतलविहारी देवः । एवमादीन्यत्र प्रस्तुते उदाहरणानि ज्ञातव्यानि । आदिशब्दाद् मरीचि-कृष्णब्रह्मदत्तादिजीवा आज्ञाविघटनानन्तरघटितघटिष्यमाणशुद्धाज्ञायोगा गृह्यन्ते ॥३९४॥
પૂર્વની જેમ સ્વીકાર્યમાં પ્રવૃત્ત થયેલા વીરપુરુષોને જ જણાવે છે
ટીકાર્થ–પ્રસ્તુતમાં સાધુઓ ઉપર પ્રદ્વેષ કરનાર શુલ્લક, દેવદ્રવ્યનો ઉપયોગ કરનાર સંકાશ, શીતલ વિહારી દેવ(=સાધુના આચારોમાં શિથિલ દેવ નામના સાધુ) વગેરે દૃષ્ટાંતો છે.
ટીકાર્થ-શુલ્લક એટલે બાળ સાધુ આદિ શબ્દથી મરીચિ, કૃષ્ણ, બ્રહ્મદર વગેરે જીવો સમજવા. આ જીવોમાં કોઈક જીવને આજ્ઞાયોગનો અભાવ થયા પછી ફરી શુદ્ધ આજ્ઞાયોગ થયો છે, તો કોઈક જીવને ભવિષ્યમાં શુદ્ધાજ્ઞાયોગ થશે. (૩૯૪).