________________
શ્રી પંચસૂત્ર ઉપર ટૂંકું વિવેચન લખનાર મહર્ષિને કણ નથી એળખતું ? ચિતોડના રાણાના સમર્થ વિદ્વાન પુરોહિત બ્રાહ્મણપણામાંથી જૈન સાધુદીક્ષા પામી, જૈનશાસનના મહાપ્રભાવક જૈનાચાર્યપદે પહેચી જનાર, ૧૪૪૪ અજોડ શાસ્ત્રોના પ્રણેતા, ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ આ પંચસૂત્ર ઉપર વિવેચન લખે, એ ગ્રંથની મહાન ઉપયોગિતા અને ગંભીરતા સૂચવે છે. આ વિવેચનના આધારે જ ગુજરાતી ભાષામાં અહીં વિવેચન કરવામાં આવ્યું છે.
ગ્રંથનું નામ ટીકાકારના અનુસારે પંચસૂત્રક, અને ઉપા. શ્રી યશોવિજયજી મહારાજની ધર્મપરીક્ષાના હિસાબે પંચસૂત્રી એવું નામ મળે છે, છતાં ચાલુ વ્યવહારે પંચસૂત્ર એવું નામ રાખ્યું છે.
આ પંચસૂત્રમાં વિવિધ અર્થિઓને ગ્રાહ્ય મહાન નિધાન પડેલાં છે. આમાં નિર્મલ શ્રદ્ધાબેલ અને ઉચ્ચ આધ્યાત્મિક તત્ત્વચિંતન કેળવવાની પ્રેરણા અને પ્રકારે છે, મેહ અજ્ઞાનના અંધત્વ મિટાવવા દિવ્યા અંજન છે; દુર્બાન અને ચિંતાની દાહક જવાળાઓ શમાવનાર શીતલ શુભ ધ્યાનના સિંચન છે. માનસિક ઉદ્વેગ અને વિહવલતાની નાગચૂડમાંથી છેડાવનાર મંત્ર છે, દીનતા ક્ષુદ્રતાદિ દૂષણે કે દિલના દર્દો દૂર કરવાના સચોટ ઔષધે છે, ઉચ્ચ યશસ્વી જીવન જીવવાની ચાવીઓ છે. આપત્તિમાં આશ્વાસન સાથે સાત્વિક સહિષ્ણુતા કેળવવાના બેધપાઠ છે. ટૂંકમાં પંચસૂત્ર એટલે મહાગુલામી અને મહાત્રાસના મેરુ નીચે અંતરામામાં દબાઈ રહેલ ભવ્ય સમૃદ્ધિ-વૈભવને પૂર્ણ પ્રકાશિત કરવાનું અમેઘ માર્ગદર્શન. એ દ્વારા સૂત્રકારે આપણુ પર અનંત ઉપકાર કર્યો છે. સમ્યગ્દર્શન-જ્ઞાન ચારિત્રના ખપીને, ત્યાગ તપ અને વિરાગ-વિરતિના અર્થિન, ઉચ્ચ ભાવના-ધ્યાન અને આત્મરમણતાના અભિલાષીને આ શાસ્ત્ર વિના ચાલી શકે એમ નથી. તેથી આ ગ્રંથના પદેપદનું વારંવાર અધ્યયન, મનન, નિદિધ્યાસન કરવું જોઈએ.
અહિં નીચે મૂળ ગ્રંથની અતિ ટૂંકી રૂપરેખા દોરી છે. પરંતુ