________________
વિવેચનકારે આલેખેલ ગ્રન્થ-પરિચય
પરમ પુણ્યનિધિ શ્રી વીતરાગ સર્વજ્ઞ પરમાત્માએ વહાવેલી નિર્મળ ભારતી ભાગીરથીના અખંડ સ્ત્રોતથી આર્યદેશ આજે પણ ગૌરવવંત છે. અંતરની તૃષ્ણાના તાપને, વિષયાસક્તિ-જ્વરના દાહને, અને કર્મહેપના મળને મિટાવી, ભવભ્રમણના થાક ઉતારી, મોક્ષપતના અનંત મુણના પાકને આત્મક્ષેત્રે પકવનારી એ ભાગીરથીથી હારીને જાણે લૌકિક ભાગીરથી સમુદ્રમાં આપઘાત અથે ન પડતી હોય !
આ વીતરાગની વાણીને ચિરસ્થાયી રૂ૫માં ગુંથી લેનાર અનેકાનેક જૈનશાસ્ત્રરત્ન છે. શ્રી પંચસૂત્ર એ પૈકીનું એક ભવ્ય શાસ્ત્ર છે. કર્મને પલે પડેલા ભવ્ય છ સંસાર અટવીમાં રઝળતા રઝળતા મહા મુશીબતે માનવ જીવનમાં આવ્યા પછી, એ જ કર્મને સર્વનાશ નીપજાવી, માનવતા અને દિવ્યતાનેય વટાવી પરમાત્મતામાં મહાલતા કેવી રીતે બને, એ માટેની કમિક સાધનાનું વર્ણન પંચસૂત્રમાં કરવામાં આવ્યું છે. અહિં સૂત્ર એટલે એકેક પ્રકરણ, એકેક અધિકાર, એ ગંભીર અને વિશાલ અર્થનું સંક્ષેપમાં સૂચન કરે છે એ માટે સૂત્ર કહેવાય છે.
આ શાસ્ત્રના રચયિતાનું નામ તથા ઇતિહાસ મળ્યા નથી. પરંતુ શાસ્ત્રની ભાષા આગમસૂત્ર જેવી ગદ્ય પ્રૌઢ અને ભાવવાહી હાઇને એ કઈ બહુ પ્રાચીન અને પૂર્વનું જ્ઞાન ધરાવતા મહર્ષિની હેય એમ સંભવે છે. એ કાળ સંસ્કૃત યુગની પૂર્વેને હેઈ શ્રી તત્વાર્થ મહાશાસ્ત્રની પૂર્વે એ રચાયું હોય એ બનવા જોગ છે. અલાબુનું દૃષ્ટાંત વગેરે એમાંથી તસ્વાર્થકારે લીધા સંભવે છે.